Not Set/ સેના પ્રમુખ જનરલ બિપિન રાવત બનશે દેશનાં પહેલા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ

આર્મી ચીફ જનરલ બિપિન રાવત દેશનાં પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ એટલે કે સીડીએસ હશે. સુત્રો દ્વારા સોમવારે માહિતી આપવામાં આવી છે કે, કેન્દ્ર સરકારે તેમના નામ પર મહોર લગાવી દીધી છે. 24 ડિસેમ્બરે મળેલી બેઠકમાં કેન્દ્રીય કેબિનેટ દ્વારા દેશનાં પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (સીડીએસ) ની નિમણૂંકને મંજૂરી આપવામાં આવી હતી. સીડીએસ એક ફોર […]

Top Stories India
Bipin Rawat 1 સેના પ્રમુખ જનરલ બિપિન રાવત બનશે દેશનાં પહેલા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ

આર્મી ચીફ જનરલ બિપિન રાવત દેશનાં પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ એટલે કે સીડીએસ હશે. સુત્રો દ્વારા સોમવારે માહિતી આપવામાં આવી છે કે, કેન્દ્ર સરકારે તેમના નામ પર મહોર લગાવી દીધી છે. 24 ડિસેમ્બરે મળેલી બેઠકમાં કેન્દ્રીય કેબિનેટ દ્વારા દેશનાં પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (સીડીએસ) ની નિમણૂંકને મંજૂરી આપવામાં આવી હતી. સીડીએસ એક ફોર સ્ટાર જનરલ હશે જે સંરક્ષણ મંત્રાલયમાં લશ્કરી બાબતોનાં વિભાગનું નેતૃત્વ કરશે.

સીડીએસનાં પગાર અને ભથ્થા બાકીના સૈન્ય વડાઓ સમાન હશે. સીડીએસ ત્રણેય સેના ચીફને ઓર્ડર આપશે. સાથે જ, તેના પર જવાબદારી હશે કે તે સંઘર્ષનાં સમયે એક નવી થિયેટર કમાન્ડને તૈયાર કરે. પીએમ મોદી દ્વારા તૈયાર કરવામાં આવેલી અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (એનએસએ) અજિત ડોવાલની અધ્યક્ષતાવાળી સીડીએસ સાથે જોડાયેલી સમિતિએ સીડીએસ માટે ફરજો માટેનું ચાર્ટર પણ તૈયાર કર્યું છે. સીડીએસને સરકારનાં એકમાત્ર સૈન્ય સલાહકાર કહેવામાં આવી રહ્યા છે.

સીડીએસને સરકારનાં એકમાત્ર સૈન્ય સલાહકાર કહેવામાં આવી રહ્યા છે. કારગિલ યુદ્ધ પછી રચાયેલી કારગિલ સમીક્ષા સમિતિનાં અધ્યક્ષ સુબ્રહ્મણ્યમ વતી પ્રથમ વખત સીડીએસનો પ્રસ્તાવ સરકાર સમક્ષ કરવામાં આવ્યો હતો. સમિતિએ ફેબ્રુઆરી 2000 માં ગૃહમાં એક અહેવાલ રજૂ કર્યો હતો. સુબ્રહ્મણ્યમ દેશનાં વર્તમાન વિદેશ મંત્રી ડો.એસ. જયશંકરનાં પિતા છે. જનરલ બિપિન રાવત આ મહિનાની 31 મી તારીખે નિવૃત્ત થઈ રહ્યા છે. લેફ્ટનન્ટ જનરલ મનોજ મુકુંદ નરવાણે તેમની જગ્યાએ આગામી દેશનાં સેના ચીફ હશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.