Lifestyle: દાદી અને નાનીના નુસખાઓને અનુસરીએ તો ગરમીમાં કાચી ડુંગળી (Raw Onion)નું સેવન કરવું ઘણું જ ફાયદાકારક છે જેથી લૂ (Heatstroke)થી બચી શકાય! પરંતુ શું ખરેખર દરરોજ કાચા કાંદા ખાવા દરેક વ્યક્તિ માટે લાભદાયક છે ખરાં?
ઉનાળા (Summer Season)ની ગરમીમાં અને વિશેષ કરીને જૂન-જુલાઇમાં ઉત્તર ભારત, ગુજરાત અને રાજસ્થાનના અનેક ભાગોમાં પારો 40 ડિગ્રીને વટાવી જાય છે અને આ સંજોગોમાં આવી કાળઝાળ ગરમીથી બચવા માટે ખાણી-પીણીમાં પરિવર્તન ઘણું જ જરુરી છે. દાદી અને નાનીના નુસખાઓને અનુસરીએ તો ગરમીમાં કાચી ડુંગળીનું સેવન કરવું ઘણું જ ફાયદાકારક છે જેથી લૂ (Heatstroke)થી બચી શકાય! પરંતુ શું ખરેખર દરરોજ કાચા કાંદા ખાવા દરેક વ્યક્તિ માટે લાભદાયક છે ખરાં? વિજ્ઞાન આ અંગે શું કહે છે એ વિશે નિષ્ણાત પાસેથી જાણીશું…

કાચી ડુંગળીનું સેવન યોગ્ય કે નહિં? (Raw Onion Benefits)
નિષ્ણાત ડાયાટિશિયન (Dietician)ના મત અનુસાર, ડુંગળી માત્ર સ્વાદ વર્ધન માટે જ નથી ખવાતી પણ એ હૅલ્થ માટે પણ અત્યંત ફાયદાકારક છે. એમાં સલ્ફર યૌગિક અને ક્વારસેટિન (Sulfur Compounds and Quercetin) જેવા શક્તિશાળી એન્ટીઓક્સિડન્ટ્સ પ્રાપ્ત થાય છે જે શરીરની કોશિકાઓનું નુકસાન થવાથી રક્ષા કરે છે. આ ઉપરાંત, એ સોજા ઓછા કરવામાં પણ સહાયક સિદ્ધ થાય છે. નિષ્ણાતોના મતે, ડુંગળી શરીરમાં ઑક્સિડેટિવ સ્ટ્રેસને ઓછો કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે અને એનાથી અનેક ક્રોનિક બીમારીઓનું જોખમ ઘટે છે. ગરમીની સિઝનમાં નિયમિત રીતે કાચી ડુંગળીને ખાવાથી બીપી નોર્મલ રહે છે. તો ચાલો હવે એક્સપર્ટ્સ પાસેથી સમજીએ કે, શી રીતે ડુંગળીનું સેવન ગરમીમાં સ્વાસ્થ્ય માટે ઉપયોગી છે.
રિસર્ચ શું કહે છે?
કેટલાય રિસર્ચ (Scientific Research)માં એ વાત સાબિત થઇ ચૂકી છે કે, એમાં રહેલા વિશિષ્ટ રસાયણો કાળઝાળ ગરમી અને લૂ સામે આપણા રક્ષણાત્મક કવચ તરીકે કાર્ય કરે છે. તો ઘટકો વિશે જાણીએ…

1. ક્વારસેટિન-એક શક્તિશાળી ફ્લેવોનોઇડ
ગરમીની સિઝનમાં કાચી ડુંગળી ખાવી સ્વાસ્થ્ય માટે લાભકારક છે. કેટલાય રિસર્ચમાં એ વાત સાબિત થઇ ચૂકી છે કે એમાં રહેલા વિશિષ્ટ રસાયણો કાળઝાળ ગરમી અને લૂ સામે આપણા રક્ષણાત્મક કવચ તરીકે કાર્ય કરે છે. ‘જર્નલ ઑફ બાયોકેમેસ્ટ્રી એન્ડ ન્યુટ્રિશન’ (Journal of Clinical Biochemistry and Nutrition) અનુસાર, ડુંગળીમાં ક્વારસેટિન નામનું એક શક્તિશાળી ફ્લેવોનોઇડ હોય છે જે શરીરના આંતરિક તાપમાનને સંતુલિત રાખવામાં સહાયક સિદ્ધ થાય છે. ગરમીમાં જ્યારે બહારનું તાપમાન વધે છે ત્યારે ડુંગળીનો અર્ક (Onion extract) પ્રસ્વેદ ગ્રંથિઓને સક્રિય કરીને શરીરને કુદરતી રીતે ઠંડુ રાખવામાં મદદ કરે છે.
2. એલિસીન- સલ્ફરયુક્ત યૌગિક
ડુંગળીમાં સલ્ફરયુક્ત યૌગિક જેમ કે એલિસીન (Allicin) હોય છે જે બ્લડ સર્ક્યુલેશનમાં સુધારો કરે છે. ગરમીમાં મોટાભાગે લોહી ઘટ્ટ થઇ જાય છે અથવા તો નસોમાં ખેંચાણ અનુભવાય છે, ડુંગળી એને રોકવામાં મદદ કરે છે. ગરમીમાં પરસેવાના કારણે શરીરમાંથી ખનીજો બહાર નીકળી જાય ત્યારે ડુંગળી આ ઇલેક્ટ્રોલાઇટ્સની ભરપાઇ કરે છે જેથી થાક અને નબળાઇ મહેસૂસ નથી થતી.
3. ફાઇબર- પાચન માટે બહેતર
ડુંગળીમાં હાજર ફાઇબર (Fiber) ગુડ બેક્ટેરિયા માટે ભોજનનું કામ કરે છે. એનાથી આંતરડાનું સંતુલન બહેતર થાય છે અને પાચન તંત્ર મજબૂત બને છે અને હૅલ્ધી પાચન એ આખા શરીરના સ્વાસ્થ્ય માટે અત્યંત આવશ્યક છે. એ નિયમિત ખાવાથી ગૅસ, અપચો અને એસિડિટી (Gas, Indigestion, Acidity)નું પ્રમાણ ઓછું થાય છે.

4. બ્લડ ક્લોટિંગનું પ્રતિરોધક
ડુંગળીમાં કુદરતી બ્લડ થિનિંગના ગુણધર્મ હોય છે જે લોહીને પાતળું રાખવામાં મદદરુપ થાય છે. એનાથી નસોમાં લોહી ગંઠાવાનું જોખમ (Blood Clotting Risk) ઓછું થાય છે અને હૃદય સાથે સંલગ્ન રોગોનું જોખમ પણ ઘટે છે. એ બ્લડ સર્ક્યુલેશનને બહેતર કરે છે અને હૃદયને હૅલ્ધી (Healthy Heart) રાખવામાં મદદ કરે છે.
5. સોજાને ઓછા કરે છે
ડુંગળીમાં હાજર એન્ટિઑક્સિડન્ટ્સ શરીરમાં સોજા (Swelling)ને ઓછા કરવામાં મદદ કરે છે અને જેથી જૂની બીમારીઓનું જોખમ ઓછું થાય છે.
દરેક વ્યક્તિનું શરીર ભિન્ન હોય છે, પ્રકૃતિ પણ જુદી-જુદી હોય છે આથી દરરોજ અડધાથી એક કાચી ડુંગળી ખાવી યોગ્ય રહેશે. જો કોઇને એસિડીટી, ગેસ અથવા તો આંતરડાની સંવેદનશીલ બીમારી (Irritable Bowel Syndrome) જેવી સમસ્યાઓ હોય તો કાચી ડુંગળી ખાતા અગાઉ ડૉક્ટર અથવા તો ડાયાટિશિયનની સલાહ અવશ્ય લેવી.
Disclaimer: આ લેખની માહિતી નિષ્ણાત દ્વારા સૂચવેલી કેવળ સામાન્ય જાણકારી છે. સ્વાસ્થ્યને લગતી કોઈ પણ સમસ્યા અંગે તબીબી સલાહ અવશ્ય લેવી.
આ પણ વાંચો: પોતે પણ ખાઓ અને બાળકોને પણ ખવડાવો…આ કાળઝાળ ગરમીમાં ફટાફટ બનાવો બુંદીનું રાયતુ..!
આ પણ વાંચો: હળદર કેવળ કિચનનો મસાલો નથી, દવા છે! ન્યુટ્રિશનિસ્ટ પાસેથી જાણીએ એના 8 જાદુઇ સ્વાસ્થ્ય લાભ વિશે…
આ પણ વાંચો: આમળા કેન્ડીનો મુખવાસ, છે ઇમ્યૂનિટી વર્ધક…ઘરે બનાવવાની અત્યંત સરળ રેસિપી…
