demolition/ અમદાવાદના નિકોલમાં ધાર્મિક સ્થળના ડિમોલિશનને લઈને લોકો વીફર્યા

અમદાવાદના નિકોલમાં ધાર્મિક સ્થળના ડિમોલિશનને લઈને લોકો મોટી સંખ્યામાં રસ્તા પર ઉતર્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન 70 વર્ષ જૂનું મહાકાળી માતાનું મંદિર તોડવાનું હોવાની વાતને લઈને સ્થાનિકો બગડ્યા છે.

Top Stories Ahmedabad Gujarat
Beginners guide to 12 2 અમદાવાદના નિકોલમાં ધાર્મિક સ્થળના ડિમોલિશનને લઈને લોકો વીફર્યા

અમદાવાદઃ અમદાવાદના નિકોલમાં ધાર્મિક સ્થળના ડિમોલિશનને લઈને લોકો મોટી સંખ્યામાં રસ્તા પર ઉતર્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન 70 વર્ષ જૂનું મહાકાળી માતાનું મંદિર તોડવાનું હોવાની વાતને લઈને સ્થાનિકો બગડ્યા છે.

સ્થાનિકોનું કહેવુ છે કે મંદિરને લઈને અમારી શ્રદ્ધા જોડાયેલી છે. જો મંદિરને કંઇપણ કરવામાં આવશે તો અમે રસ્તા પર સૂઈને વિરોધ કરીશું. આજે રવિવારના દિવસે પણ સ્થાનિકોએ ભેગા થઈને કોર્પોરેશન સામે વિરોધ નોંધાવ્યો હતો.

મહાકાળી મંદિર તોડવાની વાત સામે મોટી સંખ્યામાં રસ્તા પર આવેલા સ્થાનિકોનું કહેવું છે કે સનાતન ધર્મની વાતો કરનારના નેતાઓ મંદિર તોડાવી રહ્યા છે. જો મંદિરને હટાવાશે તો અમે ચૂંટણીનો પણ બહિષ્કાર કરીશું.  સ્થાનિકો દરરોજે માતાજીના મંદિરે દર્શન કરવામાં આવે છે. તેથી બધાની શ્રદ્ધા તેની સાથે જોડાયેલી છે.

આશ્ચર્યની વાત તો  એ છે કે મંદિર તો અહીં 70 વર્ષથી છે ત્યાં સુધી તંત્રને તેની સામે કોઈ વાંધો કેમ ન હતો. હવે અચાનક તંત્રને મંદિર કેમ નડવા લાગ્યું છે. આ બધુ કોના ઇશારે થઈ રહ્યું છે. સ્થાનિકોના ગુસ્સાને લઈને અત્યાર સુધી મંદિર તોડવા માટે કોઈ પગલાં લેવાયા નથી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃએપ્રિલ અને મે મહિનામાં પડશે કાળઝાળ ગરમી, બેવડી ઋતુનો સામનો કરવો પડશે

આ પણ વાંચોઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત પ્રવાસે, હનુમાનના દર્શન કરી પ્રચાર શરૂ કરશે

આ પણ વાંચોઃ ભાવનગર મનપામાં મહિલા કર્મીએ ખોટું મેડિકલ સર્ટિ. રજૂ કરતા ભાંડો ફૂટ્યો