Surat News/ સુરતમાં રોટલીમાંથી ઈયળ મળતાં હોબાળો! તપાસ બાદ પેપીલોન હોટલ સામે મોટી કાર્યવાહી

Papillon Hotel Surat: સુરતના કતારગામની પેપીલોન હોટલમાં રોટલીમાંથી ઈયળ મળવાની ફરિયાદ બાદ મનપાના આરોગ્ય વિભાગે તપાસ કરી. સ્વચ્છતાની ખામીઓ મળતાં હોટલ બંધ કરાવાઈ.

Gujarat Top Stories Surat
Papillon Hotel Surat: રોટલીમાંથી ઈયળ મળવાની ફરિયાદથી તંત્ર દોડતું થયું, હોટલમાં મળી ગંદકી

Surat Food Safety News: સુરતમાં હોટલ અને રેસ્ટોરન્ટમાં પીરસાતા ખોરાકની ગુણવત્તાને લઈને ફરી ગંભીર સવાલો ઊભા થયા છે. કતારગામ વિસ્તારમાં આવેલી પેપીલોન હોટલમાં (Papillon Hotel Surat) રોટલીમાંથી ઈયળ મળી હોવાની ગ્રાહકની ફરિયાદ બાદ સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન હોટલમાં સ્વચ્છતાનો અભાવ સહિતની ખામીઓ સામે આવતા આરોગ્ય વિભાગે હોટલ બંધ કરાવવાનો આદેશ આપ્યો છે.

રોટલીમાંથી ઈયળ મળતા ગ્રાહકે કરી ફરિયાદ

કતારગામ વિસ્તારમાં (Katargam Hotel) આવેલી પેપીલોન હોટલમાં ગ્રાહક દ્વારા રોટલીમાં ઈયળ મળી હોવાની ફરિયાદ કરવામાં આવી હતી. ફરિયાદ મળ્યા બાદ કતારગામ ઝોનના આરોગ્ય વિભાગની ટીમ તાત્કાલિક હોટલ ખાતે પહોંચી હતી અને સ્થળ પર તપાસ શરૂ કરી હતી.

આરોગ્ય વિભાગની ટીમે હોટલના (Surat Food Safety) કિચન, ખાદ્યસામગ્રીના સંગ્રહ, સફાઈ વ્યવસ્થા તેમજ સમગ્ર પરિસરની સ્વચ્છતાની ચકાસણી કરી હતી. તપાસ દરમિયાન સ્વચ્છતાને લગતી કેટલીક ગંભીર ખામીઓ મળી આવી હતી. ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને જાળવણી અંગે પણ તપાસ કરવામાં આવી હતી. ખામીઓ સામે આવતા અધિકારીઓએ હોટલ બંધ કરાવવાની કાર્યવાહી કરી હતી.

Papillon Hotel Surat: વરાછાની ઘટના બાદ આરોગ્ય વિભાગ સક્રિય

સુરતના વરાછા વિસ્તારમાં રેસ્ટોરન્ટમાં શાક ખાધા બાદ ફૂડ પોઈઝનિંગથી પાંચ વર્ષની બાળકીના મોતની ઘટના બાદ મનપાનો આરોગ્ય વિભાગ વધુ સક્રિય બન્યો છે. હોટલ, રેસ્ટોરન્ટ અને ઢાબામાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તા તેમજ સ્વચ્છતા અંગે સઘન તપાસ હાથ ધરવામાં આવી રહી છે. થોડા દિવસ પહેલાં ડુમસ વિસ્તારમાં ટામેટાના ભજીયામાંથી મંકોડો મળી આવ્યો હોવાની ફરિયાદ પણ સામે આવી હતી. હવે કતારગામમાં રોટલીમાંથી ઈયળ મળતા ખાદ્ય સુરક્ષાને લઈને ફરી સવાલો ઊભા થયા છે.

ખામી જણાય તો નોટિસ અને દંડ

છેલ્લા એક અઠવાડિયાથી આરોગ્ય વિભાગ દ્વારા હોટલ, રેસ્ટોરન્ટ અને ઢાબામાં ખાસ ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. તેમાં સાફ-સફાઈ, ખાદ્ય પદાર્થોની ગુણવત્તા, કાચા માલનો સંગ્રહ, કિચનની સ્થિતિ તેમજ હોટલના કર્મચારીઓના સ્વાસ્થ્ય સહિતના વિવિધ માપદંડોની તપાસ કરવામાં આવી રહી છે. જ્યાં નિયમોનું ઉલ્લંઘન અથવા ગંભીર ખામી મળી (Hotel Food Quality) આવે ત્યાં નોટિસ, દંડથી લઈને સંસ્થા બંધ કરાવવા સુધીની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

13 મીઠાઈ વિક્રેતાઓ પાસેથી 25 સેમ્પલ લેવાયા

તહેવારોને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગ દ્વારા મીઠાઈ અને માવાના વેપારીઓ સામે પણ તપાસ શરૂ કરવામાં આવી છે. મીઠાઈ વિક્રેતાઓની 13 સંસ્થાઓમાંથી કુલ 25 સેમ્પલ લેવામાં આવ્યા છે અને તેને લેબોરેટરીમાં તપાસ માટે મોકલવામાં આવ્યા છે. લેબોરેટરી રિપોર્ટ આવ્યા બાદ નિયમ મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે.

એક જ દિવસમાં 239 સંસ્થાઓનું ચેકિંગ

આરોગ્ય વિભાગ (Surat Health Department) દ્વારા એક દિવસમાં કુલ 239 હોટલ, રેસ્ટોરન્ટ અને અન્ય સંસ્થાઓની તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન 108 સંસ્થાઓને નોટિસ આપવામાં આવી હતી. આ ઉપરાંત 419.90 કિલોગ્રામ અખાદ્ય જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. અગાઉની કામગીરી સહિત કુલ 6,464 કિલોગ્રામ અખાદ્ય જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે અને ₹38.51 લાખનો વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું છે.

સુરતમાં તહેવારો દરમિયાન હોટલ, રેસ્ટોરન્ટ અને મીઠાઈની દુકાનોમાં ખાદ્ય પદાર્થોની માંગ વધતી હોય છે. આવી સ્થિતિમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં ન થાય તે માટે મનપાના આરોગ્ય વિભાગે ચેકિંગ વધુ કડક બનાવ્યું છે. કતારગામની પેપીલોન હોટલમાં રોટલીમાંથી ઈયળ મળવાની ફરિયાદ બાદ થયેલી કાર્યવાહી પણ આ જ અભિયાનનો ભાગ છે.


આ પણ વાંચો: અમદાવાદમાં મંજૂરી વગર સ્કૂલનું સ્થળ બદલાયું, કેશવનગરની શ્યામ ઘનશ્યામ સ્કૂલ બંધ કરાશે

આ પણ વાંચો: અમદાવાદમાં 23 દિવસમાં રોગચાળાના 700થી વધુ કેસ! ડેન્ગ્યુ-ટાઇફોઇડથી તંત્ર એલર્ટ

આ પણ વાંચો: હિંમતનગરમાં શ્રીકૃષ્ણનો અનોખો હિંડોળો: પૌરાણિક સિક્કાઓથી કરાયો ભવ્ય શણગાર, દર્શન માટે ઉમટ્યા ભક્તો