Zomato on Indore test: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર ગાવસ્કર ટ્રોફીની ત્રીજી ટેસ્ટ મેચ ઈન્દોરમાં રમાઈ રહી છે. આ મેચના પહેલા જ દિવસે 14 વિકેટ પડી હતી, જે બાદ પિચ પર સવાલો ઉઠવા લાગ્યા હતા. મેચના પહેલા જ દિવસે સ્થિતિ એવી હતી કે ટીમ ઈન્ડિયાએ પહેલા સેશનમાં જ 84 રનમાં 7 વિકેટ ગુમાવી દીધી હતી અને આખી ટીમ 109 રનમાં જ સમેટાઈ ગઈ હતી. આ સાથે જ પ્રથમ દિવસની રમતના અંત સુધીમાં ઓસ્ટ્રેલિયન ટીમે પણ 4 વિકેટ ગુમાવી દીધી હતી. આ મેચના પહેલા જ દિવસે 14 વિકેટ પડી ગયા બાદ ચાહકોએ સોશિયલ મીડિયા પર ઈન્દોરની પીચને ટ્રોલ કરી હતી. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચ પર સોશિયલ મીડિયા પર ફની મીમ્સ બનાવવામાં આવી રહી છે, પરંતુ આ આખા મામલામાં ખાવાના શોખીન લોકોએ સૌથી વધુ ધ્યાન ખેંચ્યું.
પ્રખ્યાત ફૂડ ડિલિવરી એપ્લિકેશન Zomato એ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી ઈન્દોર ટેસ્ટ મેચ પર ફૂડી ટ્વિસ્ટ શેર કર્યો છે. ઈન્દોરની પિચની હાલત પર ટિપ્પણી કરતાં તેણે લખ્યું કે, ‘આ પિચમાં જલેબી #IndvsAus કરતાં વધુ ટર્ન છે.’ આ ટ્વિટ પર ફેન્સે ઉગ્ર પ્રતિક્રિયા આપી હતી. ભારતીય ક્રિકેટ ચાહકોને Zomatoનું આ ટ્વીટ ખૂબ પસંદ આવ્યું અને તેના પર પોતાની પ્રતિક્રિયા આપી. એક ટ્વિટર યુઝરે લખ્યું કે, Zomato ક્યારેય અમારું મનોરંજન કરવામાં નિષ્ફળ જતું નથી. જ્યારે અન્ય એક યુઝરે લખ્યું કે, ઝોમેટો આપણા દુ:ખને ભૂખમાં ફેરવી દે છે. સોશિયલ મીડિયા પર ચાહકોએ ઈન્દોરની પિચને લઈને ખૂબ જ રમુજી મીમ્સ બનાવ્યા.
there is more turn on this pitch than on a jalebi #IndvsAus
— zomato (@zomato) March 1, 2023
https://twitter.com/web2rug/status/1630795552299569152
Marketing levels 💯💯📈
— Anonymous (@Saksham03653425) March 1, 2023
Sahi pakde😭🤣
— 🍂 (@Shree45_) March 1, 2023
આ પણ વાંચો: Bollywood/અભિનેત્રી સુષ્મિતા સેનને આવ્યો હાર્ટ એટેક, બોલિવૂડ ઈન્ડસ્ટ્રી અને ફેન્સ આઘાતમાં
આ પણ વાંચો: ના હોય!/દિલ્હી મેટ્રોના તમામ સ્ટેશનોની મુલાકાત કરી આ વ્યક્તિએ પોતાનું નામ નોધાવ્યું ‘ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ’માં
આ પણ વાંચો: આકરા પ્રહારો/‘મને લાગ્યું કે તેઓ ભારતને એક કરવા માટે કરાચી કે લાહોર જઈ શકે છે’ રાજનાથ સિંહે સાધ્યું રાહુલ ગાંધી નિશાન
