Lifestyle/ વોશિંગ મશીનમાં ઓશીકું કેવી રીતે ધોવું? આ ટિપ્સથી ઓશીકાના જીદ્દી ડાઘ મિનિટોમાં થઇ જશે સાફ!

વોશિંગ મશીન (Washing Machine)માં કેવળ ફાઇબરથી બનેલા ઓશીકા કે તકિયા માટેના આ સફાઇના નુસખા છે, કુદરતી રુથી બનેલા ઓશીકા માટે આ નુસખા…

Trending Tips & Tricks Lifestyle
Washing Machine ,ઓશીકાની, સફાઇ, ક્લીન, ટિપ્સ

Lifestyle: ઓશીકાને વોશિંગ મશીન (Washing Machine)માં કેવી રીતે ધોવું અથવા તો હેન્ડ વોશ દ્વારા સાફ કઇ રીતે કરવું એ અંગેની ટિપ્સ અહિં જણાવવા જઇ રહ્યાં છીએ. આ ઉપયોગી નુસખાઓ (Pillow Cleaning Tips)થી તમારો ગંદો તકિયો કે ઓશીકું નવા જેવું ચમકી ઉઠશે!

ઘરના બેડ પર એકદમ સ્વચ્છ ચાદર વસાવી હોય અને એની સાથે સુંદર અને મુલાયમ તકિયો કે ઓશિકું (Pillow) પણ હોય તો એના ઉપર અત્યંત શાંતિ પ્રદાન કરતી નિદ્રા આવે એ સ્વાભાવિક છે! મોટાભાગના ઘરમાં ઓશીકાને હંમેશા કવર (Pillow cover)માં રાખવામાં આવે છે. એ ઉપર-ઉપરથી તો સાફ લાગે છે પણ જેવું કવર દૂર કરીએ તો એની ઉપર કાળા કે પીળા ડાઘ જોવા મળે છે. એ જોઇને મન ખિન્ન બની જાય છે!

Washing Machine ,ઓશીકાની, સફાઇ, ક્લીન, ટિપ્સ

લાંબા સમયથી ઓશીકાને વાપર્યા કરવાથી એની ઉપર મેલ અને તેલના ગંદા પીળા કે કાળા ડાઘ જોવા મળે છે. આ ઉપરાંત, એ ગંદા થવાના અનેક કારણો હોય છે જેમ કે…માથાનો મેલ, પરસેવો, ભીના વાળ લઇને ઓશીકા પર ઊંઘવુ અને અન્ય જમા થતી ગંદકીથી ઓશીકું એકદમ પીળું કે કાળાશપડતું બની જાય છે.

આવા સંજોગોમાં આપણે વિચારીશું કે, બહુ બહુ તો એને તડકે તપાવી શકાય, પણ એવું નથી! એને સ્વચ્છ કરવું ઘણું જ જરુરી છે. તમે એને વોશ પણ કરી શકો છો. ઓશીકાને વોશિંગ મશીનમાં કેવી રીતે ધોવું અથવા તો હેન્ડ વોશ દ્વારા સાફ કઇ રીતે કરવું એ અંગેની ટિપ્સ અહિં જણાવવા જઇ રહ્યાં છીએ. આ ઉપયોગી નુસખાઓથી તમારો ગંદો તકિયો કે ઓશીકું નવા જેવું ચમકી ઉઠશે!

Washing Machine ,ઓશીકાની, સફાઇ, ક્લીન, ટિપ્સ

વોશિંગ મશીનમાં ઓશીકાને શી રીતે ધોવું? (How to Clean Pillow in Washing Machine)

આ માટે તમે કોઇ પણ માઇલ્ડ લિકિ્વડ સાબુ ઉપયોગમાં લઇ શકો છો. સામાન્ય કપડાની જેમ જ ફાઇબરથી બનેલા ઓશીકાને ધોઇ શકાય છે. પરંતુ જો કુદરતી રુથી બનેલું ઓશિકું હોય તો એ પાણીથી ન ધોવું, એને તમે તડકે તપાવી શકો છો!

જો તમે ઘરગથ્થુ નુસખા (Household Remedies) અજમાવવા માગતા હો તો આ માટે તમારે અડધો કપ બેકિંગ સોડા અને થોડું પાણી લેવાનું રહેશે. આ બંને વસ્તુઓને મિકસ કરીને એક ઘટ્ટ પેસ્ટ બનાવી લેવી.

હવે જ્યાં પણ જીદ્દી ડાઘ (Hard Stains) લાગેલા હોય એ ભાગ પર થોડી વાર લગાવીને રાખી મૂકો. લગભગ અડધા કલાક બાદ ઓશીકાને વોશિંગ મશીનમાં નાખીને જે રીતે કપડાને પાણીથી ધોઇએ એમ ધોઇ લેવા. આમ કરવાથી ઓશીકા કે તકિયા પર લાગેલા તમામ ડાઘ સરળતાપૂર્વક નીકળી જશે!

અહિં એ વાતનું અવશ્ય ધ્યાન રાખવું કે, ઓશીકાના ફાઇબર માં ઘણી વાર સાબુ રહી જતો હોય છે તો એને ફરી વાર એક્સ્ટ્રા રિંઝ કરી લેવું. આમ કરવાથી ફાઇબરવાળા ઓશીકામાંથી ડિટર્જન્ટ એને એની બદબૂ પણ નીકળી જશે!

Washing Machine ,ઓશીકાની, સફાઇ, ક્લીન, ટિપ્સ

પીળા ડાઘથી છૂટકારો કેમ મેળવવો?

જો ઓશીકા પર ઘણા પીળા અને બ્રાઉન ડાઘ દેખાય તો એમાં તમારે એક ભાગ લીંબુનો રસ (Lemon Juice) અને બે ભાગ નવશેકુ પાણી લઇને મિક્સ કરી લેવું અને એ બંનેને મિકસ કરીને એક સ્પ્રે બોટલમાં ભરો અને જ્યાં પણ પીળો ભાગ હોય ત્યાં સ્પ્રે કરી દેવોય હવે તકિયાને 2-3 કલાક તીવ્ર તાપમાં મૂકી દેવો. ત્યાર બાદ, નોર્મલ રીતે કોઇ પણ ડિટર્જન્ટનો ઉપયોગ કરીને ઓશીકાને વોશ કરી લો. આમ કરવાથી ઓશીકા પર લાગેલા પીળા ડાઘ કુદરતી રીતે ક્લીન થઇ જશે.

ઓશીકાની વાસ શી રીતે દૂર કરશો?

જો ઓશીકું ઘણું વધારે જૂનું હોય તો એને નોર્મલ વોશથી સ્વચ્છ કરવાનું થોડું કઠિન બની જાય છે. આથી તમે બેકિંગ સોડા અને સિરકા (Baking soda and Vinegar) અર્થાત્ વિનેગરનો ઉપયોગ કરીને એને સ્વચ્છ કરી શકો છો. આનાથી તકિયાની દુર્ગંધ દૂર થઇ જશે. આ ઉપરાંત, તમે માર્કેટમાં ઉપલબ્ધ પિલો પ્રોટેક્ટર (Pillow Protector) પણ ઉપયોગમાં લઇ શકો છો. એ પરસેવા અને તેલને અંદર જવા નહિં દે!

દર 3 મહિને એક વાર ઓશીકા અવશ્ય ધોવા જોઇએ. આમ કરવાથી તકિયા વધારે ગંદા નહિં થાય! આ 3 પૈકી કોઇપણ નુસખો અજમાવ્યા બાદ સારી રીતે તાપમાં સૂકવ્યા બાદ જ ઓશીકા કે તકિયાને વાપરવું હિતાવહ છે. જો સહેજ પણ ભીનું રહી ગયું હશે તો આ ફાઇબરના ઓશીકામાંથી દુર્ગંધ આવી શકે છે અને ફૂગ (Fungi)ની સમસ્યા પણ સર્જાઇ શકે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ ટિપ્સ કેવળ ફાઇબરથી બનેલા ઓશીકા કે તકિયા (Fiber Pillow) માટે છે, કુદરતી રુથી બનેલા ઓશીકા માટે આ નુસખા અજમાવવા નહિં. એવા તકિયા કે ઓશીકા માટે એ નુકસાનકારક સાબિત થઇ શકે છે.


આ પણ વાંચો: વોશિંગ મશીન ગંદુ થઇ જાય તો શું કરશો? આખા મશીનની સફાઇ થશે મિનિટોમાં…આ રહી ટ્રિક્સ…

આ પણ વાંચો: હેલમેટ ને અંદર-બહાર…બંને સાઇડથી સાફ કરો…ગંદકી, વાસ અને ફૂગને દૂર કરવાની સરળ 2 ક્લીનિંગ ટિપ્સ..!

આ પણ વાંચો: ગંદા મેલાઘેલાં પગ લૂછણિયાને ધોયા વિના શી રીતે સાફ કરશો? આ ટ્રિકસ અપનાવો…