અમદાવાદ/ શાકમાં મીઠું વધારે પડી જતાં પતિએ પત્નીને આપી તાલિબાની સજા…

એક પતિએ શાકમાં મીઠું વધારે પડતાં પત્નીના માથામાં અસ્ત્રા વડે ટકો કરી નાંખ્યો હતો. તેણે પોલીસ ફરિયાદ કરવાનો પણ વિચાર નહોતો કર્યો.

Ahmedabad Gujarat
શાકમાં મીઠું

પતિ-પત્નીમાં ઝઘડા થાય તે કંઈ બહુ મોટી વાત નથી. એવી કહેવત છે કે “જે ઘરમાં વાસણ હોય, તો એકબીજા સાથે અથડાવાનો અવાજ તો આવે જ છે.” આજ રીતે પતિ-પત્ની વચ્ચે પણ નાની-નાની ખટપટો થાય તે સમાન્ય છે. પરંતુ ક્યારેક ક્યારે આ નાની-નાની ખતપટો મોટું સાવરૂપ લઈ લે છે અને આનો કરૂણ અંજામ આવે છે. ત્યારે આવી જ એક ઘટના અમદાવાદમાં બની છે. જ્યાં એક પતિએ શાકમાં મીઠું વધારે પડતાં પત્નીના માથામાં અસ્ત્રા વડે ટકો કરી નાંખ્યો હતો. તેણે પોલીસ ફરિયાદ કરવાનો પણ વિચાર નહોતો કર્યો.પરંતુ ફરી એક વખત ઝઘડો થતાં યુવતીએ આ અંગે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોધી તપાસ શરૂ કરી છે.

આ અંગે અમલ્ટી માહિતી અનુસાર, અમદાવાદના વટવા વિસ્તારનો કુખ્યાત આરોપી પાંચ દિવસ પહેલા જ જેલમાંથી બહાર નીકળી પોતાના જ ઘરમાં ફરી લખણ જડકવ્યા હતા. અને પોતાની પત્ની પર જ જુલમ કર્યો હતો. પોલીસ કસ્ટડીમાં આવેલો આ આરોપી છે ઇમરાન ઉર્ફે કડિયો શેખ આમ તો ઇમરાન વટવા વિસ્તારમાં અનેક ગુનાઓ આચરી ચૂક્યો છે અને અનેક વખત જેલની પણ હવા ખાઈ ચૂક્યો છે. ઇમરાન પાંચ દિવસ પહેલા જ જેલની બહાર આવ્યો હતો. અને નજીવી બાબતે ઘરમાં પત્ની સાથે ઝગડો થતાં પત્નીનું અસ્ત્રા વડે મુંડન કરી નાખ્યું હતું.

પત્નીને બિભત્સ ગાળો બોલી રહેલા પતિને મહિલાએ ગાળો બોલવાની ના પાડતાં તે વધારે ઉશ્કેરાયો હતો અને પત્નીને મારવા માંડ્યો હતો. તેણે લાકડાના દંડાથી બે ફટકા પણ માર્યાં હતાં. પતિએ તેની પત્નીને ધમકી આપી હતી કે, જો તું મારી સામે બોલીશ તો તને ફરી આવો જ માર મારીશ. મહિલા તેના પતિની ધમકીથી ગભરાઈ ગઈ હતી. આ દરમિયાન ઉશ્કેરાયેલા પતિએ અસ્ત્રા વડે તેની પત્નીના માથાના વાળ કાઢી નાંખીને ટકો કરી નાંખ્યો હતો.

પત્નીના વાળનું મુંડન કરનાર આરોપી ઇમરાન ઉર્ફે કડીયો કુખ્યાત ગુનેગાર છે. તેની વિરુદ્ધ અગાઉ ચોરી, લૂંટ અને મારામારીની 10થી વધુ ગુના નોંધાયા છે. જ્યારે પાંચ વખત પાસા કરીને જેલ હવાલે કર્યો હતો. આરોપી પાંચ દિવસ પહેલા જ જેલમાંથી છૂટીને ઘરે આવ્યો છે. આ કુખ્યાત ગુનેગાર કોઈ ગુનોના આચરે માટે વટવા પોલીસ સતત તેનું સર્વેલન્સ રાખતી હતી. પરંતુ ગુનાહિત માનસિકતા ધરાવતા આરોપીએ પોતાની પત્નીને જ ટાર્ગેટ કરીને વધુ એક ગુનો આચર્યો હતો. હાલ તો સમગ્ર મામલે ઇમરાનની પત્નીની ફરિયાદને આધારે કુખ્યાત ગુનેગાર એવા પતિ ઇમરાન શેખની વટવા પોલીસે ધરપકડ કરી છે.

આ પણ વાંચો: ABVPના કાર્યકરોની દાદાગીરી, વિદ્યાર્થિની સમક્ષ આચાર્ય પાસે મંગાવી માફી

આ પણ વાંચો:સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં પરિવાર પહોંચે પહેલાં મૃતદેહની કરાઇ અંતિમવિધિ

આ પણ વાંચો:ગૃહ રાજ્યમંત્રી બાદ CM ભૂપેન્દ્ર પટેલે પણ ક્રિકેટમાં હાથ અજમાવ્યો, જુઓ વીડિયો