Not Set/ મનસુખ માંડવિયાના પાટીદાર એટલે ભાજપ નિવેદનના સંદર્ભે નરેશ પટેલે કહ્યું કંઇક આવું

ખોડલધામમાં કેન્દ્રીય મંત્રીના હસ્તે ચડાવવાની હોય તેઓ ખોડલધામ પણ રવાના થઇ રહ્યા હતા ત્યારે રાજકોટ થી ભાવનગર અને ઊંઝા થી અમરેલી સુધીના પ્રવાસમાં તેમનું સ્વાગત સભા સહિતના કાર્યક્રમો ગોઠવવામાં આવ્યા હતા.પાટીદાર નેતા-ખોડલધામ પ્રમુખ નરેશ પટેલને પ્રશ્ન પૂછવામાં આવતા તેઓએ જણાવ્યું હતું કે તેઓનું ખોડલધામમાં થઈ રહેલું આગમન  લેઉવા પટેલ સમાજ માટે ગૌરવની વાત છે.

Top Stories Gujarat
naresh patel મનસુખ માંડવિયાના પાટીદાર એટલે ભાજપ નિવેદનના સંદર્ભે નરેશ પટેલે કહ્યું કંઇક આવું

રાજકોટમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવીયાના સ્વાગતમાં મેયર પ્રદીપ ડવ સહિત ભાજપ કાર્યકરો જોડાયા હતા. કેન્દ્ર સરકારમાં આરોગ્ય મંત્રાલયના મિનિસ્ટરની જવાબદારી સંભાળ્યા બાદ પ્રથમ વખત રાજકોટની મુલાકાતે આવેલા કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવીયાએ એરપોર્ટ પર પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે પાટીદાર એટલે ભાજપ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સમાજને મહત્વ આપ્યું છે..મોદી મંત્રીમંડળમાં તાજેતરમાં ૪૩ નવા મંત્રીઓને લેવામાં આવ્યા છે. આ તમામને પ્રજાના આર્શીવાદ મળી રહે તે માટે જન આશીર્વાદ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.જેના ભાગરૂપે સૌરાષ્ટ્રમાંથી કેન્દ્રીય કેબીનેટમાં પસંદગી પામેલા કેન્દ્રીય મંત્રીની જન આશીર્વાદ યાત્રા આજે શરુ થઇ રહી છે.

mandaviya today મનસુખ માંડવિયાના પાટીદાર એટલે ભાજપ નિવેદનના સંદર્ભે નરેશ પટેલે કહ્યું કંઇક આવું

જમ્મુ-કાશ્મીર / રાજૌરીમાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે થઈ અથડામણ, એક આતંકી ઠાર, સેનાના JCO પણ થયા શહીદ

આ મનસુખ માંડલિયાનું વ્યક્તિગત વિધાન હોઈ શકે : નરેશ પટેલ

 

ખોડલધામમાં કેન્દ્રીય મંત્રીના હસ્તે ચડાવવાની હોય તેઓ ખોડલધામ પણ રવાના થઇ રહ્યા હતા ત્યારે રાજકોટ થી ભાવનગર અને ઊંઝા થી અમરેલી સુધીના પ્રવાસમાં તેમનું સ્વાગત સભા સહિતના કાર્યક્રમો ગોઠવવામાં આવ્યા હતા.મનસુખ માંડવિયાએ આપેલા પાટીદાર એટલે ભાજપ નિવેદન સંદર્ભે જ્યારે પાટીદાર નેતા-ખોડલધામ પ્રમુખ નરેશ પટેલને પ્રશ્ન પૂછવામાં આવતા તેઓએ જણાવ્યું હતું કે તેઓનું ખોડલધામમાં થઈ રહેલું આગમન  લેઉવા પટેલ સમાજ માટે ગૌરવની વાત છે. જ્યારે નિવેદન અંગે નરેશ પટેલે જણાવ્યું હતું કે આ મનસુખ માંડલિયાનું વ્યક્તિગત વિધાન હોઈ શકે છે.

ગુજરાત હાઇકોર્ટે / સરકારે ફી અંગે નિર્ણય નહીં લેતા 50 ટકા ફી માફી માટે કરાઈ જાહેરહિતની અરજી

વજુભાઇ વાળાના આશીર્વાદ લીધા

રાજકોટમાં આજે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાની આગેવાનીમાં ભાજપની જનયાત્રા શરુ થઈ છે. જેમાં ફટાકડા ફોડી, ઢોલ નગારાના તાલે સ્વાગત કરાયું છે. હાલ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા રાજકોટ એરપોર્ટ પર પહોંચી ગયા હતા. જ્યાં તેમણે કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઇ વાળાના આશીર્વાદ લીધા હતા. બરાબર સાડા નવ વાગ્યાના ટકોરે સવારે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા એરપોર્ટ પર આગમન થતાંની સાથે જ રાસ ગરબા અને આતશબાજી સાથે તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

મહિલા મોરચાની બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત

મહિલા મોરચાની બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી.આ સમયે કાર્યકરોએ મુખ્ય માર્ગો પર ભાજપ કાર્યકરોએ ફૂલથી સ્વાગત કર્યું હતું. હાલ તેઓ અટલ બિહારી બાજપાઈ ઓડીટોરિયમ ખાતે મનસુખ માંડવીયા પહોંચ્યા હતા. જ્યાં તેમણે પાટીદાર આગેવાનોને સંબોધતા કહ્યું હતું કે- પાટીદાર એટલે ભાજપ, મોદીએ સમાજને મહત્વ આપ્યું છે. આ ઉપરાંત તેઓ 100 જેટલા તબીબો સાથે બેઠક પણ કરી હતી.

મોટો નિર્ણય / હરિયાણા સરકારનો મોટો નિર્ણય, ગોરખધંધા શબ્દ પર આ કારણે લગાવ્યો પ્રતિબંધ

ત્રણ દિવસના ભરચક કાર્યક્રમો

આજે ગોંડલ, વીરપુર, ખોડલધામ, જેતપુર, ઉપલેટા, ધોરાજી, જૂનાગઢ. બીજા દિવસે એટલે કે શુક્રવારે જૂનાગઢ પત્રકાર પરિષદ બાદ વિસાવદર, ધારી, ચલાલા, પાલીતાણા જશે. શનિવારે પાલીતાણા વેક્સિન સેન્ટરની મુલાકાત બાદ સોનગઢ, બોટાદ અને વલ્લભીપુર થઇ ભાવનગર પહોચશે. જયારે અન્ય કેન્દ્રીય મંત્રી પુરુષોતમ રૂપાલા ગુરુવારે ઉંઝા મંદિરે દર્શન કરી વિસનગર, મહેસાણા, મોરબી જશે. બીજા દિવસે ટંકારા, શાપર – વેરાવળ અને સરધારમાં સાંજે 6 વાગ્યે ગ્રામ પંચાયતના મેદાનમાં સભા સંબોધશે. ત્રીજા દિવસે સરધારમાં પત્રકાર પરિષદ બાદ આટકોટ, જસદણ, બાબરા, અમરેલી જશે.

majboor str 11 મનસુખ માંડવિયાના પાટીદાર એટલે ભાજપ નિવેદનના સંદર્ભે નરેશ પટેલે કહ્યું કંઇક આવું