khalistani terrorists/ અમૃતપાલનો મિત્ર ખાલિસ્તાની આતંકવાદી પરમજીત સિંહ પમ્મા કોણ છે; જાણો સંપૂર્ણ માહિતી

આ દરમિયાન અમૃતપાલના વિદેશમાં બેઠેલા આતંકવાદીઓ સાથેના સંબંધોનો મામલો પણ સામે આવ્યો છે. આમાં ઘણા મોટા નામો સામે આવી રહ્યા છે. એવું જ એક નામ છે પમ્મા…

Top Stories India
Paramjit Singh Pamma

Paramjit Singh Pamma: ખાલિસ્તાની આતંકવાદી અમૃતપાલ સિંહની ધરપકડ માટે પંજાબમાં સર્ચ ઓપરેશન પૂરજોશમાં ચાલી રહ્યું છે. આ દરમિયાન અમૃતપાલના વિદેશમાં બેઠેલા આતંકવાદીઓ સાથેના સંબંધોનો મામલો પણ સામે આવ્યો છે. આમાં ઘણા મોટા નામો સામે આવી રહ્યા છે. એવું જ એક નામ છે પમ્મા છે. પમ્માનું નામ એક તરફ પ્રતિબંધિત સંગઠન બબ્બર ખાલસા ઈન્ટરનેશનલ સાથે જોડાયેલું છે તો બીજી તરફ તે ખાલિસ્તાન ટાઈગર ફોર્સ સાથે પણ સંબંધિત છે. એટલું જ નહીં પમ્માનું નામ NIAની મોસ્ટ વોન્ટેડ લિસ્ટમાં પણ સામેલ છે.

પમ્મા અમૃતપાલ સિંહના સંપર્કમાં કેવી રીતે આવ્યો તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. અમૃતપાલને ઇન્ટરનેશનલ શીખ યુથ ફેડરેશનના ચીફ લખબીર સિંહ રોડે સાથે પણ સંબંધ હોવાનું કહેવાય છે. ઉલ્લેખ મુજબ અમૃતપાલ દુબઈમાં ટ્રક ચલાવતો હતો. અહીં જ તેણે તેના કાકાને તેના ટ્રાન્સપોર્ટના વ્યવસાયમાં મદદ કરી અને રોડેના ભાઈ જસવંતના સંપર્કમાં આવ્યો. આ પછી જ તે ISIની નજીક બની ગયો અને ધર્મના નામે શીખોને ફોસલાવવાનું ચાલું કર્યું. જણાવી દઈએ કે ખાલિસ્તાન સમર્થક અમૃતપાલ સિંહના કાકા અને ડ્રાઈવરે જલંધરમાં પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું, જ્યારે અમૃતપાલ સિંહ હજુ ફરાર છે.

જણાવી દઈએ કે પમ્માનું પૂરું નામ પરમજીત સિંહ પમ્મા છે. તે મૂળ પંજાબના સાહિબજાદા અજીત સિંહ નગર જિલ્લાનો રહેવાસી છે. પમ્મા 1992 સુધી નાના ગુનાઓમાં સામેલ હતો. અહીં વર્ષ 1994માં તેણે ભારત છોડીને પાકિસ્તાનમાં શરણ લીધી અને બબ્બર ખાલસા ઈન્ટરનેશનલ માટે ફંડ એકઠું કરવાનું શરૂ કર્યું. જણાવી દઈએ કે બબ્બર ખાલસા ઈન્ટરનેશનલ ખાલિસ્તાની સંગઠન છે અને તે ભારતમાં પણ પ્રતિબંધિત છે. આ દરમિયાન, પંજાબ સરકારે મોબાઇલ ઇન્ટરનેટ અને SMS સેવાઓ પરનો પ્રતિબંધ મંગળવાર બપોર સુધી લંબાવ્યો છે. સિંઘની શોધ સોમવારે ત્રીજા દિવસે પણ ચાલુ રહી હતી અને રાજ્ય પોલીસે તેને પકડવા માટે સુરક્ષા વધારી દીધી હતી.

આ પણ વાંચો: Cricket/ એશિયા કપમાં યજમાની જાળવી રાખવા માટે પાકિસ્તાનનો આ પ્લાન

આ પણ વાંચો: Gujarat/ નેપાળના આ યુવકને અમદાવાદમાં સફળતાના બદલે મૃત્યુ મળ્યું, જાણો સમગ્ર ઘટના

આ પણ વાંચો: Indian Border/ પાકિસ્તાને ભારતીય સરહદથી માત્ર 58 કિમી દૂર સર્વેલન્સ રડાર તૈનાત કર્યા, જાણો નાપાક હરકત