Not Set/ હળવદ – પાણી વિના વલખા મારતા ઘુડખરો, ઘુડખર અભ્યારણમાં અવેડાઓ ખાલીખમ

મંતવ્ય ન્યૂઝ, ઉનાળાની કાળઝાળ ગરમી હાલમાં માનવ સહિત પશુ પક્ષી માટે પણ અસહ્ય બની રહી છે ત્યારે હળવદ તાલુકાના રણ વીસ્તાર ઘુડખર અભ્યારણમાં  આવેલા અવેડાઓમાં પાણી ભરવામાં નહીં આવતા પશુ,પંખીઓ પાણી વિના વલખાં મારી રહ્યા છે જેમાં છેલ્લા છ માસથી પણ વધુ સમયથી અવેડાઓમા પાણી નહીં આવ્યાનું લોકોએ જણાવ્યું હતું. પ્રાપ્ત વિગતો મુજબ હળવદ તાલુકાના […]

Top Stories Gujarat Others
હળવદ અભ્યારણ હળવદ - પાણી વિના વલખા મારતા ઘુડખરો, ઘુડખર અભ્યારણમાં અવેડાઓ ખાલીખમ

મંતવ્ય ન્યૂઝ,

ઉનાળાની કાળઝાળ ગરમી હાલમાં માનવ સહિત પશુ પક્ષી માટે પણ અસહ્ય બની રહી છે ત્યારે હળવદ તાલુકાના રણ વીસ્તાર ઘુડખર અભ્યારણમાં  આવેલા અવેડાઓમાં પાણી ભરવામાં નહીં આવતા પશુ,પંખીઓ પાણી વિના વલખાં મારી રહ્યા છે જેમાં છેલ્લા છ માસથી પણ વધુ સમયથી અવેડાઓમા પાણી નહીં આવ્યાનું લોકોએ જણાવ્યું હતું.

પ્રાપ્ત વિગતો મુજબ હળવદ તાલુકાના રણકાંઠાના માલણીયાદ અને એંજાર ગામના ઘુડખર અભ્યારણમાં છેલ્લા કેટલાક સમયથી અવેડાઓમા પાણી નાખવામાં નથી આવ્યું જેમાં કેટલાક અવેડાઓ જર્જરિત અને કેટલાક અવેડાઓ પાસે બાવળો ઉગી નિકળ્યા છે. માલણીયાદ ગામની સીમમાં આવેલાં અવેડાઓમા છેલ્લાં છ માસથી પણ વધુ સમયથી પાણી આપવામાં આવ્યું નથી ત્યારે આ જ અવેડાઓની આસપાસ કેટલાક પશુઓના હાડકા જોવા મળ્યાં હતાં ત્યારે શુ આ નીલગાયના કે ઘુડખરના હશે ? શુ આ બહુમૂલ્ય પ્રાણી તરસ્યું મર્યુ હશે ? આવા વેધક સવાલો ઉભા થયા છે.

અધિકારી દ્ધારા દાવાઓ કરવામા આવી રહ્યા છે કે હળવદ રેંજના ૧૮ જેટલા અવેડા નિયમિતપણે ભરવાનું ચાલુ કરાયું છે પરંતુ માલણીયાદ ગામના મહિલા સરપંચના પતીના જણાવ્યા મુજબ આ ખંડેર હાલતમાં દેખાતા અવેડા છેલ્લા છ માથી પાણી ભરીયા વીના ખાલીખમ પળ્યા છે.

હળવદ તાલુકાના રણકાંઠાના વિસ્તારમાં ઘુડખર અભ્યારણના ૧૮ અવેડાઓ બનાવવામાં આવ્યાં છે પરંતુ સરકારી બાબુઓની ઢીલી નિતિથી કોન્ટ્રાક્ટરો દ્ધારા બારોબાર પાણીના ટેંકરના બિલો બનાવી પૈસા ચાઉ કરી જતાં હોય તેવી વાતો લોક મુખે ચર્ચાય રહી છે.

ઘુડખર અભ્યાસમાં સબ સલામતના દાવાઓ કરતાં અધિકારીઓની મિલિભગત કે જાણ બહાર માલણીયાદ કે એંજારના એક પણ અવેડાઓમા ટેંકરથી પાણી પહોંચાડવામાં નથી આવતું અને હાલ તો અવેડાઓ ખાલી દ્રશ્યમાન થાય છે અને ઉનાળાની કાળઝાળ ગરમીમાં પશુઓ ,પંખીઓ માટે તંત્ર દ્વારા પાણીની વ્યવસ્થા કરવામાં આવે તો કેટલાય અબોલ નિર્દોષ પશુ પંખીના જીવન બચાવી શકાય તેમ છે.