વિવાદ/ ઉત્તરપ્રદેશના પ્રસિદ્વ કવિ અકબર અલ્હાબાદીનું નામ બદલાત થયો વિવાદ,જાણો વિગત

યુપીના એચઈસીએસના ડેપ્યુટી સેક્રેટરી શિવ જી માલવિયા દ્વારા જારી કરવામાં આવેલી પ્રેસ રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે વેબસાઈટ હેક કરવામાં આવી છે

Top Stories India

પ્રસિદ્ધ કવિ અકબર અલ્હાબાદીનું નામ બદલવાને લઈને યુપીમાં ભારે  હંગામો થયો છે. યોગી આદિત્યનાથ સરકાર દ્વારા ત્રણ વર્ષ પહેલા અલ્હાબાદનું નામ બદલીને પ્રયાગરાજ કરવામાં આવ્યું હતું  પ્રખ્યાત કવિ અકબર અલ્હાબાદીને ‘અકબર પ્રયાગરાજ’ તરીકે ઓળખ આપતાં ભારે વિવાદ થયો હતો અને આ મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

આ મુદ્દે હોબાળો થયા બાદ યુપીના એચઈસીએસના ડેપ્યુટી સેક્રેટરી શિવ જી માલવિયા દ્વારા જારી કરવામાં આવેલી પ્રેસ રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે વેબસાઈટ હેક કરવામાં આવી છે અને મહાન કવિ અકબર ‘અલાહાબાદી’નું નામ બદલીને અકબર ‘પ્રયાગરાજી’ કરવાનું ભ્રામક છે.પ્રેસ રિલીઝમાં જણાવવામાં આવ્યું છે કે પંચે તેની વેબસાઈટ પર આવું કોઈ નામ નોંધાયેલ નથી. જે નામ બદલાઇ ગયા છે તેને સુધારવામાં આવી રહ્યા છે.

UPHESC રીલીઝમાં વધુમાં જણાવ્યું હતું કે, સાયબર સેલ પાસેથી તપાસની માંગ કરવામાં આવી રહી છે અને જેઓ આવું કરશે તેમની સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. અકબર અલાહાબાદી, સંજોગવશાત, અખબારો પરની તેમની લાઇન માટે પ્રખ્યાત છે, જેમાં લખવામાં આવ્યું છે કે ન ખેંચો કમાનકો ન ખેંચો તલવારોકો જબ તોપ સે હો મુખાબલા તબ અખબાર નિકાલો.

રાશિદ અલ્હાબાદી અને તેગ અલ્હાબાદીને “તેગ પ્રયાગજી” અને “રશીદ પ્રયાગજી” તરીકે ઓળખવામાં આવે છે. આ દરમિયાનમાં પંચની હિન્દી વેબસાઇટ પુનઃસ્થાપિત કરવામાં આવી છે અને અંગ્રેજી પોર્ટલને પુનઃસ્થાપિત કરવાનું કામ ચાલુ છે. સાયબર સેલમાં ગુનેગારોની ધરપકડ માટે. UPHESC, રાજ્ય સરકાર હેઠળની એક સ્વાયત્ત સંસ્થા છે.  રાજ્યની 331 સરકારી સહાયિત કોલેજોમાં આચાર્ય અને મદદનીશ શિક્ષકોની નિમણૂક કરે છે.