કાન્સ ફિલ્મ દર વર્ષની જેમ આ વર્ષે પણ 16 મેથી શરૂ થયો છે. આ વખતે બોલિવૂડની ઘણી અભિનેત્રીઓ દુનિયાના સૌથી મોટા ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ લેવા જઈ રહી છે. અને આ વખતે કાન્સમાં કેટલીક નવી અભિનેત્રીઓ પણ જોવા મળશે, જેમાં અનુષ્કા શર્મા, માનુષી ચિલ્લર અને સારા અલી ખાનના નામ સામેલ છે. આ ઉપરાંત બોલીવુડના ચાહકો પણ તેમનો રેડ કાર્પેટ લુક જોવા બેતાબ થઇ રહ્યા છે.
આ ઉપરાંત 76મો કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ શરૂ થઈ ગયો છે અને તેમાં હાજરી આપવા માટે બોલીવુડ અભિનેત્રીઓ પણ રવાના થઈ ગઈ છે. 27 મે સુધી ચાલનાર આ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2023નું આયોજન ફ્રાન્સના ફ્રેન્ચ રિવેરા ખાતે કરવામાં આવ્યું છે. આ ફિલ્મ ફેસ્ટિવલમાં હોલિવૂડ એક્ટર્સની સાથે બોલિવૂડની પણ ઘણી સુંદરીઓ જોવા મળશે.
![]()
બોલિવૂડ અભિનેત્રી સારા અલી ખાન પણ આ વખતે કાન્સ 2023ના રેડ કાર્પેટ પર જોવા મળશે. સારા ગઈ કાલે રાત્રે ઈવેન્ટ માટે રવાના થઈ ગઈ હતી અને મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી.
![]()
એરપોર્ટ પરથી સારાનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં તે ફેન્સથી ઘેરાયેલી જોવા મળી રહી છે. સારા તેની કારમાંથી બહાર નીકળી એરપોર્ટ તરફ જાય છે. આ સાથે જ તેના ફેન્સ તેની તરફ જાય છે. અને તેની સાથે સેલ્ફી લેવા માટે લોકોની ભીડ ઉમટી પડે છે. જો કે, સારા પણ ધીરજપૂર્વક તેના ચાહકો સાથે કેમેરા સામે પોઝ આપતી જોવા મળે છે.
View this post on Instagram
આ સાથે જ જો વર્ક ફ્રન્ટની વાત કરીએ તો સારા અલી ખાને અભિષેક કપૂરની ફિલ્મ કેદારનાથથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. હાલમાં સારા ફિલ્મ ‘જરા હટકે જરા બચકે’ને લઈને ચર્ચામાં છે, જેમાં તેની સાથે વિકી કૌશલ લીડ રોલમાં જોવા મળશે. 2 જૂને રિલીઝ થવાની છે, વિકી અને સારા ઉપરાંત, આ ફિલ્મમાં રાકેશ બેદી, શારીબ હાશ્મી અને નીરજ સૂદ પણ છે. ફિલ્મ ‘જરા હટકે જરા બચકે’ ઉપરાંત સારા અલી ખાન ‘એ વતન મેરે વતન’, ‘મર્ડર મુબારક’ અને જગન શક્તિના અનટાઈટલ પ્રોજેક્ટમાં પણ વ્યસ્ત છે.
આ પણ વાંચો:પરિણીતી ચોપરા-રાઘવ ચઢ્ઢાની આવતીકાલે સગાઈ, પ્રિયંકાની માતાએ આપી આ પ્રતિક્રિયા, કહી મોટી વાત
આ પણ વાંચો:હોસ્પિટલમાં દાખલ થયો સિંગર પેપોન, બેડ પરથી શેર કરી ઈમોશનલ નોટ
આ પણ વાંચો:આગ કે કાવતરું! જે સ્ટુડિયોમાં તુનિષા શર્માનો મળ્યો હતો મૃતદેહ,તેબળીને થયો રાખ
આ પણ વાંચો:અબ્દુ રોજિક વિરુદ્ધ નોંધાઈ FIR, રેસ્ટોરન્ટમાં પિસ્તોલ લોડ કરતા મળ્યો હતો જોવા
