- રાજ્યમાં કાતિલ ઠંડીનો બીજો રાઉન્ડ
- ગુજરાતમાં કાતિલ ઠંડીનું મોજુ ફરી વળ્યું
- આગામી 3 દિવસ ઠંડીનો પારો હજુ પણ ગગડશે
- લોકોએ હવે ઠંડીથી ઠુંઠવાવવા તૈયાર રેહવું
રાજ્યમાં કાતિલ ઠંડીનો બીજો રાઉન્ડ શરુ થઇ ચુક્યો છે. એવામાં લોકોએ હવે ઠંડીથી ઠુંઠવાવવા તૈયાર રેહવું પડશે. હવામાન વિભાગે આગામી 3 દિવસ ઠંડીનો પારો હજુ પણ ગગડશે તેવી આગાહી વ્યક્ત કરી છે. એવામાં લોકો હેલ્થ કોન્શિયસ બન્યા છે અને શહેરના બાગ-બગીચાઓમાં મોર્નિંગ વોક અને એક્સરસાઇઝ કરતા જોવા મળી રહ્યા છે.

ચાલુ વર્ષે શિયાળાની ઋતુના દોઢ મહિનથી પણ વધુ સમય થઇ ચુક્યો છે. પરંતુ કડકડતી ઠંડીનો અહેસાસ થયો નહતો. એવી ઠંડી શહેરમાં પડી જ નથી કે લોકો , આખો દિવસ સ્વેટર પહેરીને ફરવું પડે. જોકે હવામાન વિભાગે 28 થી 31 ડિસેમ્બરના કોલ્ડવેવની આગાહી કરી
છે. જેમાં નલિયા ,રાજકોટમાં કોલ્ડવેવની આગાહી કરી છે. તો અન્ય શહેરોના લઘુતમ તાપમાનમાં પણ ઘટાડો નોંધાશે તેવું જણાવ્યું છે.
મંગળવારે ક્યાં નોંધાયું કેટલું તાપમાન
અમદાવાદ-10.2
ડીસા-6.6
નલિયા-2.7
કેશોદ-6.2
ગાંધીનગર-7.5
રાજકોટ-8.3
સુરેન્દ્રનગર-10.5

ગુજરાતમાં ગઈકાલથી કાતિલ ઠંડીનું મોજુ ફરી વળ્યું છે. જોકે, હવામાન ખાતાની આગાહી મુજબ સમગ્ર ગુજરાતમાં 2 દિવસ ઠંડીનો પ્રકોપ વધુ રહેશે. ડીસા, કેશોદ, અમદાવાદ,ગાંધીનગર સહિતના શહેરોનો પારો ગગડતાં લોકો રીતસરના ઠૂઠવાયા છે. લોકો તાપણું કર્યા વગર બેસી શક્તા નથી. તો ઘરથી બહાર નીકળતા પહેલા બે સ્વેટર પહેરવાની જરૂર પડે તેવી ઠંડી પડી રહી છે.
@આયુષી યાજ્ઞિક, મંતવ્ય ન્યૂઝ – અમદાવાદ……
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
