Tech News: આજના સમયમાં WhatsApp કેવળ ચેટિંગ સુધી સીમિત નથી રહ્યું પરંતુ કૉલિંગ માટે પણ કરોડો લોકો આ એપ પર ભરોસો કરે છે. આ સંજોગોમાં કંપની સતત નવા-નવા ફીચર લાવીને યૂઝર્સના અનુભવને બહેતર બનાવવાની કોશિશ કરતી રહે છે.
WhatsApp ફીચર કૉલિંગને વધુ સરળ બનાવશે
હવે WhatsApp એક એવું ફીચર લાવવાની તૈયારીમાં છે જે ખાસ કરીને કૉલિંગને વધુ સરળ અને ક્લિયર બનાવી દે છે. આ ફીચરની સહાયતાથી આસપાસ મોટા અવાજો આવતા હોય અથવા ઘોંઘાટ હોય તો પણ સામેવાળી વ્યક્તિને તમારો અવાજ સાફ અને ક્રિસ્ટલ ક્લીયર સંભળાશે.
WhatsApp જે નવા ફીચર પર કામ કરી રહ્યું છે એ સાથે જોડાયેલું ફીચર છે. એનો અર્થ એ છે કે કૉલ દરમિયાન, આસપાસનો વધારાનો અવાજ કે ઘોંઘાટ આપમેળે જ ઓછો થઇ જશે અને તમારો અવાજ સ્પષ્ટ સંભળાશે! આનાથી તમારો કૉલિંગ એક્સપીરિયન્સ પહેલાથી ઘણો બહેતર થઇ શકે છે.

ભીડ અને ઘોંઘાટમાં પણ ક્રિસ્ટલ ક્લીયર અવાજ
આ ફીચરની સૌથી મોટી વિશેષતા એ છે કે, એ રિયલ-ટાઇમમાં કામ કરશે. અર્થાત્ જો તમે સડક, કાફે કે કોઇ પણ ભીડભાડવાળી જગ્યાએથી કૉલ કરતા હો તો બેકગ્રાઉન્ડનો અવાજ (Background Voice) આપમેળે જ ઓછો થઇ જશે અને સામેવાળી વ્યક્તિને કેવળ તમારો જ અવાજ સંભળાશે! આ ફીચર ખાસ કરીને એવા લોકો માટે ઉપયોગી છે જે મોટાભાગે બહાર રહેતા હોય અથવા તો એમનું કામ જ એવા વાતાવરણમાં હોય જ્યાં શોરગુલ વધારે હોય! જેમ કે, ફિલ્ડ જોબ કરનારા લોકો, ટ્રાવેલ કરનારા યુઝર્સ અથવા તો ભીડવાળી જગ્યાઓ પર કામ કરનારા લોકો!
કોઇ પણ ઝંઝટ વિનાનો સરળ વપરાશ
આ ફીચરનો ઉપયોગ કરવા ઘણો જ સરળ રહેશે. યૂઝર્સને આ માટે કોઈ અલગ એપ અથવા તો ડિવાઇઝની જરુર નહિં રહે…આ સુવિધા ડાયરેક્ટ WhatsApp ની અંદર જ ઉપલબ્ધ રહેશે અને વોઇસની સાથે-સાથે વીડિયો કૉલ (Video Call)માં પણ લાગુ પડશે.

યૂઝર્સના કંટ્રોલમાં રહેશે આ ફીચર
જો કે, આ ફીચર ડિફોલ્ટ રુપે ઑન રહેશે…પરંતુ યૂઝર્સ ઇચ્છે તો એને સરળતાથી ઑન અથવા તો ઑફ પણ કરી શકશે. કૉલ દરમિયાન, એનો કંટ્રોલ પ્રોવાઇડ કરવામાં આવશે જેને તમારી જરુરિયાતના હિસાબે તમે વાપરી શકશો.
આ પણ વાંચો: હવે બાળકોના WhatsApp પર રહેશે માતા-પિતાનો કંટ્રોલ! આવી રહ્યું છે ‘Parent-Managed Accounts’ ફીચર
આ પણ વાંચો: એક લિંક, એક નંબર અને આખું WhatsApp એકાઉન્ટ હેક! CERT-In ની મોટી ચેતવણી
આ પણ વાંચો: સિમ વગર ચાલતા WhatsApp-Telegram પર લાગશે રોક! સાયબર ક્રાઈમ રોકવા સરકારનો કડક નિયમ
