અવારનવાર ચર્ચામાં રહેતી કંગના રનૌત અત્યારે ફરી એક મોટી વાતને લઇને ચર્ચામાં છે. કંગના રનૌતે કહ્યું છે કે તેણે હિન્દુત્વના પક્ષમાં બોલવાની અને રાજકારણી, ‘ટુકડે ટુકડે’ ગેંગ અને રાષ્ટ્ર વિરોધી લોકો સામે અવાજ ઉઠાવવાની ભારે કિંમત ચૂકવી છે. આ ઉપરાંત ખુલ્લેઆમ બોલવાને કારણે તેને ઘણી બ્રાન્ડ્સની એડ પણ ગુમાવવી પડી હતી અને તેના કારણે તેને ખુબ મોટી માત્રામાં આશરે 30 થી 40 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું.
કંગના રનૌતે એલોન મસ્કના એક ન્યુઝ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે, જેમાં એલોન મસ્કએ કહ્યું છે કે હું જે ઈચ્છું તે કહીશ, ભલે તેના પરિણામે મને આર્થિક નુકસાન ભોગવવું પડે. આ નિવેદન શેર કરતી વખતે કંગનાએ પોતાને થયેલા આર્થિક નુકસાન વિશે વાત કરી.

કંગના રનૌતે લખ્યું, “આ સાચી સ્વતંત્રતા અને સફળતાનું પાત્ર છે. હિંદુત્વ માટે બોલવા, રાજકારણીઓ, રાષ્ટ્રવિરોધી, ટુકડે ગેંગ વિરુદ્ધ નિવેદનો આપવાનો ગેરલાભ એ હતો કે મને 20-25 બ્રાન્ડની એડમાંથી દૂર કરવામાં આવી છે. તેઓએ મને રાતોરાત કાઢી મૂકી અને જેના કારણે મને દર વર્ષે 30 થી 40 કરોડ રૂપિયાનું નુકસાન થાય છે.
View this post on Instagram
કંગનાએ દાવો કર્યો છે કે તેની સાથે આ બધું થયું હોવા છતાં તે આઝાદ છે અને તે જે કહેવા માગે છે તે બોલતા તેને કોઈ રોકી શકશે નહીં. પોસ્ટમાં તેણે એલોન મસ્કની પ્રશંસા કરતા કહ્યું કે દરેક વ્યક્તિ પોતાની કમજોરી બતાવે છે. અને એવામાં અમીરોએ તો પૈસા વિશે પણ વિચારવું જોઈએ.
કંગના રનૌતની ફિલ્મોની વાત કરીએ તો તે છેલ્લે વર્ષ 2022માં આવેલી ફિલ્મ ધાકડમાં જોવા મળી હતી. કંગનાએ તેની આગામી ફિલ્મ ઈમરજન્સીનું શૂટિંગ પૂર્ણ કરી લીધું છે. આ ફિલ્મમાં તેને પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મ આ વર્ષે રિલીઝ થશે. કંગનાએ કહ્યું છે કે જ્યારે ફિલ્મની રિલીઝને એક મહિનો બાકી છે ત્યારે તે આ ફિલ્મનું ટ્રેલર લોન્ચ કરશે. ટ્રેલરની સાથે રિલીઝ ડેટ પણ જાહેર કરવામાં આવશે.
આ પણ વાંચો : Cannes Film Festival/સારા અલી ખાન કરશે કાન્સ 2023માં ડેબ્યૂ , એરપોર્ટ પર જોવા મળી આ લૂકમાં
આ પણ વાંચો : શું ખરેખર તમન્ના ભાટિયા તેના બોયફ્રેન્ડ સાથે કાન્સ ફિલ્મ ફેસ્ટીવલમાં રેડ કાર્પેટ પર કરશે વોક?
આ પણ વાંચો : ટ્રાફિક પોલીસ મુંબઈ પોલીસ હવે કોઈને નહીં મુકે, હેલ્મેટ વિના બાઇક ચલાવવા પર આ સ્ટાર્સ પર થશે કાર્યવાહી
આ પણ વાંચો : વિવાદ/ ‘અસિત મોદીએ મારી સાથે કોઈ શારીરિક સંબંધ નથી બાંધ્યા પણ… જે કર્યું છે તે ખોટું છે
