Not Set/ અમદાવાદમાં હોળીનાં પર્વ પર તમામ ક્લબ,સ્વિમિંગ પુલ,પાર્ટી પ્લોટ બંધ

રાજ્યમાં એક તરફ કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. તો બીજી તરફ તહેવારોની મજાને પણ પૂરી રીતે બગાડી છે. ત્યારે હવે હોળી-ધૂળેટીનાં પર્વને પણ કોરોનાનું ગ્રહણ લાગ્યુ છે.

Ahmedabad Top Stories Gujarat
Untitled 104 અમદાવાદમાં હોળીનાં પર્વ પર તમામ ક્લબ,સ્વિમિંગ પુલ,પાર્ટી પ્લોટ બંધ
  • અમદાવાદમાં હોળી-ધુળેટીને લઈને AMCનો નિર્ણય
  • હોળીના પર્વમાં તમામ કલબ બંધ
  • તમામ ક્લબો,સ્વિમિંગ પુલો,પાર્ટી પ્લોટ બંધ
  • મોટા મંદિરોમાં કે હવેલીમાં કરાતી ઉજવણીઓ બંધ રહેશે
  • જાહેર રસ્તાઓ પર ધુળેટી રમવા પર પ્રતિબંધ
  • કોર્પોરેશન ની 200 થી વધુ ટિમો રાખશે નજર
  • કાયદાનો ભંગ કરનાર સામે લેવાશે કડક પગલા

રાજ્યમાં એક તરફ કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. તો બીજી તરફ તહેવારોની મજાને પણ પૂરી રીતે બગાડી છે. ત્યારે હવે હોળી-ધુળેટીનાં પર્વને પણ કોરોનાનું ગ્રહણ લાગ્યુ છે. ખાસ કરીને અમદાવાદની વાત કરીએ તો અહી હોળી-ધુળેટીને લઇને AMC એ કડક નિર્ણય કર્યો છે.

Untitled 105 અમદાવાદમાં હોળીનાં પર્વ પર તમામ ક્લબ,સ્વિમિંગ પુલ,પાર્ટી પ્લોટ બંધ

નિયમન / બોટલ બંધ પાણી વેચવું એપ્રિલથી બનશે અઘરુ, FSSAI એ લાગુ કર્યા નિયમ

શહેરમાં કોરોનાનું સંક્રમણ વધતા AMC એ હોળીનાં પર્વમાં તમામ ક્લબ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. કોરોનાવાયરસનાં ફેલાવવાને રોકવા માટે તંત્રએ શહેરનાં તમામ ક્લબ, સ્વિમિંગ પુલ, પાર્ટી પ્લોટ બંધ રાખવા જણાવ્યુ છે. વળી મોટા મંદિરોમાં કે હવેલીમાં કરાતી ઉજવણીઓ પણ બંધ રહેશે. જાહેર રસ્તાઓ પર ધુળેટી રમવા પર પ્રતિબંધ રાખવામાં આવ્યો છે. વળી કોર્પોરેશનની 200 થી વધુ ટીમો આ તમામ નિયમોનું પાલન થાય છે કે નહી તેના પર નજર રાખશે. અને જો કોઇ કાયદાનો ભંગ કરશે તેની વિરુદ્ધ કડક પગલા ભરવામાં આવશે. તહેવાર દરમિયાન કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવા સરકાર દ્વારા ખાસ SOP પણ જાહેર કરાઈ છે. અને તેનું પાલન કરાવવા રાજ્યનાં પોલીસતંત્રને તૈનાત કરવામાં આવ્યું છે.

Untitled 106 અમદાવાદમાં હોળીનાં પર્વ પર તમામ ક્લબ,સ્વિમિંગ પુલ,પાર્ટી પ્લોટ બંધ

પોલીસતંત્ર તૈનાત: રંગોના તહેવાર નો ઉત્સાહ થયો ફિક્કો.. જાણો કોરોના થી બચવા સરકારે શું કર્યો છે પ્રબંધ

આપને જણાવી દઇએ કે, હોળીનો તહેવાર એટલે જાતજાતનાં રંગો અને ઉત્સવનો તહેવાર. હોળી ધુળેટીનાં તહેવારનાં રોજ લોકો એકબીજાને અવનવા રંગોથી રંગીને ઉજવણી કરતા હોય છે. પરંતુ આ વખતે હોળીનો રંગ ફિક્કો થઈ ગયો છે. જેની પાછળનું કારણ છે ગુજરાતમાં વધી રહેલું કોરોના વાયરસનું સંક્રમણ. જેના કારણે પોલીસે હવે કોનાથી જનતાને મુક્ત રાખવા કાર્યવાહી હાથ ધરી છે.

  • આજે હોળીનું પાવન પર્વની અમદાવાદમાં ઉજવણી
  • ઈસ્કોન મંદિરમાં રાધા-કૃષ્ણને વિશેષ શણગાર
  • રાધા કૃષ્ણને ગુલાબી રંગના પહેરાવાયા વાઘા
  • કોવિડ ગાઈડ લાઈનનાં પાલન સાથે દર્શન
  • માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનું થઈ રહ્યું છે પાલન

અમદાવાદમાં હોળીનાં પાવન પર્વની ઉજવણીનાં ભાગ રૂપે ઈસ્કોન મંદિરમાં રાધા-કૃષ્ણને વિશેષ રીતે શણગારવામા આવ્યા છે. અહી રાધા-કૃષ્ણને ગુલાબી રંગનાં વાઘા પહેરાવવામાં આવ્યાછે. કોરોનાની ગાઇડલાઇનનાં પાલન સાથે ભક્તો અહી દર્શનાર્થે આવી રહ્યા છે. ખાસ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન થઇ રહ્યુ છે.

કોરોના કહેર / મહારાષ્ટ્રમાં કોરોનાનો કહેર યથાવત 24 કલાકમાં 35,726 નવા કેસ, રાત્રે 8 થી સવારે 7 નાઈટ કર્ફ્યુ, સાથે ધારા 144 લાગુ

  • રાજકોટમાં ધુળેટીની જાહેર ઉજવણી મોકૂફ
  • ફન વર્લ્ડમાં નહીં યોજાય ધુળેટી
  • કોરોના કેસમાં વધારો થતાં લેવાયો નિર્ણય
  • ક્લબ અને ખાનગી પાર્ટી પ્લોટ સંચાલકોને આર્થિક ફટકો

રાજકોટવાસીઓ માટે હોળી-ધુળેટીનાં પર્વ પર ખરાબ સમાચાર સામે આવ્યા છે. અહી જાહેરમાં ઉજવણીને મોકૂફ રાખવામાં આવેલ છે. કોરોનાનાં વધતા કેસને કારણે અહી આવેલા ફનવર્લ્ડમાં ધુળેટી યાજાશે નહી. ખાસ કોરોનાનાં કેસમાં વધારો થતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. ક્લબ અને ખાનગી પાર્ટી પ્લોટ સંચાલકોને આ નિર્ણય બાદ આર્થિક ફટકો પડ્યો છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ