Not Set/ રાજકોટમાં ફરી સીંગતેલનાં ભાવ વધ્યા, જાણો નવા ભાવ…

રાજકોટમાં આજે ફરી એક વખત સીંગતેલના ભાવમાં 30 રૂપિયાનો વધારો ઝીંકવામાં આવ્યો અને એક ડબ્બાનો ભાવ 2630ને પાર પહોંચી ગયો છે. સિંગતેલનો ભાવ અત્યાર સુધીની સર્વોચ્ચ સપાટી પર પહોંચ્યો છે.

Top Stories Rajkot Gujarat
WhatsApp Image 2022 02 19 at 10.06.40 AM રાજકોટમાં ફરી સીંગતેલનાં ભાવ વધ્યા, જાણો નવા ભાવ...

સીંગતેલના ડબ્બામાં રૂ.30નો વધારો
30 રૂપિયા વધતા ડબ્બો રૂ. 2630નો થયો
કપાસિયા તેલના ભાવ પણ સીંગતેલના બરાબરીએ
કપાસિયા તેલના ડબ્બાનો ભાવ 2550 થી 2580
છેલ્લા એક સપ્તાહમાં સતત વધી રહ્યા છે ભાવ
સીંગતેલ અને કપાસિયામાં અવિરત ભાવવધારો

રાજકોટમાં આજે ફરી એક વખત સીંગતેલના ભાવમાં 30 રૂપિયાનો વધારો ઝીંકવામાં આવ્યો અને એક ડબ્બાનો ભાવ 2630ને પાર પહોંચી ગયો છે. સિંગતેલનો ભાવ અત્યાર સુધીની સર્વોચ્ચ સપાટી પર પહોંચ્યો છે. છેલ્લા એક સપ્તાહમાં સતત ભાવ વધી રહ્યા છે કપાસિયા તેલના ભાવ પણ સીંગતેલના ભાવે બરાબરીએ છે. કપાસિયા તેલના ડબ્બાનો ભાવ 2550 થી 2580 સુધી પહોંચ્યો છે.

મગફળીની સિઝન પૂરી થતા હવે આવક પણ ઘટી રહી છે. કાચો માલ નહીં મળતા માર્કેટમાં કૃત્રિમ તેજી ઊભી થઇ છે જેને કારણે ખાદ્યતેલ ફરી મોંઘાં બન્યાં છે. શુક્રવારે સતત બીજા દિવસે સીંગતેલ અને કપાસિયા તેલમાં ભાવવધારો થયો છે. સીંગતેલમાં રૂ. 30નો વધારો થતા ડબ્બો રૂ. 2630નો થયો છે. જો કે પિલાણ પણ ઘટી ગયું છે. સૌરાષ્ટ્રના મિલમાં અગાઉ દૈનિક 3 લાખ બોરીનું પિલાણ થતું હતું તેના બદલે હવે માત્ર 50 હજાર બોરીનું જ પિલાણ થાય છે.

અત્યારે અગાઉની ખરીદીનો જે કાંઈ માલ છે તેમાંથી પિલાણ કરવામાં આવી રહ્યું છે. શુક્રવારે સીંગતેલ લુઝનો ભાવ રૂ. 1550 બોલાયો હતો. જ્યારે કપાસિયા વોશમાં રૂ. 1500-1505ના ભાવે સામાન્ય ટેન્કરના કામકાજ નોંધાયા હતા.

કાચા માલની મળતર નહીં મળતા સટ્ટાખોરોએ આ તકનો લાભ લીધો હતો. પોતાની પાસે રહેલો સ્ટોકના ઊંચા ભાવ મળે તે માટે તેને રિલીઝ કરવાનું પ્રમાણ ઘટાડી દીધું છે સામે ડિમાન્ડ નિકળતા આ ભાવ વધ્યો હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે. સીંગતેલની સાથે-સાથે કપાસિયા તેલમાં પણ તેજી રહી હતી. કપાસિયા તેલનો ભાવ રૂ. 30 વધતા કપાસિયાનો ડબ્બો રૂ. 2550 થી વધીને રૂ. 2580નો થયો છે.