Not Set/ Amma Mia એટલે એશા દેઓલ લિખિત બાળ ઉછેરની વાર્તાઓ, સલાહ અને બાળકો માટેની અવનવી રેસીપીનું પુસ્તક

દરેક સ્ત્રીના જીવનમાં માતૃત્વનો અનુભવ ખૂબ જ મહત્ત્વનો હોય છે ત્યારે મારા માતૃત્વના અનુભવો તેમજ વ્યક્તિ વિકાસ કેન્દ્રના પ્રશિક્ષક તરીકેના અનુભવોના આધારે અહીં આ કોલમમાં દર વખતે બાળકના જીવનના પ્રશ્નોનો ઉકેલ વાલીઓએ

Health & Fitness Trending Lifestyle Relationships

માતૃત્વ : ભાવિની વસાણી,મંતવ્ય ન્યૂઝ

દરેક સ્ત્રીના જીવનમાં માતૃત્વનો અનુભવ ખૂબ જ મહત્ત્વનો હોય છે ત્યારે મારા માતૃત્વના અનુભવો તેમજ વ્યક્તિ વિકાસ કેન્દ્રના પ્રશિક્ષક તરીકેના અનુભવોના આધારે અહીં આ કોલમમાં દર વખતે બાળકના જીવનના પ્રશ્નોનો ઉકેલ વાલીઓએ કઈ રીતે લાવવો તે માટે વિવિધ વિષયો પર અહીં લખતી આવી છું. પરંતુ  ટેલિવિઝન પર પ્રસારિત “કપિલશર્મા-શો”માં ડ્રીમગર્લ હેમામાલિની તથા તેની પુત્રી એશા દેઓલની મુલાકાત નિહાળી હતી. જેના દ્વારા મને બોલિવૂડના પ્રસિદ્ધ યુગલ ધર્મેન્દ્ર તથા હેમામાલીની મોટી પુત્રી એશા દેઓલે પોતાના માતૃત્વના અનુભવોના આધારે એક સુંદર પુસ્તક લખ્યું હોવાની જાણ થઇ હતી તેમજ એ દિવસે તેના દ્વારા જે રીતની ચર્ચા તેમજ વર્ણન કરવામાં આવ્યું હતું. તેના આધારે મને અહીં તેના વિશે લખવાની ઇચ્છા થઇ હતી. જેથી કેટલાક સંશોધનના આધારે આ પુસ્તકના કન્ટેન્ટને વાંચી ચૂકી છું. જેના વિશે અહીં લખી રહી છું. 🐧( Penguin) પ્રકાશન દ્વારા પ્રકાશિત અને એશા દેઓલ લિખિત આ પુસ્તકનું નામ “Amma Mia” stories,advice & recipes from one mother to another ” છે. એશા દેઓલ તેના માતા-પિતાના નકશે કદમ પર અભિનેત્રી તરીકે પ્રસ્થાપિત થઈ ચૂકી છે. તેણે બિઝનેસમેન ભરત તખ્તાની સાથે લગ્ન કર્યા છે, હાલ તે બે પુત્રી રાધ્યા અને મિયારાની માતા બની ચુકી છે. ત્યારે અહીં માતૃત્વના અનુભવો ખૂબ જ સુંદર રીતે વર્ણવ્યા છે. એશાએ પ્રથમ વખત માતા બનતી વખતે જ નિર્ણય કર્યો હતો કે પોતે સેલિબ્રિટી તરીકે નહીં પરંતુ માતા તરીકે તેના સંતાનનો ઉછેર કરશે.

આ પુસ્તકના નામના આધારે જ ખબર પડી જાય છે કે પુસ્તકની અંદર કઇ કઇ બાબતોનો સમાવેશ થાય છે. આ પુસ્તક આમ તો દરેક સ્ત્રીને વાંચવું ગમે તેવું છે. પરંતુ ખાસ કરીને માતા બનવા જઇ રહેલી સ્ત્રીના મનમાં ઘણી બધી ગડમથલ હોય છે. ત્યારે દરેક સગર્ભા સ્ત્રીને તેમજ માતૃત્વનો તાજો અનુભવ કરનારી દરેક સ્ત્રીઓને ઉપયોગી થાય તેવું પુસ્તક છે. જેને કિંડલ એપ પર ફ્રી માં વાંચી શકાય છે. આ પુસ્તકની પ્રસ્તાવના શ્રીમતી જયા બચ્ચને લખી છે, જયાના જણાવ્યા પ્રમાણે તેણે પોતે કારકિર્દી અને બાળકોમાંથી પોતાના બાળકોને પ્રાધાન્ય આપ્યું છે. બાળકોને મોટા કરવા માટે થઈને તેણે કારકિર્દી છોડી હતી જેથી બાળકોને સંપૂર્ણ સમય આપી શકાય. તેમજ તેણે એશા માટે ગર્વ વ્યક્ત કર્યો છે કે તેણે પણ પોતાની જેમ જ બાળકોને પ્રાધાન્ય આપ્યું છે તેમજ માતૃત્વની ક્ષણોને ખૂબ જ માણી છે. આ પુસ્તકની અંદર એક સ્ત્રીની માતા બનવાની સફર થી માંડી માતા બન્યા બાદ આવતા પડકારો અને બાળઉછેર તેમજ બાળકો માટેના ખોરાકની કેટલીક રેસિપી અંગેની માહિતી આપવામાં આવી છે. જે દરેક માતાને ઉપયોગી થાય તેવી છે. જેમાં ૦ થી ૧ વર્ષ અને ૧ વર્ષથી ઉપરના બાળકો માટે એમ બે વિભાગોમાં ખાસ રેસિપી રજૂ કરવામાં આવી છે.

Esha Deol turns author with her debut book 'Amma Mia' - GulfToday

બોલિવૂડ અભિનેત્રી તરીકે એશા ‘દસ’, ‘ધૂમ’, ‘ના તુમ જાનો ના હમ’, ‘યુવા’, ‘નો એન્ટ્રી’ સહિતની ફિલ્મોમાં યાદગાર અભિનય આપી ચૂકી છે, તો તાજેતરમાં “કેકવોક” નામની શોર્ટ ફિલ્મમાં શેફની ભૂમિકા કરી ચૂકી છે, જેને ડિજિટલ પ્લેટફોર્મ પર વિશ્વસ્તરે ખ્યાતી પ્રાપ્ત થઇ છે, જેના માટે તેણી ખાસ એવોર્ડ મેળવી ચૂકી છે. હેમામાલીની સારી અદાકારા હોવાની સાથોસાથ ક્લાસિકલ ડાન્સર છે ત્યારે એશા પણ તેની માતાની જેમ સારી ઓડિસી ડાન્સર છે. માતાની સાથે સ્ટેજ પર સેંકડો પરફોર્મન્સ આપી ચૂકી છે. નાની બહેન આહના અને માતા બન્ને સાથે ખાસ પ્રકારના નૃત્ય યોજી ચૂકી છે. ખાસ કરીને ‘રામાયણ’ પરની નાટિકામાં બહેન આહના સાથે સીતાની ભૂમિકામાં નૃત્ય કરી ચૂકી છે. વિવિધ ક્ષેત્રોના અનુભવ બાદ હવે તેણે માતૃત્વના અનુભવ વિશે પુસ્તક લખ્યું છે. જે દરેક માતાને ઉપયોગી થશે તેવી જયા બચ્ચને અને લેખિકા તરીકે એશાએ પોતે ખાતરી આપી છે. માતા બનવા જઇ રહેલી દરેક સ્ત્રીઓ માટે આ સમય અનોખા ઉમંગ સાથે ઘણી બધી મૂંઝવણોથી ભરેલો હોય છે. એશા પણ બે વખત માતા બની ચૂકી છે ત્યારે આવી જ મૂંઝવણો માંથી પસાર થઈ હતી. એક વખત તેની બાળકી એ ગુસ્સો પ્રદર્શિત કર્યો ત્યારે જ તેને તેમાંથી બહાર લાવવાનો પ્રયાસ કરવા કઇ રીતે તેના માટે યોજના ઘડી હતી. આવા અસંખ્ય અનુભવોથી પ્રેરિત થઈને તેણે આ પુસ્તક લખ્યું છે, જેનું વર્ણન આ પુસ્તકમાં છે.

Esha Deol turns author with Amma Mia | IWMBuzz

એશાએ આ પુસ્તકમાં કઈ રીતે પોતે તેના નાની, દાદી, માતા હેમા, સાસુમા, નર્સ, ગાયનેક તબીબ સહિતની સ્ત્રીઓ સાથેના વાર્તાલાપ કરી તેઓની પાસેથી વિવિધ વિષયોમાં જે શીખી છે, તેનું વર્ણન કર્યું છે. જુદા-જુદા આઠ પ્રકરણો દ્વારા ‌ તેની માતૃત્વની યાત્રા અને અનુભવોની રજૂઆત કરી છે. પોતાના નાનપણમાં હેમામાલીની કારકિર્દીમાં વ્યસ્ત હોવાના કારણે રસોઈ બનાવતા શીખી શકી ન હતી અને સ્કૂલના ટિફિનમાં નવીન વાનગીઓ મળતી ન હોવાનું તેમજ નાની દ્વારા આપવામાં આવતી રોજ-રોજની ઇડલી અને ઢોસા ખાઈને બંને બહેનો ઉબકી ગઈ હતી, તેમજ અન્ય સહપાઠીઓના ટિફિનમાં તેની મમ્મી દ્વારા આપવામાં આવેલી નવી-નવી વાનગીઓ જોઈને તે અને આહના આંખોમાં આંસુ સાથે ઘરે પરત ફર્યા હોવાનું તેણે જણાવ્યું છે. જોકે આ વખતે માતાને સમય ન હોય તે બાબતને લઇને તેને હેમા માટે ફરિયાદ નથી. કારણ કે આ સમયે હેમા અભિનેત્રી તરીકે અને નૃત્યાંગના તરીકે ટોચ પર પહોંચી શકી હતી. પરંતુ તેના લીધે તેની માતા હેમા ઉનાળુ વેકેશનમાં ખાવાનું બનાવતા શીખી હતી એવું તેણે જણાવ્યું છે. નાની પાસે ઉછેર થયો હોય ઘરમાં વેજિટેરિયન ખોરાક જ બનતો હતો. અને તેના પિતા ધર્મેન્દ્ર પણ માતા હેમાની હાજરીમાં ક્યારે પણ નોન વેજિટેરિયન ખોરાક ખાતા ન હતા. કઈ રીતે સ્કૂલમાં ભૂલથી એશાએ પ્રથમ વખત તેની બહેનપણીના ટિફિનમાંથી નોનવેજ વાનગી ખાઈ લીધી હતી, અને તે બદલ તેને પસ્તાવો થયો હતો તેનું પણ અહીં વર્ણન કરવામાં આવ્યું છે. માતા હેમામાલીની વેજિટેરિયન હોવા છતાં એશા જ્યારે સ્કૂલમાં હતી ત્યારે, એથ્લેટિક માટે પસંદગી પામ્યા બાદ ખેલાડી માટે તાકાત જરૂરી હોય એશાને ઈંડા ખાવા માટે પ્રેરણા તથા છુટ આપે છે. આ વખતે હેમા એશાને ખાસ પ્રકારનો ખોરાક તેને મળી રહે તેનું ધ્યાન રાખતા હતા. તેમજ હજુ પણ જ્યારે સમય મળે છે ત્યારે નવી-નવી વાનગીઓ બનાવી અને દીકરીઓને ખવડાવતા રહે છે.

Hema Malini breaks down as daughter Esha Deol recalls her bidaai ceremony, watch | Entertainment News,The Indian Express

એશા પુસ્તકમાં જણાવે છે કે તેની માતા હેમા ખૂબ જ મજબૂત સ્ત્રી છે, તેને એશાને મજબૂત માતા બનવાના પાઠ શીખવ્યા છે. હેમાએ પોતાના ગર્ભાવસ્થા વખતના અનુભવો એશા સાથે શેર કર્યા હતા, હેમાએ “રઝિયા સુલતાન”માં ફિલ્મમાં ગર્ભવતી હોવા છતાં ઘોડે સવારી કરી હતી. તેમજ તેની ફિલ્મ “સતે પે સત્તા”ના એક ગીત “દુગ્ગી પે દુગ્ગી હો યા સતે પે સતા….” ની આખરી લાઇન તેણે ગર્ભાવસ્થામાં પણ જીવનમંત્ર તરીકે અપનાવી હતી અને મને પણ સમજ આપી હતી કે “….કોઈ ફરક નહિ અલબતા…” જેથી ગર્ભાવસ્થામાં પણ તે કલાકો સુધી કામ કરી શકતી હતી. હેમાના જણાવ્યા પ્રમાણે ‘ગર્ભાવસ્થા’એ કોઈ બીમારી નથી કે આખો દિવસ આરામ કરવો પડે, આ સમયમાં જેટલી હરફર કરી હશે તેટલું શરીર કેળવાયેલું રહેશે અને ગર્ભાવસ્થા બાદ ફરીથી સ્ફૂર્તિલુ થઇ જશે. આ ઉપરાંત તેના શિશુ વયમાં દૂધની સાથે સાથે તેની માતા તેને ટમેટાની કરી બનાવીને પીવડાવતી હતી તેનો સ્વાદ પોતાને ખૂબ પસંદ હતો. ત્યારે આ જ રીતે જ્યારે તેની છ મહિનાની પુત્રીએ પોતાના હાથમાં રહેલી ‘રસમ’નો વાટકો ખેંચવાની કોશિષ કરી હતી. રસમ સાઉથ ઇન્ડિયન રેસીપીમાં બનતું એક પ્રકારનું લિક્વિડ સુપ છે. જે સામાન્ય રીતે તીખી વાનગી હોય નાના બાળકોને આપી શકાય નહીં. આ માટે તેને ઓછી તીખી હોય તેવી રેસીપીમાં વાનગી બનાવવાની ઇચ્છા થઈ અને આ રીતે એક પછી એક નવી વાનગી તેના બાળકોને માટે બનાવતી અને ખવડાવતી ગઈ. શિશુ વયનાં બાળકોને કયા પ્રકારની વાનગી આપી શકાય તેની કેટલીક રેસિપી તેણે આ પુસ્તકમાં આવરી લીધી છે. આ સિવાય એશાને રસોઈ આવડતી ન હતી, પરંતુ પતિ ભરત સાથે વર્ષો સુધી ડેટિંગ કરી ચૂકી હતી આ વખતે જુદા-જુદા રેસ્ટોરેન્ટમાં સાથે ખોરાક લીધો હતો તે વખતે પતિ ભરતે જે રીતે નવી-નવી વાનગીઓના ઓર્ડર આપ્યા હતા તેના દ્વારા તેને ખાવાનો ખૂબ જ શોખ હોવાની જાણ થઇ હતી. તેમજ પતિ ભરત સિંધી પરિવારમાંથી હોય ઘરની મહિલાઓ રસોઈમાં ખૂબ જ હોશિયાર હોવાનું જાણ્યા બાદ ભરત પ્રત્યેના પ્રેમના લીધે તેને જાતે રસોઈ શીખવાની શરૂઆત કરી હતી. પતિ ભરત વ્યક્તિ તરીકે ખૂબ જ સારા અને સાદગી સભર વ્યક્તિત્વ ધરાવે છે પરંતુ ખાવાના શોખીન હોય તેના શોખ માટે થઈને એશા રસોઇ શીખવા પ્રેરાઈ હોવાનું તેણે વર્ણન કર્યું છે. તેની સાથે કઈ રીતે બંને બાળકીઓ જન્મ વખતે સાથે સમય વિતાવ્યો હતો અને તેની માતા બનવાની ક્ષણોને યાદગાર બનાવવા માટે એકાંતમાં રહી ફોટોશૂટ કરવાની ઈચ્છા પતિ ભરતે પૂર્ણ કરી હતી. તેમજ પોતે તેના માતૃત્વની દરેક ક્ષણ ને કઈ રીતે માણી છે, તેનું ઝીણવટભર્યું વર્ણન આ પુસ્તકમાં કરવામાં આવ્યું છે.