Gandhinagar/ સ્વામિનારાયણ અક્ષરધામ પુનઃ ખુલ્લું મુકાયું

ગાંધીનગરમાં સ્વામિનારાયણ અક્ષરધામ રવિવારથી જનતા માટે પુનઃ ખુલ્લું મૂકવામાં આવ્યું છે.

Gujarat Others Dharma & Bhakti

ગાંધીનગરમાં સ્વામિનારાયણ અક્ષરધામ રવિવારથી જનતા માટે પુનઃ ખુલ્લું મૂકવામાં આવ્યું છે. કોરોનાની વૈશ્વિક મહામારીને કારણે સાત મહીના સુધી અસ્થાયી રૂપથી બંધ રહ્યા બાદ દર્શનાર્થીઓ હવે અક્ષરધામ મંદિરમાં ફરીથી દર્શન કરી શકશે.આજરોજ દશેરાના પવિત્ર દિવસે બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના વરિષ્ઠ સંત પૂ. ઇશ્વરચરણ સ્વામી અને પૂ. આનંદસ્વરૂપ સ્વામી તથા અન્ય સંતોએ વેદોક્ત વિધિપૂર્વક અક્ષરધામના દ્વાર દર્શનાર્થીઓ માટે ખુલ્લા મૂકેલા છે.

#Dashera / શાસકના જીવનમાં ઘમંડનું કોઈ સ્થાન ના હોવું જોઈએ : સોનિયા ગાંધ…

દર્શન કરવા માટેનું હાલનું સમયપત્રકઃ

સોમવાર સિવાય દરરોજ સાંજે 5:00 થી 7:30 કલાક દરમિયાન અક્ષરધામ પરિસરમાં પ્રવેશ મળી શકશે. અક્ષરધામ મંદિરના દર્શન બાદ દરરોજ સાંજે 7:15 કલાકે યોજાતા વોટર શોને પણ દર્શનાર્થીઓ નિહાળી શકશે. આ ઉપરાંત અક્ષરધામના ઉદ્યાનો અને પ્રેમવતી ઉપહાર ગૃહ પણ દર્શનાર્થીઓ માટે ખુલ્લા રહેશે. વળી મુલાકાતીઓ બુકસ્ટોલમાંથી પૂજા સામગ્રી અને રોગપ્રતિકારક આયુર્વેદિક ઔષધિઓ મેળવી શકશે. અભિષેક પૂજા વિધિ તેમજ તમામ પ્રદર્શન ખંડો હાલ પૂરતા બંધ રહેશે.

Man Ki Baat / જાણો સૌન્ય, કાશ્મીર, ખાદી સહિતનાં મામલે PM મોદીએ શું કહી પોત…

દર્શનાર્થીઓએ અક્ષરધામની મુલાકાત દરમિયાન પોતાના અને જાહેર સ્વાસ્થ્યની જાળવણી માટે કોરોના મહામારી અંગેના સરકારના તમામ નિયમો અને માર્ગદર્શિકાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. સમગ્ર પરિસરમાં તેઓએ માસ્ક સતત પહેરી રાખવાનું રહેશે તેમજ સોશિયલ ડીસ્ટન્સીંગનું પણ પાલન કરવાનું રહેશે. પરિસરમાં પ્રવેશ મેળવતા પહેલા થર્મલ સ્ક્રીનીંગ અને હેન્ડ સેનિટાઇઝેશન ફરજીયાત રહેશે. સામાન્ય કરતા વધુ તાપમાન ધરાવતા તેમજ covid-19ના લક્ષણો ધરાવતા મુલાકાતીઓને પરિસરમાં પ્રવેશ આપવામાં આવશે નહીં.

Bihar Election / ચાલું ચૂંટણી પ્રચારમાં શિવહર વિધાનસભાનાં ઉમેદવારની ગોળી મારી…