રીપોર્ટર@વિશાલ મહેતા, અમદાવાદ
ગુજરાતના અમદાવાદમાં સ્પીડના કહેરથી 9 લોકોના મોત થયા છે. આ અકસ્માત અમદાવાદના SG હાઈવે પર થયો હતો, જ્યાં બેકાબૂ ઝડપે દોડી રહેલી જગુઆર હાઈવે પર ડઝનેક લોકો પર ચડી ગઈ હતી. આ અકસ્માતમાં 9 લોકોના કરૂણ મોત નિપજ્યા હતા.

ગુજરાતના અમદાવાદમાં સ્પીડના કહેરથી 9 લોકોના મોત થયા છે. આ અકસ્માત અમદાવાદના SG હાઈવે (SG highway) પર થયો હતો, જ્યાં બેકાબૂ ઝડપે દોડી રહેલી જગુઆર હાઈવે પર ડઝનેક લોકો પર ચડી ગઈ હતી. આ દુર્ઘટનામાં 9 લોકોના કરૂણ મોત થયા છે, જ્યારે અન્ય ઘણા લોકો ઘાયલ થયા છે. જણાવવામાં આવી રહ્યું છે કે એસજી હાઈવે પર એક ટ્રકે થાર વાહનને ટક્કર મારી હતી. અકસ્માત બાદ ડ્રાઈવર ટ્રક લઈને ફરાર થઈ ગયો હતો. અકસ્માતને પગલે હાઇવે પર લોકોના ટોળેટોળા એકઠા થઇ ગયા હતા. ત્યારે પાછળથી બેકાબૂ ઝડપે આવી રહેલી જગુઆર ભીડમાં હાજર લોકો પર ફરી વળી કચડી નાખ્યાં.

મૃત્યુ પામેલાઓમાં પોલીસ કોન્સ્ટેબલ અને હોમગાર્ડનો પણ સમાવેશ થાય છે.અમદાવાદના એસજી હાઈવે પર આવેલા ઈસ્કોન બ્રિજ (Iscon Bridge) પર આ અકસ્માત થયો હોવાની માહિતી મળી રહી છે. જેમાં જગુઆર વાહને બ્રિજ પર ઉભેલા લોકોને કચડી નાખ્યા હતા. એક ઝડપી વાહને ટક્કર મારતાં 9 લોકોનાં ઘટનાસ્થળે જ મોત થયાં હતાં. મૃતકોમાં એક પોલીસ કોન્સ્ટેબલ અને એક હોમગાર્ડ જવાનનો પણ સમાવેશ થાય છે. મૃતકોમાં બોટાદ અને સુરેન્દ્રનગરના યુવાનોનો પણ સમાવેશ થાય છે. તે જ સમયે, લગભગ 10થી વધુ લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે.

અકસ્માતને કારણે ભીડ એકઠી થઈ ગઈ હતી. ત્યારે જગુઆર વાહન લગભગ 120 કિમી પ્રતિ કલાકની ઝડપે ત્યાં આવી અને હાઇવે પર ઉભેલા લોકોને કચડી નાંખ્યા. આ કારની સ્પીડ એટલી વધારે હતી કે ડ્રાઈવર વાહન પર કાબૂ રાખી શક્યો ન હતો. આ અકસ્માતમાં વાહનના ચાલક હકીકત પટેલને પણ ઈજાઓ પહોંચી છે.. નબીરો મોટા બિલ્ડરનો પુત્ર હોવાની વિગત સામે આવી છે.. સાથે જ અકસ્માત સર્જનાર તથ્ય પટેલ 2020 ના રાજકોટ ગેંગરેપ કેસના આરોપી ગોતા પ્રજ્ઞેશ પટેલનો પુત્ર હોવાની માહીતી આવી સામે ત
નબીરો મોટા બિલ્ડરનો પુત્ર હોવાની વિગત સામે આવી
જેગુઆર કાર તથ્ય પટેલ નામનો શખ્સ ચલાવતો હતો
અકસ્માત જોવા ઉભેલા ટોળાંને જેગુઆર કારે કચડ્યા#Isconbridgeaccident #Ahmedabad #Gujarat #Mantavyanews @AhmedabadPolice https://t.co/PkfWRHD8An— Mantavya News (@Mantavyanews) July 20, 2023
