Bharuch-Bad road/ ભરૂચમાં મુખ્ય રસ્તાઓ જ બિસ્માર થતાં લોકોને હાલાકી અને ટ્રાફિક જામ

ભરૂચમાં ચોમાસાના લીધે મુખ્ય રસ્તાઓ જ બિસ્માર થવાના લીધે લોકોને ભારે હાલાકી પડી રહી છે અને ત્રાહિમામ પોકારી ગયા છે. તેના લીધે દરરોજે મોટાપાયા પર ટ્રાફિક જામ પણ જોવા મળી રહ્યો છે.

Top Stories Gujarat
Bharuch bad road ભરૂચમાં મુખ્ય રસ્તાઓ જ બિસ્માર થતાં લોકોને હાલાકી અને ટ્રાફિક જામ

ભરૂચઃ ભરૂચમાં ચોમાસાના લીધે Bharuch-Bad road મુખ્ય રસ્તાઓ જ બિસ્માર થવાના લીધે લોકોને ભારે હાલાકી પડી રહી છે અને ત્રાહિમામ પોકારી ગયા છે. તેના લીધે દરરોજે મોટાપાયા પર ટ્રાફિક જામ પણ જોવા મળી રહ્યો છે.

ભરૂચના પાંચબત્તીથી બાયપાસ ચોકડી સુધીના બિસ્માર રસ્તાના પગલે હાલના ચોમાસાના દિવસોમાં ટ્રાફીકજામની સમસ્યા સર્જાઈ છે. રસ્તા પર મસમોટા ખાડા હોવાના કારણે ટ્રાફિકજામની સમસ્યાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ છે. ભરૂચ નગરના પાંચબત્તીથી બાયપાસ સુધીનો રસ્તો એ મુખ્ય રસ્તો છે.

મુખ્ય માર્ગોના સમારકામ અંગે પણ ભરૂચ Bharuch-Bad road નગરપાલિકા દ્વારા સદંતર બેકાળજી અને બેદરકારી દર્શાવવામાં આવતી હોવાથી આ રસ્તો દિન-પ્રતિદિન બિસ્માર થઈ રહ્યો છે. અગાઉ પણ ભરૂચના સામાજીક કાર્યકર અબ્દુલ કામઠીએ આજ વિસ્તારના રસ્તાઓ અંગે અલ્ટીમેટમ આપ્યુ હતુ. નવાઈની બાબત એ છે કે પાંચબત્તીથી મહંમદપુરા અને બાયપાસ ચોકડી સુધીના રસ્તાનું વારંવાર સમારકામ કરવામાં આવે છે. જંગી ખર્ચ કરવા છતાં આ વિસ્તારના રસ્તા ટકાઉ સાબિત થતા નથી.
આવી પરિસ્થિતિમાં હાલમાં ચોમાસાના દિવસોમાં ખાડાઓમાં વરસાદી પાણીનો ભરાવો થતાં ટ્રાફિકની સમસ્યા વધુ ગંભીર બને છે અને તેથી જ વાહનચાલકો પણ કફોડી પરિસ્થિતિમાં મુકાઈ જાય છે.

ગટર અંગે ખાડા ખોદયા પરંતુ કામગીરી અધૂરી
ભરૂચના પાંચબત્તીથી બાયપાસ ચોકડી સુધીના Bharuch-Bad road રસ્તા પર તંત્ર દ્વારા ઠેકઠેકાણે ગટર અંગે ખાડા ખોદવામાં આવ્યા છે. આવા વિસ્તારોમાં મહંમદપુરા વિસ્તારનો પણ સમાવેશ થાય છે જયાં ગટર અંગે ખાડા ખોદયા બાદ તંત્ર દ્વારા કામગીરી અંગે વેઠ ઉતારી હોય તેમ ખાડા યોગ્ય રીતે પુરવામાં આવ્યા નથી તેથી સાંકડો રસ્તો વધુ સાંકડો બની ગયો છે અને જાણે કે વન-વે હોય તેવી પરિસ્થિતિનું સર્જન થયુ છે.

ફ્લાયઓવર બ્રિજની કામગીરી હવે શરૂ થવાની Bharuch-Bad road તૈયારી છે, ત્યારે તંત્ર દ્વારા જુદા જુદા સાત જેટલા ડાયવર્ઝન રૂટ જાહેર કરી દેવાયા હોવા છતાં ડાયવર્ઝન રૂટ અંગેની કામગીરી અધૂરી રહી છે. હવે ડાયવર્ઝન રૂટમાં પણ એટલી જ તકલીફ પડવાની છે ત્યારે અત્યારથી જ જો ડાયવર્ઝન રૂટની કામગીરી યોગ્ય રીતે નહીં થાય તો ટ્રાફીક અંગેની વધુ સમસ્યા સર્જાય તેમ લાગી રહ્યુ છે.

આ પણ વાંચોઃ India-West Indies Test Series/ ભારત-વિન્ડીઝ બીજી ટેસ્ટઃ કોહલી 500મી મેચને યાદગાર બનાવશે

આ પણ વાંચોઃ Iskon accident-Compensation/ઇસ્કોન અકસ્માતમાં મરનારાને ચાર-ચાર લાખની અને ઇજાગ્રસ્તોને 50 હજારની સહાય

આ પણ વાંચોઃ Iskon Bridge Accident/પિતા ગેંગરેપનો આરોપી અને પુત્ર તથ્ય પટેલ નવનો જીવ લેનારો ખૂની

આ પણ વાંચોઃ નબીરાઓ બેફામ/અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર ગમખ્વાર અકસ્માત: 160ની સ્પીડે આવી રહેલી કારે એકસાથે 9 લોકોને કચડી નાખ્યાં

આ પણ વાંચોઃ jarat/ગુજરાતમાં ‘પુષ્પા’ સ્ટાઈલથી દારૂની હેરાફેરી, એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડ પાસેથી સેંકડો બોટલો જપ્ત