Interim Budget 2024/ ભારત આગામી 5 વર્ષમાં ટોચની 3 અર્થવ્યવસ્થાઓમાં સ્થાન પામશે

વિશ્વના 5 ટોચના જીડીપી ધરાવતા દેશો અમેરિકા, ચીન, જર્મની, જાપાન અને ભારત છે. આગામી વર્ષોમાં ભારતીય અર્થવ્યવસ્થા ત્રીજી સૌથી મોટી ઈકોનોમી બની જશે….

Top Stories Finance Union budget 2024 India Business
YouTube Thumbnail 2024 02 01T113347.308 ભારત આગામી 5 વર્ષમાં ટોચની 3 અર્થવ્યવસ્થાઓમાં સ્થાન પામશે

Interim Budget 2024: કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામન 1 ફ્રેબ્રુઆરીએ દેશનું બજેટ રજૂ કરશે. ફોર્બ્સના ઈન્ડિયા રિપોર્ટ મુજબ જાણો કે વિશ્વના 5 ટોચના જીડીપી ધરાવતા દેશો અમેરિકા, ચીન, જર્મની, જાપાન અને ભારત છે. આગામી ત્રણ વર્ષમાં ભારતીય અર્થવ્યવસ્થા ત્રીજી સૌથી મોટી ઈકોનોમી બની જશે એવી ખાતરી પીએમ મોદીએ આપી છે.

5 દેશો:

  1. વર્તમાનમાં 26.90 ટ્રિલિયન ડોલરની જીડીપી સાથે ટોચ પર છે. જીડીપી વૃદ્ધ દર 1.6 ટકા છે. વર્ષ 1969માં જ અમેરિકા એક ટ્રિલિયન યુએસ ડોલરની જીડીપી સાથે પહોંચી ગયો છે.
  2. જીડીપી જે તે દેશની અર્થવ્યવસ્થાને આકલન કરવાનું મુખ્ય પાસું છે. ચીનની જીડીપી 17.7 ટ્રિલિયન યુએસ ડોલર છે. આ દેશની વાર્ષિક જીડીપી વૃદ્ધિ દર 5.2 ટકા છે.
  3. જર્મનીની જીડીપીની જો વાત કરવામાં આવે તો 4.4 યુએસ ડોલર છે. જર્મનીનો વાર્ષિક વૃદ્ધિ દર -0.1 ટકા છે. દસ વર્ષ પહેલા ભારત દુનિયાની 10મી સૌથી મોટી અર્થવ્યવસ્થામાં ગણાતું હતું.
  4. જાપાન દુનિયાની ચોથી મોટી જીડીપી 4.2 ટ્રિલિયન યુએસ ડોલર ધરાવતો દેશ છે. આ દેશની વાર્ષિક જીડીપી વૃદ્ધિ દર 1.3 ટકા છે. ભારતીય નાણા મંત્રાવયની આર્થિક સમીક્ષામાં કહેવામાં આવ્યું છે કે આજે મહામારી હોવા છતાં ભારત 3.7 ટ્રિલિયન અમેરિકી ડોલરની જીડીપી સાથે 5મો સૌથી મોટો દેશ છે.
  5. વર્તમાન સમયમાં ભારતની જીડીપી 3.7 ટ્રિલિયન યુએસ ડોલર છે. ભારતની જીડીપી વૃદ્ધિ દર 5.9 ટકા સાથે સૌથી વધુ છે. નાણા મંત્રાલયે તાજેતરમાં જ કહ્યું કે ભારત આવનારા 3 વર્ષમાં 5 અમેરિકાન ડોલરની જીડીપી સાથે દુનિયાની સૌથી ત્રીજી મોટી અર્થવ્યવસ્થા બની જશે.

    આ પણ વાંચો:ઝારખંડ/ઝારખંડના ભૂતપૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેનની ધરપકડ,કલાકોની પુછપરછ બાદ EDએ કરી મોટી કાર્યવાહી