Lifestyle/ ઘરે બનાવો મસાલેદાર મશરુમ ભાજી, ઝટપટ બનતી ટેસ્ટી અને હૅલ્ધી રેસિપી..!

Mushroom Bhaji (મશરુમ ભાજી) અર્થાત્ મશરુમનું મસાલેદાર શાક ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. આ એક સરળ અને ઝટપટ બની જતી હૅલ્ધી રેસિપી છે…

Trending Food Health & Fitness Lifestyle
Mushroom Bhaji, મશરુમ ભાજી, હૅલ્ધી રેસિપી

Lifestyle: ઘરે મશરુમ બનાવવાનું ઘણાને ઝંઝટ ભરેલું કામ લાગતું હોય છે પણ તમે કદી Mushroom Bhaji (મશરુમ ભાજી) બનાવી છે ખરી? મશરુમ ભાજી (Mushroom Bhaji) એટલી સ્વાદિષ્ટ અને ફટાફટ બનતી હૅલ્ધી રેસિપી છે કે જો એક વાર તમે એ બનાવશો તો પછી અવાર-નવાર બનાવવાનું પસંદ કરશો! સૌથી સારી બાબત એ છે કે એને સામાન્ય રીતે ઘરમાં મળી રહેતી વસ્તુઓથી જ બનાવવામાં આવે છે. આ વાનગી કેવળ 10 થી 15 મિનિટમાં જ તૈયાર થઇ જાય છે.

મશરુમ ભાજી (Mushroom Bhaji) સ્વાદિષ્ટ અને હૅલ્ધી રેસિપી

મશરુમ (Mushroom)ને ઘણી જુદી-જુદી રીતે બનાવવામાં આવે છે, પણ મશરુમ ભાજી (Mushroom Bhaji) અર્થાત્ મશરુમનું મસાલેદાર શાક ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. આ એક સરળ અને ઝટપટ બની જતી વાનગી છે. ઉત્તમ વાત એ છે કે, એમાં સાધારણ મસાલા (Spices)નો ઉપયોગ કરવામાં આવતો હોવા છતાં મશરુમનો પોતાના સ્વાદ એટલો બહેતરીન હોય છે કે એને ખાઇને તમે આંગળા ચાટી જશો!

Mushroom Bhaji, મશરુમ ભાજી, હૅલ્ધી રેસિપી

મશરુમ ખાવાના ફાયદા

મશરૂમના વિચિત્ર બાહ્ય દેખાવને કારણે ઘણા લોકો એનું સેવન કરવાનું ટાળે છે. મશરૂમ એક નેચરલ સુપરફૂડ છે જેમાં અનેક જરૂરી પોષક હાજર હોય છે. તે ખાવામાં અત્યંત સ્વાદિષ્ટ હોવા ઉપરાંત, સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. એક સ્વસ્થ આહાર (Healthy Food) તરીકે આજકાલ અનેક લોકો એને આહારમાં આપનાવતા થયા છે.

મશરૂમ પર સંશોધન કરતી અમેરિકન સંસ્થા ‘ધ મશરૂમ કાઉન્સિલ’ (The Mashroom Counsil, America) અનુસાર, મશરુમમાં વિટામિન ડી, ફાઇબર, પ્રોટીન (Vitamin D, Fiber, Protein) ઉપરાંત, સેલેનિયમ, ગ્લુટાથિઓન અને એર્ગો થિઓનિન જેવા એન્ટીઑકિસડન્ટ હોય છે જે કોષને નુકસાન થવાથી બચાવે છે. આ ઉપરાંત, કેટલાક આવશ્યક ખનિજો અને અન્ય પોષક તત્ત્વો શરીરની રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામાં, હૃદયને સ્વસ્થ રાખવામાં અને પાચનતંત્રને (Heart Health & Digestion) સુચારુ રાખવામાં મદદ કરે છે. મશરૂમ્સમાં કેલરીનું પ્રમાણ ખૂબ ઓછું હોય છે, જેથી વેટ લૉસ જર્ની (Weight Loss Journey)માં પણ તે મદદરુપ હોય છે અને વજન ઘટાડવામાં પણ સહાયક છે. મશરુમના આટલા લાભ જોયા બાદ ચાલો હવે જાણીશું મશરુમ ભાજી (Mushroom Bhaji) બનાવવાની રેસિપી વિશે…

Mushroom Bhaji, મશરુમ ભાજી, હૅલ્ધી રેસિપી

શી રીતે બનાવશો મસાલેદાર મશરુમ ભાજી?

મશરુમ ભાજી (Mushroom Bhaji) રેસિપી બનાવવા માટે તમને આટલી સામગ્રી (Ingredients)ની આવશ્યકતા રહેશે.

સામગ્રી

મશરુમ 300 થી 400 ગ્રામ

લસણ 6 થી 7 કળી

કાળી ઇલાયચી 2 નંગ

ડુંગળી 1 નંગ

1 નાની ચમચી જીરું

2-4 નંગ કાળા મરી

2 નંગ લીલા મરચા

2 ઇંચનો આદુનો ટુકડો

3 નંગ ટમેટા

1 નાની ચમચી હળદર

1 ચમચી ધાણાજીરું પાવડર

1 ચમચી ગરમ મસાલો

1 ચમચી ચાટ મસાલો અથવા કિચનકિંગ મસાલો

આવશ્યકતા અનુસાર લીંબુનો રસ

સ્વાદાનુસાર મીઠું

વધાર માટે તેલ 2-3 ચમચી

Mushroom Bhaji, મશરુમ ભાજી, હૅલ્ધી રેસિપી

બનાવવાની વિધિ

1. સૌપ્રથમ ફ્રેશ મશરુમને પાણી વડે સાફ કરી લો અને એક સ્વચ્છ કપડાથી લૂછી લો.

2. જો મશરુમ મોટા હોય તો એને બે ભાગમાં સમારી લો.

3. એક તાવડીમાં તેલ ગરમ કરો અને એમાં મશરુમ ઉમેરો અને મધ્યમ તાપે ભૂરા ગુલાબી રંગના થાય ત્યાં સુધી શેકી લો.

4. હવે એને બહાર પ્લેટમાં કાઢી લેવા અને એ જ તાવડીમાં ઓલિવ ઓઇલ (Olive Oil, જૈતૂન તેલ) અથવા અન્ય વાસવિહીન તેલ ગરમ કરીને એમાં લસણની કળીઓ અને ઇલાયચી તથા કાળા મરીને શેકી લો. પછી એને કાઢી લો.

5. હવે આખું જીરુ અને સમારેલી ડુંગળી (Onion) નાખીને ગોલ્ડન કલરની થાય ત્યાં સુધી ધીમા તાપે શેકી લો.

6. હવે એમાં શેકેલી ઇલાયચી, કાળા મરી અને લસણની કળીઓને વાટીને એમાં ઉમેરી દો.

7. ત્યાર બાદ એમાં સમારેલું આદુ, લીલા મરચાં, ઝીણા સમારેલા ટમેટા (Tomatoes) ઉમેરો. તમે ઇચ્છો તો ટમેટાને મિક્સરમાં વાટીને ગ્રેવી બનાવીને ઉમેરી શકો છો.

8. હવે એમાં મીઠું (Salt) ઉમેરીને તેલ છૂટે ત્યાં સુધી થવા દો, પછી એમાં તમામ મસાલા ઉમેરી દો અને 1 મિનિટ સુધી શેકી લો. જરુર જણાય તો થોડું પાણી ઉમેરવું.

9. અંતે આ ઘટ્ટ ગ્રેવીમાં શેકેલા મશરુમને ઉમેરી અને સારી રીતે મિક્સ કરી લો. 4-5 મિનિટ સુધી ધીમા તાપે પકાવી લો.

10. અંતે જરુર મુજબ લીંબુનો રસ ઉમેરો અને ઝીણી સમારેલી કોથમીર ભભરાવી દો.

તો તૈયાર છે મશરુમ મસાલા ભાજી (Mushroom Bhaji)…જેને તમે રાઇસ કે રોટલી-પરોઠા સાથે ખાઇ શકો છો. આ સ્વાદિષ્ટ ચટપટી રેસિપી તમારું મન મોહી લેશે!


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: પંજાબી ઢાબા સ્ટાઈલ આલુ પરોઠા બનાવો…શિયાળાની જબરદસ્ત રેસિપી..!!

આ પણ વાંચો: તીખું ખાવાના શોખીન છો? તો બનાવો લસણની આ ચટાકેદાર ચટણી…