Not Set/ 2,654 કરોડ રૂપિયાનું બેંક કૌભાંડ કરનાર ભટનાગર ત્રિપુટીની ઉદેપુરથી ધરપકડ

ગાંધીનગર, વડોદરાની કંપની ડાયમંડ પાવર ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ(DPIL)ના પ્રમોટર્સ જેમના પર બેન્કોને 2,654 કરોડનો ચૂનો લગાવવાનો આરોપ છે, તેમની મંગળવારે સાંજે ઉદેપરુથી ધરપકડ કરવામાં આવી છે. સીબીઆઇના સુત્રોના જણાવ્યા પ્રમાણે DPILના ફાઉન્ડર સુરેશ ભટનાગર અને તેમના દીકરા અમિત ભટનાગર અને સુમિત ભટનાગરની ઉદેપુરથી ધરપકડ કરવામાં આવી છે.આ ઓપરેશનમાં સીબીઆઇ સાથે ગુજરાત એટીએસ પણ જોડાઇ હતી. વડોદરા […]

Top Stories

ગાંધીનગર,

વડોદરાની કંપની ડાયમંડ પાવર ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ(DPIL)ના પ્રમોટર્સ જેમના પર બેન્કોને 2,654 કરોડનો ચૂનો લગાવવાનો આરોપ છે, તેમની મંગળવારે સાંજે ઉદેપરુથી ધરપકડ કરવામાં આવી છે. સીબીઆઇના સુત્રોના જણાવ્યા પ્રમાણે DPILના ફાઉન્ડર સુરેશ ભટનાગર અને તેમના દીકરા અમિત ભટનાગર અને સુમિત ભટનાગરની ઉદેપુરથી ધરપકડ કરવામાં આવી છે.આ ઓપરેશનમાં સીબીઆઇ સાથે ગુજરાત એટીએસ પણ જોડાઇ હતી.

વડોદરા શહેર નજીક અંકોડિયા ગામની સીમમાં રહેતાં અમિત ભટનાગર, તેના પિતા સુરેશ અને ભાઈ સુમિતે ૧૧ રાષ્ટ્રીયકૃત તેમજ ખાનગી ક્ષેત્રની બેંકો ઉપરાંત નાણાંનું ધીરાણ કરતી ફાયનાન્સ કંપનીઓ પાસેથી રૂ. ૨,૬૫૪ કરોડની લોન કાવાદાવા કરીને લીધી હતી. આ લોન કૌભાંડની તા. ૨૬મી માર્ચે સીબીઆઈએ આરોપીઓ વિરુદ્વ ફરિયાદ નોંધી હતી.

મંગળવારના રોજ CBI દ્વારા સ્પેશિયલ કોર્ટને વિનંતી કરવામાં આવી હતી કે, DPILના પ્રમોટર્સને ભાગેડુ જાહેર કરવામાં આવે. તેમણે CBIના જજ સમક્ષ માંગ કરી હતી કે અમિત ભટનાગર, તેના ભાઈ સુમિત ભટનાગર અને પિતા સુરેશને ભાગેડુ જાહેર કરવામાં આવે. CRPCના સેક્શન 83 અંતર્ગત તેમની સંપત્તિ પણ જપ્ત કરવાની માંગ કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, કોર્ટે આરોપીઓની આગોતરા જામીન અરજી ફગાવી દેતાં તેઓ ધરપકડથી બચવા નાસતા ફરી રહ્યાં હતા જોકે ત્રણેય આરોપી સંયુક્ત ઓપરેશનમાં ઝડપાઈ ગયા છે.