Surendranagar/ પાટડી ખારાઘોડા રોડ આડેધડ વાહન પાર્ક થતા લોકોને પડી રહી છે હાલાકી

સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના મુખ્ય પાટડી નગરના પાટડી થોડા મહિના પહેલા રોડ પર આડેધડ વાહન પાર્ક કરનારના વાહનને પોલિસ દ્વારા લોક લવાવી ૫૦૦‌ રૂપિયાનો દંડ ફટકારવામાં આવતાં રોડ પર વાહન પાર્ક કરનારની સંખ્યામાં‌ નોંધ પાત્ર ઘટાડો જોવા મળ્યો…..

Top Stories Gujarat

@ પ્રિયકાંત ચાવડા

Surendranagar News: દસાડા તાલુકાના મુખ્ય પાટડી નગરના પાટડી ખારાઘોડા રોડ પર આડેધડ વાહન પાર્ક કરી દેતા હાલાકી ઉભી થઇ રહી છે. ખારાઘોડા રોડ પર APMC, સરકારી હોસ્પિટલ, કોર્ટ, કોલેજ આવેલ છે. ઉપરાંત હાલમાં, ચાલતી ધોરણ-૧૦ અને ૧૨ની પરીક્ષા આપવા આવતા-જતા વિદ્યાર્થીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આડેધડ વાહન પાર્ક કરનારાના સામે પાટડી પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી ન હોવાથી લોકો રોષે ભરાયેલા છે.

સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના મુખ્ય પાટડી નગરના પાટડી થોડા મહિના પહેલા રોડ પર આડેધડ વાહન પાર્ક કરનારના વાહનને પોલિસ દ્વારા લોક લવાવી ૫૦૦‌ રૂપિયાનો દંડ ફટકારવામાં આવતાં રોડ પર વાહન પાર્ક કરનારની સંખ્યામાં‌ નોંધ પાત્ર ઘટાડો જોવા મળ્યો હતુ પરંતુ નવુ નવુ નવ દિવસ જેવો ઘાટ સર્જાયો છે કારણ કે રોડ પર આડેધડ વાહન પાર્ક કરનારના વાહનને લોક લગાવી દંડ આપવાની કાર્યવાહી પાટડી પોલીસ દ્વારા કરવામાં આવી રહી નથી.

જેથી ખારાઘોડા રોડ પર આડેધડ વાહન ખડકી દેવામાં આવતા હોવાની નગરમાં ચર્ચા થઈ રહી છે, આડેધડ વાહન પાર્ક કરનાર સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માગ ઉઠવા પામી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃબિનમુસ્લિમો હવે ભારતમાં સરળતાથી નાગરિકતા મેળવી શકશે, વેબસાઈટ લોન્ચ કરાઈ

આ પણ વાંચોઃ અમદાવાદમાં રોબોટ પીરસી રહ્યો છે બરફનો ગોળો, લોકોને ગમ્યો અનોખો અંદાજ

આ પણ વાંચોઃ IPL 2024/ સૂર્યકુમાર યાદવ IPLની મેચોથી કમબેક કરશે? ફિટનેસને લઈ મોટું અપડેટ