New Ministers New Bunglow/ ભુપેન્દ્ર પટેલની સરકારના નવા પ્રધાનોને થઈ બંગલાની ફાળવણી

ગુજરાતની નવી ચૂંટાયેલી સરકારના મંત્રીઓને પહેલા ઓફિસ પછી હવે બંગલાનો મેળ પડ્યો છે. આમ વિધાનસભા ચૂંટણી પૂરી થયાના એક મહિના બાદ તથા મંત્રી બન્યાના પખવાડિયા પછી આ પ્રધાનોના બંગલાનો મેળ પડ્યો છે. વિધાનસભા અધ્યક્ષ સહિતના મંત્રીઓને થઈને કુલ 23 બંગલાઓનીફાળવણી કરવામાં આવી છે.

Top Stories Gujarat

New Ministers New Bunglow: ગુજરાતની નવી ચૂંટાયેલી સરકારના મંત્રીઓને પહેલા ઓફિસ પછી હવે બંગલાનો મેળ પડ્યો છે. આમ વિધાનસભા ચૂંટણી પૂરી થયાના એક મહિના બાદ તથા મંત્રી બન્યાના પખવાડિયા પછી આ પ્રધાનોના બંગલાનો મેળ પડ્યો છે. વિધાનસભા અધ્યક્ષ સહિતના મંત્રીઓને થઈને કુલ 23 બંગલાઓની (New Ministers New Bunglow)ફાળવણી કરવામાં આવી છે.

આ પહેલા અમિત શાહ રહેતા હતા તે 23 નંબરનો બંગલો (New Ministers New Bunglow) કોઈને ફાળવવામાં આવ્યો નથી. અગાઉ વિપક્ષના નેતાને ફાળવવામાં આવેલો બંગલો મૂળુભાઈ બેરાને ફાળવવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે મુખ્યપ્રધાન તરીકે ભુપેન્દ્ર પટેલ યથાવત્ રહ્યા હોવાથી તેમનો બંગલો યથાવત્ છે. તેની સાથે અગાઉની સરકારમાં પ્રધાન રહેલા હર્ષ સંઘવી, ઋષિકેશ પટેલ અને મુકેશ પટેલના બંગલા યથાવત છે.

મંત્રીઓ, વિધાનસભા અધ્યક્ષ, દંડક, નાયબ દંડક સહિત કુલ 23 બંગલાઓની ફાળવણી (New Ministers New Bunglow)કરવામાં આવી છે. પણ 23 નંબરનો બંગલો કોઈને પણ ફાળવવામાં ન આવતા આશ્ચર્ય થયું છે. આ સાથે નવી સરકારના આ પ્રધાનો રહેશે તે પણ નિશ્ચિત થઈ ગયું છે. તેથી આગામી સમયમાં આ મંત્રીઓની સરકારમાં સક્રિયતા જોવા મળે તેવી પૂરેપૂરી સંભાવના છે.

આ વખતે વિપક્ષના નેતાનું પદ પણ હજી સુધી નિશ્ચિત થયું નથી. કેન્દ્રમાં ભાજપની સરકારે જે રીતે વિપક્ષમાં કોઈને પદ આપ્યું ન હતું તે જ પ્રકારની પરિસ્થિતિનું ગુજરાતની વિધાનસભામાં નિર્માણ થયું છે. ગુજરાતમાં કોંગ્રેસ પાસે આજે વિપક્ષના નેતા બનાવાય તેટલી પણ સંખ્યા નથી. આ સંજોગોમાં હવે વિપક્ષના નેતાને બંગલો મળવાની વાત જ અસ્થાને રહે છે.

આવી જ સ્થિતિનું નિર્માણ આજથી 38 વર્ષ પહેલા માધવસિંહ સોલંકીની સરકારે 149 વિધાનસભ્યો સાથે ચૂંટાઈને આવી ત્યારે થયું હતું. તે સમયે પણ વિપક્ષના નેતા પદ માટે કોઈ દાવેદાર ન હોય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. પણ તેના પછી આંતરિક વિખવાદ સર્જાતા પાંચ વર્ષમાં આ જ કોંગ્રેસ 149 બેઠક પરથી 33 બેઠક પર આવી ગઈ હતી તે હકીકત છે.

ભાજપ પણ કોંગ્રેસની આ દુર્દશામાંથી કોઈ બોધ ગ્રહણ કરી શકે તો સારુ, નહી તો 157 બેઠક આપનારી ગુજરાતની પ્રજા જો આપવામાં આવેલા વચનો પૂરા નહી કરવામા આવે તો ભાજપના હાલ પણ કોંગ્રેસ જેવા કરી શકે છે. તેથી હવે ભાજપે પ્રજાના વચનો તથા વિશ્વાસ પર ખરા ઉતરવાનું છે.

એર ઇન્ડિયાની ફલાઇટમાં નશામાં ધૂત વ્યક્તિએ મહિલા સાથે કર્યું આવું કૃત્ય,જાણો

PM મોદીએ બ્રિટનના રાજા સાથે આ મુદ્દાઓ પર કરી વાત,જાણો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે કેબિનેટ બેઠક, બજેટ અને G-20 પર થશે ચર્ચા