Junagadh News: જૂનાગઢના ગિરનાર પર્વત પર શ્રદ્ધાળુઓ માટે ચિંતાજનક ઘટના સામે આવી છે. ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના મોડજ ગામથી પરિવાર સાથે દર્શન માટે આવેલા 12 વર્ષના મયુર પર વહેલી સવારે નરભક્ષી સિંહે અચાનક હુમલો કર્યો હતો. પોતાના મજબુત જબડામાં મયુરને ખેંચીને જંગલમાં લઈ જતાં સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગઈ છે. ઘટનાના પગલે વન વિભાગ, પોલીસ અને સ્થાનિક તંત્રે સુરક્ષા વ્યવસ્થામાં વધારો કરી તપાસ શરૂ કરી છે.
ગિરનારમાં સિંહનો હુમલો | Lion Attack
જૂનાગઢના પ્રખ્યાત યાત્રાધામ ગિરનાર પર્વત પર વહેલી સવારે બનેલી દુર્ઘટનાએ સમગ્ર રાજ્યને હચમચાવી દીધું છે. ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના મોડજ ગામથી પરિવાર સાથે દર્શન કરવા આવેલા 12 વર્ષીય મયુર પર સિંહ જોરદાર તરાપ મારે અને અને જંગલમાં ખેંચી જાય છેે. આ ઘટના બાદ તંત્ર દ્વારા જંગલમાં બાળકની શોધખોળમાં આવેલા વન વિભાગ અને પોલીસ કર્મીઓને માત્ર મયુરના ક્ષત-વિક્ષત અવશેષો મળતા પરિવાર ભાંગી પડ્યો હતો.
કાકાના હાથમાંથી બાળકને ખેંચી ગયો સિંહ
બાળકના કાકા અનિલકુમારસિંહના જણાવ્યા મુજબ પરિવાર વહેલી સવારે ગિરનાર (Girnar)ની સીડી ચઢી રહ્યો હતો. તેમાં 12 વર્ષનો મયુર તેના કાકા સાથે ગિરનારની સિડીઓ ચડી રહ્યોં હતો પણ આ માસુમને ક્યા ખબર હતી તેના જીવનની આ અંતિમ ક્ષણો છે. ગેટથી અંદાજે 50 પગથિયા ઉપર પહોંચતા જ સવારે વહેલા અંધારાનો લાભ લઈ એક નરભક્ષી વનરાજે અચાનક મયુર પર હુમલો કરી દિધો હતો અને જોતજોતામાં બાળકને લઈ અંધારામાં જંગલની ઝાડીઓમાં લુપ્ત થઈ જાય છે. આ ઘટનાના કારણે યાત્રાળુઓમાં ચીસાચીસ અને ભાગદોડ મચી ગઈ હતી.
સુરક્ષા- વ્યવસ્થા સામે ઉઠ્યા સવાલ
પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે ગિરનારની સીડી પર પૂરતી લાઇટિંગ વ્યવસ્થા નથી, જેના કારણે વહેલી સવારે વન્યજીવ દેખાતા નથી. તેમણે તાત્કાલિક લાઇટની સુવિધા વધારવા અને નિશ્ચિત અંતરે વન વિભાગ (Forest Department)ના કર્મચારીઓને તહેનાત કરવાની માગ કરી છે. ગિરનાર પર્વત પર રોજ હજારો યાત્રાળુઓ આવતા હોય છે ત્યારે રાતના સમયે યોગ્ય લાઈટિંગની વ્યવસ્થા હોવી એ સુરક્ષાની દ્રષ્ટિને ખૂબ અનિવાર્ય છે.
મુખ્ય સીડી બંધ, સિંહને પકડવા કાર્યવાહી
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે મુખ્ય સીડી વિસ્તારને તાત્કાલિક બંધ કરાવી દીધો છે અને યાત્રાળુઓને જટાશંકર તરફની જૂની સીડીનો ઉપયોગ કરવાની સૂચના આપવામાં આવી છે. વન વિભાગે અલગ-અલગ ટીમો બનાવી સિંહની શોધખોળ શરૂ કરી છે અને ઘટનાસ્થળની આસપાસ પાંજરાં ગોઠવી સિંહને પકડવાના પ્રયાસો હાથ ધર્યા છે.
રાજ્યમા વનરાજનો વધતો આતંક, 25 દિવસમાં છઠ્ઠી ઘટના
રાજ્યમાં નરભક્ષી સિંહના હુમલાની ઘટનામાં ચિંતાજનક વધારો થઈ રહ્યોં છે. સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં નરભક્ષી સિંહ દ્વારા માનવ પર હુમલા કરવામાં આવ્યા છે. આ ઘટનાઓ રોકવા માટે વન વિભાગે કોઈ નક્કર પગલા ભરવા જરૂરી બન્યા છે. આ ઘટનાને લઈ સ્થાનિકોમાં ચર્ચા છે કે છેલ્લા કેટલાક દિવસોથી સિંહ ગિરનારની સીડીની આસપાસ જોવા મળતો હતો. નોંધનીય છે કે છેલ્લા 25 દિવસ દરમિયાન સિંહના હુમલાની આ છઠ્ઠી ઘટના હોવાનું પણ સામે આવ્યું છે, જેના કારણે ગિરનાર યાત્રાની સુરક્ષા વ્યવસ્થાને લઈને ગંભીર પ્રશ્નો ઉભા થયા છે.
આ પણ વાંચો:અમરેલીમાં સિંહ હુમલામાં ગેરકાયદેસર સિંહદર્શનની શંકા, મોબાઈલ ડેટા ફોર્મેટથી તપાસ તેજ
આ પણ વાંચો:અમરેલીમાં સિંહના હુમલામાં 21 વર્ષીય યુવકનું મોત
આ પણ વાંચો:પાલિતાણામાં માલધારી પર સિંહનો જીવલેણ હુમલો, LIVE VIDEO વાયરલ થતાં મચી ચકચાર
