નવી દિલ્હીઃ અદાણી ગ્રૂપની મુખ્ય કંપની Railway Cargo-Record અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન લિમિટેડ (APSEZ)એ નવો રેકોર્ડ બનાવ્યો છે. કંપનીએ નાણાકીય વર્ષ 2022-23માં 120.51 MMT રેલ કાર્ગોનું સંચાલન કર્યું છે, જે પાછલા નાણાકીય વર્ષના 98.61 MMT કરતાં 22.2% વધુ છે.
રેલવેએ 14,000 કરોડની કમાણી કરી
અદાણી પોર્ટ્સે જણાવ્યા મુજબ ભારતીય રેલ્વેની જનરલ પર્પઝ વેગન ઈન્વેસ્ટમેન્ટ સ્કીમ (GPWIS) હેઠળ, રેલ દ્વારા હેન્ડલ કરવામાં આવતા કાર્ગોમાં વાર્ષિક 62% નો વધારો નોંધાયો છે. મુન્દ્રા પોર્ટે FY23 માં 15,000 થી Railway Cargo-Record વધુ કન્ટેનર ટ્રેનોનું સંચાલન કર્યું છે અને ભારતના EXIM (નિકાસ આયાત) ગેટવે તરીકે તેની સ્થિતિ મજબૂત કરી છે. નાણાકીય વર્ષ 2022-2023 માં APSEZ ભારતીય રેલ્વે માટે રેલ કાર્ગોથી લગભગ 14,000 કરોડ રૂપિયાની આવક મેળવી છે. નાણાકીય વર્ષ 2023 માં, મુન્દ્રા પોર્ટ દ્વારા સંચાલિત ડબલ-સ્ટૅક કન્ટેનર ટ્રેનોમાં 4.3% ની વૃદ્ધિ નોંધવામાં આવી છે.
ડબલ સ્ટેક લોડિંગનો ફાયદો
કંપની દ્વારા જારી કરવામાં આવેલી અખબારી યાદી જણાવે છે કે – ટ્રેનો પર કન્ટેનરનું ડબલ સ્ટેક લોડિંગ ઊર્જા કાર્યક્ષમ અને વિશ્વસનીય રીતે પરિવહન સુનિશ્ચિત કરે છે, એકંદર પ્રતિ યુનિટ ખર્ચ ઘટાડે છે અને ગ્રાહક સંતોષમાં સુધારો કરે છે. Railway Cargo-Record કંપનીના મીડિયા રીલીઝ મુજબ – આ પર્યાવરણને અનુકૂળ કામગીરી પ્રત્યે મુન્દ્રા પોર્ટની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. રેલ પરિવહનનો ઉપયોગ નૂર પરિવહનના કાર્બન ફૂટપ્રિન્ટને ઘટાડે છે, અને કન્ટેનર ટ્રેનોનું કાર્યક્ષમ સંચાલન વધારાના ટ્રક પરિવહનની જરૂરિયાત ઘટાડે છે. જેના કારણે કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો થાય છે.
આ પણ વાંચોઃ નીતિશ-મમતા/ ત્રીજો મોરચે રચવાની વાત કરતી મમતાએ કોંગ્રેસનો પાલવ પકડતા જેડી (યુ) ગીન્નાયુ
આ પણ વાંચોઃ સુપ્રીમ-સેબી-હિન્ડનબર્ગ/ સેબીને હિંડનબર્ગ કેસમાં તપાસ પૂર્ણ કરવા માટે વધુ ત્રણ મહિનાનો સમય મળ્યો
આ પણ વાંચોઃ Air India/ દિલ્હી-સિડની જઈ રહેલ ફ્લાઇટમાં એવું તો શું થયું છે મુસાફરો થયા ઘાયલ

