Not Set/ લગ્નના એક દિવસ પહેલા જ વરરાજાને થયો કોરોના, થોડી જ મિનિટોમાં આ રીતે પતાવી પડી વિધિ

કોરોના વાયરસનો કહેર ભારતમાં વધી રહ્યો છે. ત્યારે અનેક રાજ્યોમાં લૉકડાઉનલાગૂ કરવામાં આવ્યું છે. લોકો નિયમોનું પાલન પણ કરી રહ્યાં છે.

Gujarat Vadodara

કોરોના વાયરસનો કહેર ભારતમાં વધી રહ્યો છે. ત્યારે અનેક રાજ્યોમાં લૉકડાઉનલાગૂ કરવામાં આવ્યું છે. લોકો નિયમોનું પાલન પણ કરી રહ્યાં છે. કોરોના ગાઈડલાઈન્સનું પાલન કરીને લોકો લગ્ન બંધનમાં બંધાઈ રહ્યાં છે. ત્યારે વડોદરાથી એક ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે જ્યાં કોરોના પોઝિટીવ આવ્યા બાદ પણ વરરાજો લગ્ન કરવા પહોંચ્યો હતો. વડોદરા જિલ્લામાં આવેલા એક ગામે નક્કી થયેલ લગ્નની તારીખના એક દિવસ અગાઉ વરરાજા કોરોના સંક્રમિત થયો હતો. ત્યારે કોરોના સંક્રમિત વર અને કન્યાના અરમાનો પર કોરોના ગ્રહણ લાગી જવા પામ્યું હતું. વરરાજાને કોરોના શરૂઆતના તબક્કામાં હોય બંને પક્ષની સહમતિ અને ડોક્ટરની જરૂરી સાવચેતી સાથેની સૂચના અનુસાર સોશિયલ ડિસ્ટન્સ રાખી કોઈપણ જાતની લગ્નવિધિ કર્યા વિના માત્ર 5 થી 10 મિનિટ વરરાજા આવી લગ્નની ઔપચારિક વિધિ કરી હતી. સાથે જ સલામતીના ભાગરૂપે કન્યાને પિતાના ઘરે જ રાખી પોતાના ઘરે રવાના થયા હતા.

આપને જણાવી દઈએ કે, વડોદરામાં સ્વામિનારાયણ સંપ્રદાયના હરિભક્તોમાં અત્યંત શ્રધ્ધાપૂર્વક નામ લેવામાં આવે છે તે ગામમાં રહેતા પરિવારની પુત્રી સાથે વડોદરા શહેરમાં રહેતા સ્વામિનારાયણ સંપ્રદાયના જ યુવક સાથે લગ્ન નક્કી થયા હતા. છેલ્લા ત્રણ માસથી લગ્નની પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી હતી. વર અને કન્યાના બંને પક્ષના પરિવારજનોમાં લગ્નપ્રસંગે આમંત્રણની પત્રિકાઓ પણ વહેંચી દેવામાં આવી હતી. સોશિયલ ડિસ્ટન્સ જાળવી કોરોના ગાઈડલાઈન મુજબ અનુસરી બંને પક્ષના સગા વ્હાલ આમંત્રિતોને જમણવારથી માંડી આગતા સ્વાગતાનું આયોજન પણ કરી દેવામાં આવ્યુ હતુ. દરમિયાન અચાનક જ રંગમાં ભંગ પાડતો હોય તેમ બન્ય હતુ.

આ પણ વાંચો :કોંગ્રેસ નેતા હાર્દિક પટેલનાં પિતાનું કોરોનાથી નિધન

તા. 5 મે ના રોજ લગ્ન તારીખ નક્કી કરવામાં આવી હતી. પરંતુ લગ્નના બે ત્રણ દિવસ પહેલા વરરાજાને શારીરિક કમચોરી અને શરદી તાવ જેવું રહેતા તેમણે કોરોના ટેસ્ટ કરાવવાનું નક્કી કર્યું હતું. આ બાજુ કન્યા પક્ષે લગ્ન ની પુરજોશ માં તૈયારીઓ ચાલતી હતી. અને કન્યાને પીઠી પણ ચઢાવી દેવામાં આવી હતી. પરંતુ લગ્નના આગલા દિવસે વરરાજનો કોરોના પોઝીટીવ રિપોર્ટ આવતા વર વધુના અરમાનો પર પાણી ફરી વળ્યાં હતાં.

આ પણ વાંચો :દીકરીના મિત્ર માટે વિલન બન્યો પિતા, ત્રાસથી કંટાળી યુવકનો આપઘાત

રિપોર્ટમાં કોરોનાની અસર શરૂઆત તબક્કામાં હોય સોશિયલ ડિસ્ટન્સ રાખી હાથમાં મોજા પહેરી લગ્નની ચાર પાંચ વ્યક્તિની હાજરીમાં કોઈ પણ જાતની લગ્ન વિધિ કર્યા વિના ફક્ત લગ્નની ફોરમાલિટી કરવાનું બંને પક્ષે નક્કી કરતા સોશિયલ ડિસ્ટન્સ રાખી બંને પક્ષે ચાર પાંચ વ્યક્તિઓની હાજરીમાં સરકારની ગાઈડલાઈન પ્રમાણે કોઈ પણ જાતની લગ્ન વિધિ કર્યા વિના સમાજની રીતે કહેવાતા લગ્ન સંપન્ન થયા હતાં. કોરોના સંકમિત વરરાજા ફક્ત પાંચ દશ મિનિટ રોકાઈ પોતાની પત્નીને પિતાના ઘરે રાખી પરત વડોદરા રવાના થયા હતા. આ અનોખા લગ્નમાં વરરાજા નવવઘુ ગોર મહારાજ અને બંને પક્ષના વડિલો ઉપરાંત ફેમિલી ડોક્યર ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો :4704 માતાઓ નવજાત શિશુઓ માટે બની મા યશોદા,વુમન મિલ્ક બેંકમાં દુધનું દાન