બ્રિસ્ટોલ,
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાયેલી ટી-20 સિરીઝની ત્રીજી અને અંતિમ મેચમાં વિરાટ બ્રિગેડે ઇંગ્લેન્ડને 7 વિકેટે હરાવી રોમાંચક વિજય મેળવ્યો હતો. બ્રિસ્ટોલના કાઉન્ટી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાયેલી અંતિમ ટી-20માં સ્ફોટક ઓપનર બેટ્સમેન રોહિત શર્મા અને હાર્દિક પંડ્યાના ઓલરાઉન્ડર પ્રદર્શન સાથે ભારતીય ટીમે શાનદાર જીત મેળવી હતી.
https://twitter.com/Ledger_OffL/status/1015970989362909186
આ જીત સાથે ભારતીય ટીમે ત્રણ મેચની સિરીઝ 2-1થી જીતી લીધી છે, સાથે સાથે ટી- 20 ક્રિકેટમાં સતત છઠ્ઠી સિરીઝ પણ પોતાના નામે કરી છે.
પૂર્વ કેપ્ટન ધોનીનો એક કેચ પડ્યો ૨૫ લાખ રૂપિયામાં
ઈંગ્લેંડ સામેની મેચમાં ભારતે શાનદાર જીત મેળવી પરંતુ પૂર્વ કેપ્ટન એમ એસ ધોનીનો એક કેચ ૨૫ લાખ રૂપિયામાં પડ્યો હતો. હકીકતમાં, યજમાન ટીમની ઇનિંગ્સ દરમિયાન જયારે હાર્દિક પંડ્યા ૧૪મી ઓવરમાં બોલિંગમાં આવ્યો હતો ત્યારે આ ઓવરના બીજા બોલે ઈંગ્લેંડના કેપ્ટન ઇયોન મોર્ગને હવામાં શોટ લગાવ્યા બાદ આ કેચને પકડવા માટે આગળ ધોનીએ પ્રયત્ન કર્યો ત્યારે કેપ્ટન કુલે કેચ તો પકડ્યો પણ સાથે સાથે LED સ્ટમ્પ તોડી નાખ્યું હતું.
જો કે ધોનીએ જે LED સ્ટમ્પ તોડ્યું તેની કિંમત અંદાજે ૪૦,૦૦૦ ડોલર છે એટલે કે ૨૫ લાખ રૂપિયા. ત્યારે આ પ્રમાણે આ કેચ ૨૫ લાખ રૂપિયામાં પડ્યો હતો.
પૂર્વ કેપ્ટને આ વર્લ્ડ રેકોર્ડ પણ પોનાતા નામે કર્યા
STAT ALERT: @msdhoni becomes the first player to take five catches in a T20I.#ENGvIND pic.twitter.com/FkQjQBcM77
— BCCI (@BCCI) July 8, 2018
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન અને વિકેટકીપર એમ એસ ધોનીએ ઈંગ્લેંડ સામે રમાયેલી અંતિમ ટી-૨૦ મેચમાં બે વર્લ્ડ રેકોર્ડ પણ પોતાના નામે કર્યો છે. ત્રીજી મેચમાં ૫ કેચ ઝડપી એક ઇનિંગ્સમાં સૌથી વધુ કેચ પકડવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો છે.
આ ઉપરાંત કેપ્ટન કુલે ટી-૨૦ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ૫૦ કેચ પકડનાર દુનિયાના પહેલા વિકેટકીપર બની ગયો છે. ધોનીએ આ વર્લ્ડ રેકોર્ડ ૯૦મી મેચમાં હાંસલ કર્યો છે.
આ પહેલા ધોનીને આ રેકોર્ડ પોતાના નામે કરવા માટે માત્ર ૧ કેચની જરૂરત હતી. જો કે આ મેચમાં ૫ કેચ ઝડપવાની સાથે જ આ આંકડો ૫૪ પર પહોચ્યો છે.
