Not Set/ ‘સ્નેહમિલન’માં જતાં ‘બાપુ’ 70 લાખની ‘જિપ રેંગલર’માં જોવા મળ્યા

અમદાવાદ: ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને પીઢ રાજકીય અગ્રણી એવા શંકરસિંહ વાઘેલા ‘બાપુ’ દ્વારા આજે સ્નેહમિલનનું આયોજન કર્યું હતું. આ સ્નેહમિલન કાર્યક્રમમાં જતાં સમયે શંકરસિંહ ‘બાપુ’ જિપ કંપનીની નવી કાર ‘જિપ રેંગલર’માં જતાં જોવા મળ્યા હતા. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી તેમજ ભાજપ અને કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ રહી ચૂકેલા શંકરસિંહ વાઘેલા દ્વારા આગામી લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને આજે ગાંધીનગર […]

Top Stories Ahmedabad Gujarat Politics
'Bapu' went to 'Snehmilan' in 'Jeep Wrangler' worth Rs 70 lakh

અમદાવાદ: ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને પીઢ રાજકીય અગ્રણી એવા શંકરસિંહ વાઘેલા ‘બાપુ’ દ્વારા આજે સ્નેહમિલનનું આયોજન કર્યું હતું. આ સ્નેહમિલન કાર્યક્રમમાં જતાં સમયે શંકરસિંહ ‘બાપુ’ જિપ કંપનીની નવી કાર ‘જિપ રેંગલર’માં જતાં જોવા મળ્યા હતા.

'Bapu' went to 'Snehmilan' in 'Jeep Wrangler' worth Rs 70 lakh
mantavyanews.com

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી તેમજ ભાજપ અને કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ રહી ચૂકેલા શંકરસિંહ વાઘેલા દ્વારા આગામી લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને આજે ગાંધીનગર ખાતે ‘સ્નેહમિલન’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

'Bapu' went to 'Snehmilan' in 'Jeep Wrangler' worth Rs 70 lakh
mantavyanews.com

શંકરસિંહ ‘બાપુ’ દ્વારા આયોજિત આ સ્નેહમિલનને રાજકીય વિશ્લેષકો દ્વારા તેમના શક્તિ પ્રદર્શનના ભાગરૂપે જોવામાં આવી રહ્યું છે. આ શક્તિ પ્રદર્શન ગાંધીનગરના સેક્ટર-9 ખાતેના સમપર્ણ ગ્રાઉન્ડ ખાતે યોજાયું હતું.

'Bapu' went to 'Snehmilan' in 'Jeep Wrangler' worth Rs 70 lakh
mantavyanews.com

શક્તિ પ્રદર્શન માટે સમપર્ણ ગ્રાઉન્ડ ખાતે જવા માટે આજે શંકરસિંહ વાઘેલા તેમની રૂટિન ટોયોટાની ‘લેન્ડ ક્રૂઝર’ કારનો ઉપયોગ કરે છે. પરંતુ આજે શક્તિ પ્રદર્શન માટે નીકળેલા ‘બાપુ’એ પોતાની લેન્ડ ક્રૂઝર કારના બદલે પોતાના એક સમર્થકની નવી ખરીદેલી જિપ કંપનીની ‘રેંગલર’ કારમાં જોવા મળ્યા હતા.

'Bapu' went to 'Snehmilan' in 'Jeep Wrangler' worth Rs 70 lakh
mantavyanews.com

 

 

 

 

 

 

 

 

 

 

અત્રે ઉલ્લેખનીય છે કે, શંકરસિંહ ‘બાપુ’ આજે જે ‘જિપ રેંગલર’ કારમાં જોવા મળ્યા હતા તે કારની ઓન રોડ પ્રાઈઝ આશરે 70 લાખ રૂપિયા જેવી થવા જાય છે. જો કે ‘બાપુ’ તેમના રૂટિનમાં ટોયોટા કંપનીની ‘લેન્ડ ક્રૂઝર’ કારનો ઉપયોગ કરે છે. જો કે આજે ‘બાપુ’ તેમના સમર્થકની કારમાં જોવા મળ્યા હતા. જો કે ‘બાપુ’ જે કારનો રૂટીનમાં ઉપયોગ કરે છે તે કારની કિંમત ‘જિપ રેંગલર’ની કરતા ઘણી વધારે છે.