અરવલ્લી,
લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે રાજનીતીમાં પક્ષપલટાની ગતી પણ તેજ બની રહી છે. એક પછી એક ધારાસભ્યો પક્ષપલટો કરી રહ્યા છે.આજે પણ કોંગ્રેસના ત્રણ ધારાસભ્યોએ પક્ષપલટો કરતા સમગ્ર ગુજરાતના રાજનીતિમાં ખળભળટ મચી જવા પામી છે. ત્યારે બાયડના ધવલસિંહે ભાજપની ઓફર ઠુકરાવી છે.
અરવલ્લીના બાયડના ધારાસભ્ય ધવલસિંહે ભાજપની ઓફર ઠુકરાવી હોય તેવી પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે. પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ભાજપે ધવલસિંહને લોકસભા માટે ટીકિટ ઓફર કરી હતી. પરંતુ ધવલસિંહે લોકો કામો ન થતા હોવાથી તે ઓફર ઠુકરાવી હોય તેવી પોસ્ટ સોશિયલ મીડિયામાં ફરતી થઈ છે. ઉલ્લેખનિય છે કે આ પોસ્ટ ઠાકોર સેના દ્વારા કરવામાં આવી છે અને તે હાલ તો સોશિયલ મીડિયામાં વહેતી થઈ છે.
