Not Set/ પરિવારની ચિંતા કર્યા વિના કોરોનાગ્રસ્તની સેવામાં વ્યસ્ત સ્વિપર

જે દર્દીઓના સગા ન હોય તેમના સગા બને છે તો કોઈના મિત્ર બની તેમને ઝડપથી સ્વસ્થ થાય માટે સાર સંભાળ રાખી સાચવી ફરજ અને સેવા બન્ને કરી રહ્યા છે.

Gujarat Trending

પાટણ જિલ્લામાં કોરોનનો કહેર ખુબજ ઝડપથી વધી રહ્યો છે ત્યારે પાટણની ધારપુર હોસ્પિટલની મંતવ્ય ન્યૂઝની ટીમે મુલાકાત લેતા સેવા પરમો ધર્મના સાચા દેવદૂત ગણાતા સ્વિપરો એક ઉમદા સેવા કાર્ય કરી રહ્યા હોવાના દ્રશ્યો જોવા મળ્યા હતા. કોરોનાના દર્દીની ઘરમાં પરિવારના સભ્યો સાર સંભાળ કરતાં ભય અનુભવતા હોય છે. પરંતુ કોઈપણ સંબંધ વગર ધારપુર સિવિલમાં છેલ્લા એક વર્ષથી કોરોનાના દર્દીઓને જમાડવાથી લઇ સાર સંભાળ અને અંતે કોઈનું મૃત્યુ થાય તો તેનો મૃતદેહ પેકીંગ માટેની કામગીરી પાંચ સુપરવાઈઝર ઠાકોર રાકેશભાઈ, ઠાકોર અમરતભાઈ, દેસાઈ સેધાભાઈ,પરમાર નરેશભાઈ, પરમાર સાગરભાઈ અને 220 સ્વીપર દિવસ રાત કરી રહ્યા છે.

જે દર્દીઓના સગા ન હોય તેમના સગા બને છે તો કોઈના મિત્ર બની તેમને ઝડપથી સ્વસ્થ થાય માટે સાર સંભાળ રાખી સાચવી ફરજ અને સેવા બન્ને કરી રહ્યા છે. ત્યારે આ કર્મચારીઓની ક્યાંય નોંધ લેવાઈ રહી નથી. પરમાર નરેશભાઈએ જણાવ્યું હતું કે દર્દીના કોઈ સગા વ્હાલા ન હોઈ તો વધુ જવાબદારી પૂર્વક તેની સંભાળ લઈએ અને તેની જોડે રહીને સારવાર કરાવીએ છીએ.કેટલીક વાર મૃતદેહ લેવા તેના પરિવાર જનો ન આવતા તેમની સન્માન ભેર કર્મચારીઓ મળી સિદ્ધપુર ખાતે તેની અંતિમ વિધિ કરાવીએ છીએ.સ્વીપર અને સુપરવાઈઝર સતત કોરોના સંક્ર્મણમાં આવવાના ભય વચ્ચે પણ ડર વગર લોકોની સેવા કરીએ છીએ.કોરોના વોર્ડમાં દર્દીના સગા બની કામ કરીએ છીએ.

ધારપુર કોવિડ હોસ્પિટલમાં ફરજ બજાવતા તબીબો સહિતના સમગ્ર સ્ટાફ દ્વારા રાત દિવસ જોયા વિના અને પોતાના આરોગ્યની ચિંતા કર્યા વગર કોરોના પોઝિટિવ દર્દીઓની સારવાર કરી કોરોના વોરિયર્સ તરીકે પ્રશંસનીય ફરજ બજાવી રહ્યા છે. પોતાના પરિવારથી દુર રહીને કોરોના પોઝિટિવ દર્દીઓની સેવા કરી રહ્યો છે. મેડિકલ ઓફિસર ડો મનીષ રામાવતે પોતાની વ્યથા ઠાલવતાં કહ્યું હતું કે, હું મારા ઘર પાસેથી પસાર પણ થાઉં છું, પણ ઘરમાં જવની હિંમત થતી નથી.