રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાજકોટ શહેરને સ્માર્ટ સિટી અંતર્ગત સુંદર, રળિયામણું બનાવવા તથા ટ્રાફિક મૂવમેન્ટ સરળ થાય તથા રાહદારીઓને થતી મુશ્કેલીઓના નિવારણ માટે શહેરમાં આવેલ મુખ્ય ૪૮ માર્ગો પર “વન વીક, વન રોડ” ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેમાં કોર્પોરેશન શાખા દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં ફૂટપાથ અને રોડ સમારકામ, હંગામી ધોરણે અનઅધિકૃત દબાણ હટાવવું, ગેરકાયદેસર દબાણ પર ડિમોલીશનની કામગીરી, રોડનું સ્ટ્રક્ચર સરખું કરવું, ફૂડ શાખા દ્વારા ચકાસણી, નડતરરૂપ ઝાડને ટ્રીમીંગ કરવું, વેરા વસુલાત શાખા દ્વારા સ્થળ પર જ ટેક્સ વસુલાત કરવી, સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા જાહેરમાં કચરો ફેલાવતા / કચરાપેટી ન રાખતા ,પ્રતિબંધિત પ્લાસ્ટીકનો વપરાશ કરતા આસામીઓ સામે દંડની કાર્યવાહી કરવામાં આવી હતી.
વન વીક વન રોડ અંતર્ગત શહેરના વેસ્ટ ઝોન વિસ્તારના રૈયા રોડપરના પાર્કિંગ તથા માર્જીનમાં થયેલ નીચેની વિગતો થયેલ જેમાં નિકુંજભાઈ ગઢિયા, રાધે ડેરી, ન્યારા પંપની સામે, રૈયા રોડ 2. દીપક અરવિંદભાઈ ઝાલા, જોકર ગાઠીયા, શ્રીજી કોમ્પલેક્ષ, ન્યારા પંપની સામે, રૈયા રોડ 3. ભીમભાઈ રબારી, જોકર ગાઠીયાની બાજુમાં, શ્રીજી કોમ્પલેક્ષ, ન્યારા પંપની સામે, રૈયા રોડ 4. હસમુખભાઈ, બાલકૃષ્ણ ફરસાણ, HP પંપ પહેલા, રૈયા રોડ 5. નસીમખાન, તાજ ફર્નીચર, જનતા ડેરી સામે, રૈયા રોડ 6. જેલાનીઆમો આઈસ્ક્રીમ. HP પેટ્રોલ પંપ સામે, રૈયા રોડ 7. સાયકલ ટ્રેન્ડ, રાજ પેલેસ-2 સામે, રૈયા રોડ 8. સનપ્લાઝા કોમ્પલેક્ષ, રૈયા રોડ પર દબાણ હટાવવામાં આવ્યું હતું.
આ પણ વાંચો:વિવાદ / ઉત્તરપ્રદેશના પ્રસિદ્વ કવિ અકબર અલ્હાબાદીનું નામ બદલાત થયો વિવાદ,જાણો વિગત
રૈયા રોડ ફૂડ શાખાએ 25 ખાણીપીણીના ધંધાર્થીઓને ત્યાં ચેકિંગ કર્યું હતું. જેમાં 3 ધંધાર્થીને નોટિસ આપવામાં આવી હતી. તેમજ 16 કિલો બટાટાનો વાસી માવો, ચટણી અને ખાદ્ય ખોરાકનો નાશ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત જય ભગવતી રેસ્ટોરન્ટમાંથી સંભાર અને શ્રીનાથજી પાઉંભાજીમાંથી પાઉંભાજીના નમૂના લેવામાં આવ્યા હતા.
વન વીક વન રોડ અંતર્ગત રૈયા રોડ પર જાહેરમાં કચરો ફેકનાર / ગંદકી કરવા સબબ કુલ ૧૧ આસામીઓ પાસેથી રૂ. ૩,૧૦૦/-, પ્રતિબંધિત પ્લાસ્ટિક રાખવા / ઉપયોગ કરવા સબબ કુલ ૧૧ આસામીઓ પાસેથી રૂ. ૪,૫૦૦/-નો વહીવટી ચાર્જ વસુલવામાં આવ્યા હતા આમ કુલ ૨૨ આસામીઓ પાસેથી કુલ રૂ. ૭,૬૦૦/-નો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યા છે .૨૩ દુકાનધારકો ધંધાર્થીઓને ડસ્ટબીન ન રાખવા તથા ગંદકી ન કરવા સબબ નોટીસ આપવામાં આવેલ અને ૫.૫ કિ.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવામાં કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો:કોરોના / NCPના સાંસદ સુપ્રિયા સુલે કોરોના સંક્રમિત, ટ્વિટ કરી આપી માહિતી