Porbandar News/ પોરબંદર સ્મશાનભૂમિમાં છત ધરાશાયી, અંતિમવિધિમાં હાજર લોકોનો બચાવ

Smashanbhumi Roof Collapse: પોરબંદરની મુખ્ય હિન્દુ સ્મશાનભૂમિમાં અંતિમવિધિ દરમિયાન જર્જરિત છતનો સિમેન્ટ-કાંકરીનો ભાગ ધરાશાયી થયો. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નહીં. નાગરિકોએ તાત્કાલિક રિપેરીંગ અને નવા શેડની માંગ કરી.

Gujarat Top Stories
Smashanbhumi Roof Collapse: સ્મશાનભૂમિની હાલતે ખોલી તંત્રની પોલ

Porbandar News: પોરબંદરની મુખ્ય હિન્દુ સ્મશાનભૂમિમાં અંતિમવિધિ ચાલી રહી હતી તે દરમિયાન છત પરથી સિમેન્ટ-કાંકરીનો મોટો હિસ્સો અચાનક નીચે ધરાશાયી (Smashanbhumi Roof Collapse) થયો હતો. ઘટનાથી ઉપસ્થિત શોકગ્રસ્ત પરિવારજનોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સદનસીબે કાટમાળ કોઈ વ્યક્તિ પર પડ્યો ન હોવાથી કોઈ જાનહાનિ થઈ નહોતી અને ત્યાં હાજર લોકોનો બચાવ થયો હતો.

Smashanbhumi Roof Collapse: છતમાંથી પોપડા ખરી પડ્યા, સળિયા ખુલ્લા દેખાયા

સ્મશાનભૂમિના બાંધકામની (Porbandar Crematorium) જર્જરિત સ્થિતિ સામે આવી છે. છતમાંથી સિમેન્ટના પોપડા ખરી પડ્યા હોવાનું સામે આવ્યું છે, જ્યારે કેટલાક સ્થળોએ લોખંડના સળિયા પણ ખુલ્લા દેખાઈ રહ્યા છે.સ્થાનિકોના જણાવ્યા મુજબ, જો મોટો કાટમાળ સીધો અંતિમવિધિમાં હાજર લોકો પર પડ્યો હોત તો ગંભીર દુર્ઘટના સર્જાઈ શકી હોત.

મૂળભૂત સુવિધાની જાળવણી મુદ્દે તંત્ર સામે રોષ

ઘટના બાદ સ્થાનિક નાગરિકોમાં તંત્ર સામે રોષ (Porbandar Civic Issue) જોવા મળ્યો છે. નાગરિકોનો આક્ષેપ છે કે શહેરમાં વિવિધ વિકાસકાર્યો પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે, પરંતુ સ્મશાનભૂમિ જેવી મહત્વપૂર્ણ અને મૂળભૂત જાહેર સુવિધાના જર્જરિત બાંધકામની સમયસર જાળવણી કરવામાં આવી નથી.

તાત્કાલિક રિપેરીંગ અને નવા શેડની માંગ

નાગરિકોએ સંબંધિત અધિકારીઓને તાત્કાલિક સ્મશાનભૂમિની સ્થળ મુલાકાત લઈને સમગ્ર બાંધકામની તપાસ કરવાની માંગ કરી છે. સાથે જ જર્જરિત અને જોખમી ભાગોને (Infrastructure Failure) દૂર કરીને જરૂરી રિપેરીંગ કરવામાં આવે તથા નવા શેડના નિર્માણ માટે ગ્રાન્ટ ફાળવવામાં આવે તેવી પણ માંગ ઉઠી છે. સ્થાનિકોએ ચેતવણી આપી છે કે જો આ મુદ્દે તાત્કાલિક અને યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે.


આ પણ વાંચો: કેનેડા-ઓસ્ટ્રેલિયા વિઝાના નામે રૂ.25 લાખથી વધુની ઠગાઈ, ગાંધીનગરના પિતા-પુત્ર સામે ફરિયાદ

આ પણ વાંચો: કાંકરેજમાં ટ્રેલરની ટક્કરે લીધો 4 વર્ષના બાળકનો જીવ, અકસ્માતોથી ત્રસ્ત ગ્રામજનોએ ઓવરબ્રિજની માંગ કરી

આ પણ વાંચો: સિદ્ધપુરમાં રૂ.3 લાખ દહેજની માંગણીનો આક્ષેપ, પતિ સહિત 7 સાસરિયા સામે ફરિયાદ