Rajkot Election News: ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને (Local Body Elections) લઈને રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. રાજકોટમાં ટિકિટ ફાળવણીને લઈને લાંબા સમયથી ચાલી રહેલી અટકળો અને સસ્પેન્સનો આખરે અંત આવ્યો છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને મળેલી પ્રદેશ ચૂંટણી સમિતિની બેઠકમાં ચર્ચા-વિચારણાના અંતે આ નામો પર આખરી મહોર મારવામાં આવી છે.
Rajkot : કઈ કઈ સંસ્થાઓ માટે ઉમેદવારો જાહેર થયા?
પ્રદેશ મહામંત્રી અને મુખ્ય મથક પ્રભારી ડૉ. પ્રશાંત કોરાટ દ્વારા જાહેર કરાયેલા આ સત્તાવાર લિસ્ટમાં નીચે મુજબની પંચાયતો અને પાલિકાનો સમાવેશ થાય છે:
જિલ્લા પંચાયત: રાજકોટ જિલ્લા પંચાયતની વિવિધ સીટોના ઉમેદવારો.
તાલુકા પંચાયત: ગોંડલ, રાજકોટ, ઉપલેટા, જામકંડોરણા, જસદણ અને વીંછિયા તાલુકા પંચાયતની બેઠકો માટે ઉમેદવારો જાહેર.
નગરપાલિકા: ગોંડલ નગરપાલિકાના વિવિધ વોર્ડની બેઠકો માટે ઉમેદવારોનું લિસ્ટ.
રાજકોટ મનપા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની બેઠકો માટે જાહેર થયેલા ભાજપના ઉમેદવારોની વોર્ડ-વાઇઝ સંપૂર્ણ યાદી નીચે મુજબ છે..

