Not Set/ કોણ છે સામાન્ય ખેડૂત પરિવારની દિકરી હિમા ? જેણે ગોલ્ડ મેડલ જીતી રચ્યો છે ઈતિહાસ 

ટેમ્પેયર, ફિનલેન્ડના ટેમ્પેયર શહેરમાં રમાઈ રહેલી આઈએએએફ વર્લ્ડ અન્ડર-૨૦ એથ્લેટિકસ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતી ભારતની હિમા દાસે ઈતિહાસ રચ્યો છે. રાટિના સ્ટેડિયમમાં રમાયેલી ફાઈનલ મેચમાં હિમા દાસે ૫૧.૪૬ સેકન્ડમાં જ પૂરી કરી ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો. હિમા દાસે આ ગોલ્ડ મેડલ જીતવાની સાથે જ એ ઉપલબ્ધિ હાંસલ કરી છે જે આ પહેલા લીજેંડ ખેલાડી મિલ્ખા સિંહ અને પીટી ઉષા […]

Trending Sports

ટેમ્પેયર,

ફિનલેન્ડના ટેમ્પેયર શહેરમાં રમાઈ રહેલી આઈએએએફ વર્લ્ડ અન્ડર-૨૦ એથ્લેટિકસ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતી ભારતની હિમા દાસે ઈતિહાસ રચ્યો છે. રાટિના સ્ટેડિયમમાં રમાયેલી ફાઈનલ મેચમાં હિમા દાસે ૫૧.૪૬ સેકન્ડમાં જ પૂરી કરી ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો.

હિમા દાસે આ ગોલ્ડ મેડલ જીતવાની સાથે જ એ ઉપલબ્ધિ હાંસલ કરી છે જે આ પહેલા લીજેંડ ખેલાડી મિલ્ખા સિંહ અને પીટી ઉષા પણ કરી ચુક્યા નથી.

કોણ છે હિમા દાસ :

ગોલ્ડ મેડલ જીતી ઈતિહાસ રચનાર હિમા દાસ મૂળ પૂર્વોત્તરના રાજ્ય અસમના નગાંવ જિલ્લાના ધિંગ ગામના રહેવાસી છે. તે હજી ૧૮ વર્ષના છે અને હિમા એક સાધારણ ખેડૂત પરિવારમાંથી આવે છે.

હિમાના પિતા ડાંગરની ખેતી કરે છે અને તેઓના પરિવારમાં ૬ બાળકો છે એમાં હિમા સૌથી નાની છે. હિમા પહેલાથી જ છોકરાઓ સાથે ફૂટબોલ રમતી હતી અને એક સ્ટ્રાઈકર તરીકે પોતાની ઓળખ ઉભી કરવા માંગતી હતી.

જો કે આ વચ્ચે મહત્વની વાત એ છે કે હિમા દાસે માત્ર ૨૦ વર્ષ પહેલા જ રેસિંગ ટ્રેક પર પોતાનું પગલું માંડ્યું હતું. આ ઉપરાંત આ ખેલાડી પાસે રૂપિયાની પણ કમી હતી, પરંતુ હિમાના કોચ નિપોન દાસે ટ્રેન કરીને આ મુકામ હાંસલ કરવા માટે મદદ કરી છે.

હિમા દાસના કોચના જણાવ્યા અનુસાર, “એથ્લીટ બનવા માટે હિમાએ પોતાના પરિવારને છોડીને અંદાજે ૧૪૦ કિલોમીટર દુર આવી રહેવું પડ્યું હતું”.

આ પહેલા હિમા દાસે એપ્રિલમાં રમાયેલા ગોલ્ડ કોસ્ટ કોમનવેલ્થ ગેમ્સમાં ૪૦૦ મીટરની રેસમાં હિમા દાસે છઠ્ઠું સ્થાન હાંસલ કર્યું હતું. આ સમયે હિમાએ ૪૦૦ મીટરની દોડ પૂરી કરવા માટે ૫૧.૩૨ સેકન્ડનો સમય લાગ્યો હતો.