Surat News/ સુરતના ઘોડદોડ રોડ પર વેસ્ટફિલ્ડ કોમ્પ્લેક્સમાં આગ, ACમાં શોર્ટ સર્કિટથી ભભૂકી આગ

સુરતના ઘોડદોડ રોડ પર વેસ્ટફિલ્ડ કોમ્પ્લેક્સની દુકાનમાં ACમાં શોર્ટ સર્કિટથી આગ (Surat Fire) લાગતા ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા, ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવ્યો.

Top Stories Gujarat Surat Breaking News
Surat Fire: વેસ્ટફિલ્ડ કોમ્પ્લેક્સની દુકાનમાં આગ, ACના શોર્ટ સર્કિટથી ભભૂકી આગ

Surat News: શહેરના ઘોડદોડ રોડ પર આવેલા વેસ્ટફિલ્ડ કોમ્પ્લેક્સમાં આગ (Surat Fire) લાગવાની ઘટના સામે આવતા થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. કોમ્પ્લેક્સના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી એક દુકાનના એસીમાં શોર્ટ સર્કિટ થતાં આગ ભભૂકી હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે. આગ લાગતા જ દુકાનમાંથી મોટા પ્રમાણમાં ધુમાડો બહાર આવવા લાગ્યો હતો. ધુમાડાના ગોટેગોટા કોમ્પ્લેક્સની બહાર સુધી દેખાતા આસપાસના લોકો અને કોમ્પ્લેક્સમાં હાજર દુકાનદારોમાં પણ ચિંતા ફેલાઈ હતી.

ધુમાડો જોઈ લોકો બહાર દોડી આવ્યા

દુકાનમાંથી ધુમાડો નીકળતો જોવા મળતાં કોમ્પ્લેક્સમાં હાજર લોકો સતર્ક થઈ ગયા હતા. આગ (Surat Fire)ની જાણ થતાં કેટલાક લોકો સાવચેતીના ભાગરૂપે કોમ્પ્લેક્સની બહાર ખુલ્લી જગ્યામાં દોડી આવ્યા હતા. જેના કારણે થોડા સમય માટે નાસભાગ જેવો માહોલ સર્જાયો હતો.

Surat Fire: ફાયર વિભાગે તાત્કાલિક કાર્યવાહી કરી

ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ફાયર ફાઈટરોએ પાણીનો મારો ચલાવી દુકાનમાં લાગેલી આગ (Surat Fire)ને કાબૂમાં લીધી હતી. સમયસર આગ પર નિયંત્રણ મેળવી લેવામાં આવતા આગ અન્ય દુકાનો કે કોમ્પ્લેક્સના અન્ય ભાગોમાં ફેલાતી અટકી હતી.

જાનહાનિ ટળી

આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. આગને કારણે દુકાનમાં નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે. ફાયર વિભાગની સમયસરની કામગીરીને કારણે મોટી દુર્ઘટના ટળી હતી. પ્રાથમિક માહિતી મુજબ આગ (Surat Fire)નું કારણ એસીમાં થયેલો શોર્ટ સર્કિટ હોવાનું જણાવાઈ રહ્યું છે.


આ પણ વાંચો:સુરત આગ દુર્ઘટના: વિદ્યાર્થિની કૃતિનું કરુણ મોત, ધો.12 ના પરિણામ સાથે જ નીકળી અંતિમયાત્રા

આ પણ વાંચો:સુરતના સિંગણપોરમાં મકાનમાં આગ, 10થી વધુ ફાયર ગાડીઓ ઘટનાસ્થળે

આ પણ વાંચો:સુરતના અડાજણમાં ભીષણ આગ, એપોલો ફાર્મસી સહિત અનેક દુકાનો આગની ઝપેટમાં