'Naughty' Nitish/ બિહારમાં નીતિશ-લાલુના ‘હનીમૂન’નો અંતઃ નીતિશ રવિવારે રાજીનામુ આપી નવી સરકાર રચવાનો દાવો કરશે

બિહારમાં નીતીશ-લાલુ ગઠબંધન તૂટી ગયું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર નીતીશ રવિવારે સવારે 10 વાગ્યે રાજ્યપાલને પોતાનું રાજીનામું સોંપશે. આ સાથે તેઓ નવી સરકાર બનાવવાનો દાવો પણ રજૂ કરશે. જેડીયુ કોર કમિટીની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

Top Stories India
YouTube Thumbnail 2024 01 27T154225.044 બિહારમાં નીતિશ-લાલુના 'હનીમૂન'નો અંતઃ નીતિશ રવિવારે રાજીનામુ આપી નવી સરકાર રચવાનો દાવો કરશે

પટણાઃ બિહાર (Bihar) માં નીતીશ (Nitish)-લાલુ (Laluprasad) ગઠબંધન તૂટી ગયું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર નીતીશ રવિવારે સવારે 10 વાગ્યે રાજ્યપાલને પોતાનું રાજીનામું સોંપશે. આ સાથે તેઓ નવી સરકાર બનાવવાનો દાવો પણ રજૂ કરશે. જેડીયુ કોર કમિટીની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. નીતિશ આવતીકાલે જ રાજ્યપાલને નવા મુખ્યમંત્રી તરીકે શપથ લેવડાવવા માટે પણ કહેશે.

સીએમ નીતિશે શનિવારે સવારે આરજેડી ક્વોટાના મંત્રીઓના કામ અટકાવી દીધા હતા. આમ પણ છેલ્લા અઠવાડિયામાં સર્જાયેલા નાટકીય ઘટનાક્રમમાં જેડીયુ-આરજેડીનું જોડાણ તૂટવાની ઘડીઓ ગણાઈ રહી હતી. લાલુપ્રસાદની પુત્રી રોહિણીએ નીતિશકુમાર માટે કરેલી ટ્વીટ આનો પુરાવો હતી. આંકડાની રીતે જોઈએ તો નીતિશકુમાર માટે ભાજપ સાથે મળીને સરકાર રચવા પૂરતુ સંખ્યાબળ છે.  આ ઉપરાંત માંઝીનો પક્ષ અને ચિરાગ પાસવાન પણ એનડીએમાં છે. જ્યારે આરજેડી સંખ્યાબળમાં જ માર ખાઈ રહ્યું છે. તેને આઠ વિધાનસભ્યો ખૂટે છે. તેમા પણ માંઝીએ આરજેડીને સમર્થન આપવાની ના પાડી દીધી છે.

ચિરાગ પાસવાન પણ એનડીએમાં છે. તેથી એનડીએના 127ના સંખ્યાબળ સામે લાલુનુ સંખ્યાબળ 114 પર પહોંચે છે. આ જોતાં હવે લાલુ પાસે નીતિશકુમારના જનતાદળમાંથી કે ભાજપ કે એનડીએના બીજા પક્ષોમાંથી વિકેટ પાડ્યા વગર છૂટકો નથી. નીતિશકુમારના દાવ સામે લાલુ હવે કઈ ચાલ રમે છે તે જોવું રહ્યું. લાલુ તેના પુત્ર તેજસ્વીને બિહારના સીએમ બનાવવા માંગે છે. તેની સાથે ઇન્ડિયાના આકાર લેનારા ભાવિ જોડાણમાં પણ તે તેજસ્વીને પ્રમોટ કરવા માંગે છે. નીતિશકુમાર લાલુની આ ગેમ સમજી ગયા છે.


આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ