Not Set/ 24 કલાકમાં વધુ એક શરમજનક ઘટના, અહીં 23 વર્ષીય નર્સ સાથે એકલતાનો લાભ લઇ થયો છેડતીનો પ્રયાસ

રાજકોટમાં સિવિલ હોસ્પિટલમા સારવાર લઈ રહેલ વૃદ્ધા સાથે હોસ્પિટલના કર્મચારીએ બળાત્કાર કરવાની કોશિશ કરી હોવાની ઘટના સામે આવી છે. હજુ તેને 24 કલાક પણ નથી થયા ત્યારે વડોદરામાં વધારે એક કિસ્સો પાવીજેતપુર તાલુકાના કરાવી

Gujarat

રાજકોટમાં સિવિલ હોસ્પિટલમા સારવાર લઈ રહેલ વૃદ્ધા સાથે હોસ્પિટલના કર્મચારીએ બળાત્કાર કરવાની કોશિશ કરી હોવાની ઘટના સામે આવી છે. હજુ તેને 24 કલાક પણ નથી થયા ત્યારે વડોદરામાં વધારે એક કિસ્સો પાવીજેતપુર તાલુકાના કરાવી ગામમાં સામે આવ્યો છે, જેમાં દવાખાનામાં કામ કરીને ફરજ પૂર્ણ કરી અને નર્સ પોતાના ધર તરફ જઈ રહી હતી આ વખતે અજાણ્યા કારચાલકે તેની એકલતાનો લાભ લઇ અને છેડતી કરવાનો પ્રયાસ કર્યો છે.રોજ દિવસ ઉગે અને એ પ્રકારની વિચિત્ર ઘટનાઓ સામે આવી રહી છે જે સાંભળીને પણ ચોંકી જવાય છે.આ ઘટના પરથી એવું લાગી રહ્યું છે કે હવે ગુજરાતમાં સ્ત્રીઓની સુરક્ષા પર જોખમ ઊભું થયું છે.ફરી આવી ઘટનાઓના કારણે રાજ્યની છબી પણ ખંડિત થાય છે.

Delhi Woman Nurse jumped from running auto after attempt to rape - News Nation

આ વિશે મળતી માહિતી પ્રમાણે પાવીજેતપુર તાલુકાના કરાલી વિસ્તારની 23 વર્ષની એક નર્સબેન બોડેલી મુકામે એક ખાનગી દવાખાનામાં નર્સ તરીકેની સેવા બજાવતી હોઇ, 27 એપ્રિલના રોજ સાંજના સમયે પોતાની નોકરીથી છુટી સવા છ વાગ્યાના અરસામાં ઢોકલીયા ત્રણ રસ્તા ઉપર પોતાના ઘરે જવા માટે વાહનની રાહ જોઇને ઉભા રહ્યા હતા. દરમિયાન એકાદ કલાક પછી એક ઈકો ગાડી નંબર જી.જે.05 જે. એલ. 3217નો ચાલક પોતાની ગાડી લઈને આવી જણાવેલ કે હું કલારાણી તરફ્ જઉ છું આવવું હોય તો ચાલો તેમ કહેતા નર્સ તેમજ કલારાણીના અન્ય બે પેસેન્જર ઈકો ગાડીમાં બેઠા હતા. કલારાણી ગાડી પહોંચતા તેમાંથી કલારાણીના પેસેન્જરો ઉતરી ગયા હતા.

Leaked: Sawla NHIA Manager Allegedly 'Fingers' A Nurse In An Attempt To Rape Her

વધુમાં ગાડી ચાલકે જણાવ્યું હતું કે મારે હજુ આગળ જવાનું છે તેથી નર્સબેને કહ્યુ કે મારા ગામ નજીક ઉતારી દેજો. કલારાણીથી ગાડી નીકળી ત્યારે નર્સ બેને કહ્યું કે મારા ગામે ઉતારી દેજો જે પણ થતું હોય એટલું ભાડું લઈ લો કહી 20 રૂપિયા ગાડી ચાલકને આપ્યા હતા. પરંતુ તેને ભાડું લીધુ નહીં. નર્સનું ગામ નજીક આવતા ગાડી ઉભી રાખવા જણાવવા છતાં ગાડી ઉભી રાખી નહીં. રસ્તામાં જ્યાં ઝાડિયો હતી તેની પાસે ગાડી ઉભી રાખી નર્સને બાથમાં પકડી લેતા, નર્સે બૂમાબૂમ કરી હતી.ગાડી ચાલકે નર્સના જમણા ગાલ ઉપર લાફે મારી દીધો હતો. નર્સે બંને હાથ વડે જોરથી ધક્કો મારી ગાડી ચાલકના હાથમાંથી છટકી જઈ ગાડીનો દરવાજો ખોલી ત્યાંથી બૂમાબૂમ કરતી ભાગી હતી

Teacher rapes 14-year-old pupil | The Herald

આ ઉપરાંત ગાડી ચાલકે પોતાની ગાડી રિવર્સ કરી નર્સ તરફ્ લઈ આવતા હતા તેમજ તે સમયે જણાવેલ કે જો તું કોઈને કહીશ તો તને મારીશ તેમ જ ગાળો બોલી ધમકી આપવા લાગ્યો હતો. આ સમયે નર્સે બુમાબુમ કરતા આજુબાજુના ગામના કેટલાક માણસો દોડી આવ્યા હતા.ઈકો ગાડીના ચાલકે માણસો આવતા જોઈ પોતાની ગાડી સ્થળ ઉપર મૂકી જંગલ તરફ્ નાસી ગયો હતો. રાત્રીના સાડા આઠની આસપાસ બનેલી આ ઘટના અંગે નર્સે કરાલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા ઈકો ગાડીના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ઘટનાની તપાસ કરાલી પીએસઆઇ આર. જે. ચોટલિયા કરી રહ્યા છે.