દિલ્લી
ભારતીય જનતા પાર્ટીના નેતા શત્રુધ્ન સિંહા પીએમ મોદી પર નિશાનો સાધ્યો છે. નવા વર્ષના દિવસે પીએમ મોદીએ આપેલા ઇન્ટરવ્યુને લઈને તેમણે પોતાનું નિવેદન આપ્યું છે અને આ ઈન્ટરવ્યુંને સ્ક્રિપટેડ અને કોરિયોગ્રાફડ કહ્યું છે.
દેશના વડાપ્રધાન કે જેઓ આજ સુધી કોઈ દિવસ પ્રેસ કોન્ફરન્સ કરતા નથી તેમનું નવા વર્ષે એએનઆઈ દ્વારા લીધેલા ઈન્ટરવ્યુંએ સૌ કોઈને અચંબામાં મૂકી દીધા હતા. ગુરુવારે બીજેપીના શોટગને એક સાથે જ ઘણા બધા ટ્વીટ કર્યા હતા. તેમણે એક જાન્યુઆરીએ થયેલ પીએમ મોદીના ઇન્ટરવ્યુને સ્ક્રિપટેડ કહ્યું હતું.
Sir, we all saw your well scripted, choreographed, well researched & rehearsed TV interview on Monday evening. With due respect to the anchor, wonder lady, Smita Prakash @smitaprakash, isn't it high time & the right time to enhance your image as an able & capable leader taking
— Shatrughan Sinha (@ShatruganSinha) January 3, 2019
બીજેપીના શોટગને લખ્યું છે કે, ‘ સર, અમે બધાએ તમારું સ્ક્રિપટેડ, કોરિયોગ્રાફડ, રીસર્ચ અને રીહર્સ કરેલું ઈન્ટરવ્યું જોયું. એન્કર સ્મિતા પ્રકાશ માટે પુરા સમ્માન સાથે એક પ્રશ્ન છે કે શું આ સાચો સમય નથી , જયારે તમારે સીધા સ્પષ્ટ સવાલો લઈને એક સક્ષમ અન યોગ્ય નેતાની છબી પેશ કરવી જોઈએ.’
candid extempore questions? We know you don't want to face them but at least have the courage to answer questions from the tall statesman Yashwant Sinha @YashwantSinha & learned journalist #ArunShourie. Though you came across cool & composed in your interview, it was not as
— Shatrughan Sinha (@ShatruganSinha) January 3, 2019
આગળ લખ્યું છે કે , ’ અમને ખબર છે કે તમે તેનો સામનો નહી કરી શકો પરંતુ યશવંત સિંહા અને અરુણ શૌરી જેવા મોટા નેતાઓને જવાબ આપવાનું સાહસ તો રાખો.’
convincing or at par with your earlier performances. In the past all Hon'ble PMs have had Press Conferences but Sir, you haven't had even one in your tenure of 4.5 yrs. Why Sir? Let's have genuine journalists without the 'Sarkari' mindset & not your regular 'Raag Darbari' clan.
— Shatrughan Sinha (@ShatruganSinha) January 3, 2019
વધુમાં તેમણે કહ્યું છે કે , ’તમારી પહેલાના વડાપ્રધાન પ્રેસ કોન્ફરન્સ કરતા હતા. પરંતુ તમે છેલ્લા સાડા ચાર વર્ષોમાં તમારા કાર્યાલયમાં એક પણ પ્રેસ કોન્ફરન્સ નથી કરી. કેમ સર ? સરકારી માઈન્ડસેટ અને રાગ દરબારી જેવા પત્રકારોને છોડીને અસલી પત્રકારોને ચાન્સ આપો.’
Are you uncomfortable to face/take on TV anchor, journalist Ravish Kumar @ravishndtv & consulting editor, The Wire, Vinod Dua @VinodDua7? Why are different people leaving us despite 'Sab ka Saath Sab ka Vikas', 'Ram Janam Bhoomi' etc.? Let's come clean in the New Year, being
— Shatrughan Sinha (@ShatruganSinha) January 3, 2019
બીજેપીના નેતાએ લખ્યું છે કે શું તમે ટીવી અને ટીવીના એન્કર જેમ કે રવીશ કુમાર ની સામે આવવામાં સુરક્ષિત નથી અનુભવતા ?તમે એમ કહી રહ્યા છો કે સબ કા સાથ, સબ કા વિકાસ તો અમને લોકોને છોડીને કેમ જાઓ છો ?
bold, honest & transparent without dramatic effects. I very humbly suggest as a friend, colleague & brother this food for thought. Accept it, good for you & the nation, but if you reject it then may God Bless us. Elections are around the corner,Sir. Long Live Democracy! Jai Hind!
— Shatrughan Sinha (@ShatruganSinha) January 3, 2019
છેલ્લા ટ્વીટમાં તેમણે લખ્યું કે, ‘ એક ભાઈ, સહયોગી અને ભાઈની રીતે પીએમને આ વિચારને સ્વીકાર કરવો જોઈએ, જેનાથી આખા દેશનું ભલું થશે. અને જો નહી તો ભગવાન તમારી રક્ષા કરે, ટૂંક સમયમાં ચૂંટણી આવવાની જ છે. લોકતંત્ર અમર રહે.’
