બનાસકાંઠા,
બનાસકાંઠા જિલ્લાના ભાભરના બાલોધણ ગામમાં અપહરણનો મામલો બહાર આવ્યો છે. આપને જણાવી દઈએ કે આ અપહરણ માતા અને પુત્રીનું કરવામાં આવેલું છે. આ ખબર બાલોધણ ગામમાં ચાલતા ગામમાં ચકચાર મચી ગયો છે.
મળતી માહિતી મુજબ, આ અપહરણ આજથી પાંચ દિવસ પહેલા કરવામાં આવેલું હતું. જેના કારણે અમરત દેસાઈએ આ મેડળે પોલીસને જાણ કરવા અર્થે ભાભર પોલીસ સ્ટેશનમાં અપહરણનો ગુનો નોંધાવ્યો હતો.
પરંતુ નિરાશાજનક વાત તો એ છે કે અપહરણ થવાના પાંચ દિવસ વીતી ગયા છતાં પણ તંત્ર દ્વારા અત્યાર સુધી આ મુદ્દે કોઈ ઠોસ કાર્યવાહી કરવામાં નથી આવી. તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી નહિ થવાના કારણે અંતે ફરિયાદી અમરત દેસાઈએ આત્મવિલોપનનની ચીમકી આપી છે. તેમને જણાવ્યું હતું કે જો તંત્ર દ્વારા કોઈ ઠોસ કાર્યવાહી કરવામાં નહિ આવે તો તે આત્મવિલોપન કરી લેશે.
આ કેસમાં કાર્યવાહી ના થવાના કારણે અમરત દેસાઈએ એસ.પી. કચેરી આગળ આત્મવિલોપન કરવાની ચીમકી ભરી છે. જયારે આપને જણાવી દઈએ કે ધોળા દિવસે બાલોધણ ગામમાં માતા અને પુત્રીનું અપહરણ કરી લેવામાં આવે છે અને આ મુદ્દે તંત્ર દ્વારા કોઇ ભાળ લેવામાં આવી નથી.
