Not Set/ દ્વારકા એક્સપ્રેસ વે પર ફ્લાયઓવર તૂટી પડ્યો, 3 લોકો ઈજાગ્રસ્ત

ગુરુગ્રામમાં આજે સવાર મોટો અકસ્માત સર્જાયો થયો છે. દ્વારકા એક્સપ્રેસ વે પર ફ્લાયઓવર તૂટી પડ્યો હોવાનું સામે આવ્યું છે.

Top Stories India
A 296 દ્વારકા એક્સપ્રેસ વે પર ફ્લાયઓવર તૂટી પડ્યો, 3 લોકો ઈજાગ્રસ્ત

ગુરુગ્રામમાં આજે સવાર મોટો અકસ્માત સર્જાયો થયો છે. દ્વારકા એક્સપ્રેસ વે પર ફ્લાયઓવર તૂટી પડ્યો હોવાનું સામે આવ્યું છે. સ્થળ ઉપર રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે. નિર્માણાધીન ફ્લાયઓવર પડી જવાને કારણે અકસ્માત સર્જાયો હતો.

મળતી માહિતી મુજબ દ્વારકા એક્સપ્રેસ વે પર ફ્લાયઓવર બનાવવાનું કામ ચાલી રહ્યું હતું. ત્યારે અચાનક ફ્લાયઓવરનો એક ભાગ એક્સપ્રેસ વે પર ધરાશાયી થયો છે. આ અકસ્માતમાં 3 લોકોને ઇજાઓ થવાની માહિતી મળી રહી છે. તમામને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.

આપને જણાવી દઈએ કે આ ઘટના ગુરુગ્રામથી દિલ્હી જતા એલિવેટેડ ફ્લાયઓવર પર બની હતી. આટલું જ નહીં ફ્લાયઓવર (સ્લેબ) ના પડતા ભાગને અંધાધૂંધીનું વાતાવરણ ઉભું કર્યું છે.