Not Set/ INX મીડિયા કેસ(ED)/ પી. ચિદમ્બરમની ન્યાયિક કસ્ટડી 27 નવેમ્બર સુધી લંબાવાઈ

INX મીડિયા કેસમાં, દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન અને કોંગ્રેસના નેતા પી.ચિદમ્બરમને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા. આપને જણાવી દઇએ કે, પી. ચિદમ્બરમની ન્યાયિક કસ્ટડીનો સમયગાળો આજે સમાપ્ત થઈ રહ્યો હત. જેનાં કારણે ચિદમ્બરમને વીડિયો કોન્ફરન્સ દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જ્યાં કોર્ટે ચિદમ્બરમની ન્યાયિક કસ્ટડીમાં વધારો કર્યો છે. આપને […]

Top Stories India
p chidambaram INX મીડિયા કેસ(ED)/ પી. ચિદમ્બરમની ન્યાયિક કસ્ટડી 27 નવેમ્બર સુધી લંબાવાઈ

INX મીડિયા કેસમાં, દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન અને કોંગ્રેસના નેતા પી.ચિદમ્બરમને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા. આપને જણાવી દઇએ કે, પી. ચિદમ્બરમની ન્યાયિક કસ્ટડીનો સમયગાળો આજે સમાપ્ત થઈ રહ્યો હત. જેનાં કારણે ચિદમ્બરમને વીડિયો કોન્ફરન્સ દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જ્યાં કોર્ટે ચિદમ્બરમની ન્યાયિક કસ્ટડીમાં વધારો કર્યો છે.

આપને જણાવી દઈએ કે અગાઉ INX મીડિયા કેસમાં કોંગ્રેસના નેતા અને ભૂતપૂર્વ ગૃહ પ્રધાન પી. ચિદમ્બરમને કોર્ટે 13 નવેમ્બર સુધી ન્યાયિક કસ્ટડીમાં તિહાર જેલમાં મોકલી આપ્યા હતા અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે કરેલી વઘુ દિવસના રિમાન્ડ મેળવવાની અરજી પણ ફગાવી દીધી હતી. ઉલ્લેખનીય છે કે, પૂર્વ નાણાં પ્રધાન એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની કસ્ટડીમાં 30 ઓક્ટોબર સુધી ઇડી કસ્ટડીમાં મોકલી આપ્યો હતો.

બીજી તરફ, સુપ્રીમ કોર્ટે સીબીઆઈ(ણઘ) દ્વારા દાખલ INX મીડિયા ભ્રષ્ટાચાર કેસ(CBI)માં પૂર્વ નાણાં પ્રધાન પી. ચિદમ્બરમને જામીન આપી દીધા છે. જામીન અરજીની સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, પી.ચિદમ્બરમને અન્ય કોઇ કેસમાં જરૂર ન હોય તો જામીન પર મુક્ત થવું જોઈએ. સુપ્રીમ કોર્ટે કહ્યું કે પી.ચિદમ્બરમ, કોર્ટની મંજૂરી લીધા વિના દેશની બહાર જઈ શકશે નહીં. ચિદમ્બરમને 21 ઓગસ્ટે ભ્રષ્ટાચારના કેસમાં સીબીઆઈ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.