Amreli News/ ‘ફક્ત રસ્તાઓ જ તૂટતા નથી, ભરોસો પણ તૂટે છે’

રાજ્યમાં ખરાબ રસ્તાઓને (Bad Road) લઈને લોકોના જાગેલા જનઆક્રોશના પગલે ભાજપના નેતાઓ પણ તેનું પ્રતિબિંબ પાડવા મંડ્યા છે. ભાજપના નેતા ડો. ભરત કાનાબારે (Dr Bharat Kanabar) નવા બનેલા અને તૂટી ગયેલા રસ્તાઓને લઈને ટ્વીટ કર્યુ છે કે નવા બનેલા રસ્તાઓ તૂટે છે અને ભુવા પડે છે ત્યારે ફક્ત રસ્તા તૂટતા નથી ભરોસો પણ તૂટે છે.

Gujarat Others Breaking News

Amreli News: રાજ્યમાં ખરાબ રસ્તાઓને (Bad Road) લઈને લોકોના જાગેલા જનઆક્રોશના પગલે ભાજપના નેતાઓ પણ તેનું પ્રતિબિંબ પાડવા મંડ્યા છે. ભાજપના નેતા ડો. ભરત કાનાબારે (Dr Bharat Kanabar) નવા બનેલા અને તૂટી ગયેલા રસ્તાઓને લઈને ટ્વીટ કર્યુ છે કે નવા બનેલા રસ્તાઓ તૂટે છે અને ભુવા પડે છે ત્યારે ફક્ત રસ્તા તૂટતા નથી ભરોસો પણ તૂટે છે.

આ પ્રકારનું નબળું કામ કરનારા કોન્ટ્રાક્ટરને (Contractor) દંડ ફટકારવાથી જ વાત પૂરી થઈ જતી નથી. કોન્ટ્રાક્ટરનો દંડ ચૂકવી દેશે અને પછીના કોન્ટ્રાક્ટમાંથી રકમ વસૂલી લેશે. પણ આ કામગીરીનું સુપરવિઝન કરવાની જવાબદારી છે તેવો સરકારી પગાર લેતા એન્જિનિયરો અને અન્ય કર્મચારીઓને આ ખરાબ રસ્તા બદલ દંડ કરવામાં કેમ આવતો નથી. હવે જો તેઓ પૂરતી જવાબદારી નીભાવતા ન હોય કે નીભાવવા અક્ષમ હોય તો આટલો જંગી પગાર શેનો લે છે.

આવા રસ્તા પર હડદોલા ખાતા ખાતા પસાર થતો આમ આદમી ખાલી મનમાં બબડતો રહેશે તો ક્યારેય તેની હાડમારીનો અંત આવશે નહિ. તેણે તો જ્યાં જ્યાં નબળું કામ થતું હોય ત્યાં ત્યાં તેની સામે નીડરતાથી અવાજ ઉઠાવવો પડશે ! “આપ મૂઆ વિના સ્વર્ગે ના જવાય” તેમ પોતાના હકોની લડાઈ તો લોકોએ જાતે જ લડવી પડશે. તેમણે આ સંદર્ભમાં વડાપ્રધાન મોદીજીને ટેગ કરીને ટવીટ કર્યુ છે.

ખરાબ રસ્તા કંઈ ફક્ત એક જ શહેરની વાત નથી, દરેક શહેરની વાત છે. અમરેલી જેવા નાના શહેરોમાં લોકોને જો સારા રસ્તા ન મળે અને તેઓએ તેના માટે તલસવું પડે તે ક્યાંની વાત છે. આ બાબત ફક્ત ચોમાસા પૂરતી જ સીમિત નથી. આ કાયમની રડારોળ છે. આ દિશામાં કોઈ નક્કર કાર્યવાહી કરવાનો સમય આવી ગયો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ભરૂચમાં મુખ્ય રસ્તાઓ જ બિસ્માર થતાં લોકોને હાલાકી અને ટ્રાફિક જામ

આ પણ વાંચો: અમદાવાદ:વિપક્ષએ કોર્પોરેશન સામે કરી પોલીસમાં અરજી શહેરના ખરાબ રોડ અને ભૂવાઓને લઈને પોલીસમાં અરજી શહેરમાં ઠેર ઠેર જગ્યાએ પડયા છે 50 થી વધુ ભુવા વિપક્ષ નેતા રેલી લઈને

આ પણ વાંચો: રાજકોટ: હાઇવે ઓથોરિટીને નોટિસ ખરાબ રોડ મુદ્દે જીલ્લા કલેકટરે ફટકારી નોટિસ રાજકોટ,અમદાવાદ,ગોંડલ હાઇવે બિસ્માર રોડ-રસ્તા રીપેરીંગમાં બેદરકારીને લઇ નોટિસ નબળી કામગીરીને લઇ પણ

આ પણ વાંચો: સુરતમાં માંડવીનાં ધારાસભ્ય દ્વારા ચક્કાજામ , MLA આનંદ ચૌધરી દ્વારા ચક્કાજામ , ખરાબ રોડ રસ્તાને લઈ કરાયો વિરોધ , કીમ-માંડવી રાજ્યધોરી માર્ગ પર ઠેર-ઠેર ખાડા , છેલ્લે 2010માં માર્ગનું થયું હતું