વડોદરા/ ક્ષમા બિંદુના લગ્ન પર ભડક્યા ભાજપના નેતા કહ્યું, મંદિરમાં લગ્ન કરવા દેશે નહીં

વડોદરાની ક્ષમા બિંદુ 11 જૂને પોતાની જાત સાથે લગ્ન કરવાના નિર્ણય પર ભાજપ મહિલા નેતા સુનીતા શુક્લાનું કહેવું છે કે તે મંદિરમાં લગ્ન કરવા દેશે નહીં.

Top Stories Gujarat Vadodara
1 32 ક્ષમા બિંદુના લગ્ન પર ભડક્યા ભાજપના નેતા કહ્યું, મંદિરમાં લગ્ન કરવા દેશે નહીં

વડોદરાની 24 વર્ષીય ક્ષમા બિંદુએ 11 જૂને પોતાની જાત સાથે લગ્ન કરવાના નિર્ણય પર ભાજપના શહેર એકમના ઉપપ્રમુખ સુનીતા શુક્લાએ આકરી પ્રતિક્રિયા આપી છે. સુનીતા શુક્લાએ કહ્યું કે, જો તે મંદિરમાં લગ્ન કરી રહી છે તો અમે તેને આવું કરવા દઈશું નહીં. તેમણે કહ્યું કે, આવા લગ્ન હિન્દુ ધર્મની વિરુદ્ધ છે.

સુનીતા શુક્લાએ કહ્યું કે બિંદુ માનસિક રીતે બીમાર છે. તેમણે કહ્યું કે હિંદુ સંસ્કૃતિમાં ક્યાંય એવું નથી લખ્યું કે છોકરો છોકરા સાથે લગ્ન કરી શકે કે છોકરી છોકરી સાથે લગ્ન કરી શકે. કે પછી કોઈ વ્યક્તિ સ્વયં સાથે લગ્ન કરી શકે. શુક્લાએ કહ્યું કે હું મંદિરમાં લગ્નની વિરુદ્ધમાં છું, તેને કોઈપણ મંદિરમાં લગ્ન કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. આવા લગ્ન હિન્દુ ધર્મની વિરુદ્ધ છે. તેનાથી હિંદુઓની વસ્તીમાં ઘટાડો થશે. જો કંઈપણ ધર્મ વિરુદ્ધ જાય તો કોઈ કાયદો કામ કરશે નહીં.

Kshama Bindu, a resident of Vadodara, has decided to marry herself

કોણ છે ક્ષમા બિંદુ ? 
ક્ષમા સમાજશાસ્ત્રમાં સ્નાતક છે અને હાલમાં ખાનગી કંપનીમાં વરિષ્ઠ ભરતી અધિકારી તરીકે કામ કરે છે. તેના માતા-પિતા બંને એન્જિનિયર છે. તેના પિતા દક્ષિણ આફ્રિકામાં છે અને માતા અમદાવાદમાં રહે છે.

India's First Sologamy Gujarat 24 year old Girl Kshama Bindu Marry Herself;  Honeymoon in Goa

લહેંગા, પાર્લર બુક
નોંધનીય છે કે લગ્નને લઈને છોકરીઓની અલગ-અલગ ઈચ્છાઓ હોય છે. પરંતુ, ક્ષમાની ઈચ્છા અલગ છે. 11 જૂને લગ્ન માટે, ક્ષમાએ લહેંગાથી લઈને પાર્લર અને જ્વેલરી સુધીનું બધું જ બુક કર્યું છે. ક્ષમા પોતાની જાત સાથે લગ્ન કરવા જઈ રહી છે. ક્ષમા તમામ રીત રિવાજો સાથે લગ્ન કરશે. તેઓ સિંદૂર પણ લગાવશે. પરંતુ લગ્નમાં ન તો વર હશે કે ન તો વરઘોડો.

sologamy gujarat girl kshama bindu will become first example of sologamy in  india know what is sologamy tvi | Sologamy: खुद से शादी करेगी गुजरात की  क्षमा बिंदू, लेंगी सात फेरे और

હનીમૂન માટે ગોવા જશે 
ક્ષમા કહે છે કે તેના માતા-પિતા ખુલ્લા મનના છે અને તેઓએ લગ્ન માટે આશીર્વાદ આપ્યા હતા. લગ્ન બાદ તે હનીમૂન પર પણ જશે. આ માટે તેણે ગોવા પસંદ કર્યું છે જ્યાં તે બે અઠવાડિયા રોકાશે. આ પ્રકારના લગ્નને સોલોગેમી અથવા ઓટોગેમી કહેવામાં આવે છે જેમાં એક વ્યક્તિ પોતાની જાત સાથે લગ્ન કરે છે.

क्षमा बिंदु

જાત સાથે લગ્ન કરવાના સમાચાર લગભગ 20 વર્ષ પહેલા પહેલીવાર સાંભળવા મળ્યા હતા. જ્યારે કેરી બ્રેડશો (અમેરિકન શ્રેણી સેક્સ એન્ડ ધ સિટીનું પ્રખ્યાત પાત્ર)એ તેનો ઉલ્લેખ કર્યો હતો. પરંતુ આ શો એક કોમેડી ડ્રામા હતો. અહેવાલો અનુસાર, વર્ષોથી આવા સેંકડો લગ્નો થયા છે અને એકલ મહિલાઓ સોલોગમીમાં સૌથી આગળ છે. આ નવવધૂઓ પરંપરાગત લગ્નના પોશાકમાં, હાથમાં બુકે  સાથે લગ્નમાં જાય છે. ઘણી વખત તેના પરિવારના સભ્યો અને તેના મિત્રો તેની સાથે રહે છે. તે તેમના માટે ચીયર કરે છે.

પરંતુ વાત માત્ર લગ્ન પુરતી સીમિત નથી. એક ખૂબ જ આશ્ચર્યજનક કિસ્સામાં, 33 વર્ષની બ્રાઝિલિયન મોડલે તેના સ્વયં સાથેના લગ્નના થોડા સમય પછી જ પોતાને છૂટાછેડા આપી દીધા. સોલોગામીએ પણ વ્યવસાયની તકોમાં વધારો કર્યો છે. સામાન્ય રીતે આ માટે એક કિટ ઉપલબ્ધ હોય છે જેમાં રિંગ અને અન્ય વસ્તુઓનો સમાવેશ થાય છે.

પરંતુ એ વાતને નકારી શકાય નહીં કે ભારતમાં આવા કિસ્સા ભાગ્યે જ સાંભળવા મળે છે અને આવી સ્થિતિમાં ક્ષમાના સમાચારે તેને સમગ્ર ભારતમાં ચર્ચાનો વિષય બનાવ્યો છે.