Gandhinagar News/ ધોરણ 10-12 બોર્ડ વિદ્યાર્થીઓને મોટી રાહત, પરીક્ષા ફોર્મ ભરવાની મુદ્દતમાં વધારો

ગુજરાત બોર્ડે ધોરણ 10 અને 12ની પરીક્ષા (Exam) માટે ફોર્મ ભરવાની તારીખ લંબાવી. વિદ્યાર્થીઓ 24 ડિસેમ્બર સુધી ફોર્મ ભરી શકશે.

Breaking News Gandhinagar Gujarat Trending
Exam

Gujarat Board Exam : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને ધોરણ 12 સામાન્ય પ્રવાહની બોર્ડ પરીક્ષા (Exam)ને લઈને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. બોર્ડ દ્વારા પરીક્ષા (Exam) ફોર્મ ભરવાની અંતિમ તારીખમાં બે દિવસનો વધારો કરવામાં આવ્યો છે, જેથી રાજ્યના હજારો વિદ્યાર્થીઓને મોટી રાહત મળી છે.

24 ડિસેમ્બર સુધી (Exam) ફોર્મ ભરવાની તક

માર્ચ મહિનામાં યોજાનારી ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષા (Exam) ને ધ્યાનમાં રાખીને ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલી રહી હતી. અગાઉ નક્કી કરાયેલી સમયમર્યાદા પૂર્ણ થવાના આરે હતી ત્યારે વિદ્યાર્થીઓના હિતમાં બોર્ડ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. નવી સૂચના અનુસાર હવે વિદ્યાર્થીઓ 24 ડિસેમ્બર સુધી ઓનલાઈન પરીક્ષા ફોર્મ ભરી શકશે.

Exam

વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે મોટી રાહત

ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જો કોઈ પ્રકારની ભૂલ રહી ગઈ હોય તો શાળાના આચાર્યો 26 ડિસેમ્બર સુધી ઓનલાઈન સુધારા-વધારા કરી શકશે. નામ, વિષય, જન્મતારીખ સહિતની વિગતોમાં ભૂલ ન રહે તે માટે આ સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે.

સામાન્ય રીતે ફોર્મ ભરવાની પ્રક્રિયા દરમિયાન સર્વરની સમસ્યા, ટેકનિકલ ખામીઓ અથવા અન્ય કારણોસર કેટલાક વિદ્યાર્થીઓ સમયસર ફોર્મ ભરી શકતા નથી. આ બાબતને ધ્યાનમાં રાખીને બોર્ડ દ્વારા સમયમર્યાદા લંબાવવાનો નિર્ણય લેવાયો છે. આ બે દિવસના વધારાથી વિદ્યાર્થીઓ તેમજ વાલીઓને મોટી રાહત મળી છે.

26 ડિસેમ્બર સુધીમાં તમામ ડેટાની ચકાસણી

બોર્ડ  (Board) દ્વારા તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓને સૂચના આપવામાં આવી છે કે, નિયત સમયમર્યાદામાં તમામ પાત્ર વિદ્યાર્થીઓના ફોર્મ ભરી દેવામાં આવે. સાથે જ, કોઈ પણ પ્રકારની માહિતીમાં ભૂલ ન રહે તે માટે આચાર્યોએ 26 ડિસેમ્બર સુધીમાં તમામ ડેટાની ચકાસણી અને વેરિફિકેશન (Verification)  પૂર્ણ કરવાનું  રહેશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો : TET-1 પાસ ઉમેદવારોની માંગણીઓનો ઉકેલ ન આવતા ગાંધીનગરમાં આંદોલન, પોલીસે ટીંગાટોળી કરી અટકાયત

આ પણ વાંચો : TET-1 અને TET-2 ઉમેદવારોની પણ ભરતી પ્રક્રિયા ટૂંક સમયમાં ધરાશે હાથ

આ પણ વાંચો : અમદાવાદમાં TET-1ના બે પરીક્ષાર્થીને અકસ્માત: મેથ્સ પેપર અઘરું લાગતાં ઉમેદવારો મૂંઝવણમાં