ધર્મ વિશેષ/ નાડાછડી બાંધતી વખતે આ વાતોનું રાખો ધ્યાન

નાડાછડીને રક્ષાસૂત્ર પણ કહેવામાં આવે છે. જુદા જુદા દેવી દેવતાઓના નામથી આ નાડાછડી બાંધવાથી ભગવાન ભક્તનું સંકટોથી રક્ષણ કરે છે

Dharma & Bhakti

સનાતન ધર્મમાં પૂજા પાઠ દરમિયાન કેટલીય વસ્તુના ઉપયોગનું ઘણું મહત્વ છે. તેમાંથી એક વસ્તુ છે નાડાછડી. હંમેશા પૂજા પાઠ શરુ કરતી વખતે પંડિતજી યજમાનને નાડાછડી બાંધે છે. તે ઉપરાંત કેટલાક મંદિરોમાં પણ ભક્તોને નાડાછડી બાંધવામાં આવે છે. નાડાછડી બાંધવાના ઘણા ફાયદા છે પણ તે બાંધતી અને કાઢતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે.

નાડાછડી બાંધવાના ફાયદા 

નાડાછડીને રક્ષાસૂત્ર પણ કહેવામાં આવે છે. જુદા જુદા દેવી દેવતાઓના નામથી આ નાડાછડી બાંધવાથી ભગવાન ભક્તનું સંકટોથી રક્ષણ કરે છે. તે ઉપરાંત નાડાછડી બાંધવાથી સકારાત્મક ઉર્જા મળે છે. વ્યક્તિનું મન શાંત અને કેન્દ્રિત રહે છે. તે ઉપરાંત નાડાછડી બાંધવાથી વાત, પિત્ત અને કફનું સંતુલન જળવાઈ રહે છે. તેનાથી નસો ઉપર દબાણ પડે છે. જેના લીધે જુના વૈદ હાથ, કમર, ગળા અને પગના અંગુઠા ઉપર નાડાછડી બાંધતા હતા.

આ બાબતોનું રાખો ધ્યાન

નાડાછડી ધારણ કરતી વખતે તેને માત્ર 3 વખત જ લપેટવી જોઈએ. અને પુરુષો અને અપરણિત છોકરીઓએ નાડાછડી જમણા હાથમાં જયારે પરિણીત મહિલાઓએ ડાબા હાથમાં પહેરવી જોઈએ.

પ્રયત્ન કરો કે નાડાછડી કોઈ પંડિત પાસે મંત્રોચ્ચાર સાથે બંધાવો. જો એમ ન થાય તો પણ નાડાછડી બાંધતી વખતે ‘येन बद्धो बली राजा दानवेन्द्रो महाबल:, तेन त्वामनुबध्नामि रक्षे मा चल मा चल..’ મંત્રનો જાપ કરો. નાડાછડીને કાઢવા માટે મંગળવાર અને શનિવારનો દિવસ જ ઉચિત હોય છે. બીજા કોઈ દિવસે નાડાછડી કાઢવી અશુભ માનવામાં આવે છે.