#​​Ahmedabad/ ગુજરાત યુનિવર્સિટીમાં થયેલી મારામારી બાદ સરકાર એક્શન મોડમાં

નમાઝ સમયે ટોલાએ આવીને મારઝૂડ કરતા મામલો બિચક્યો હતો

Gujarat
Beginners guide to 12 1 ગુજરાત યુનિવર્સિટીમાં થયેલી મારામારી બાદ સરકાર એક્શન મોડમાં

Gujarat news : ગુજરાત યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ વચ્ચેની બોલાચાલી મારામારી સુધી પહોંચતા મામલો બિચક્યો હતો. જેને પગલે સરકાર એક્શન મોડમાં આવી હતી અને આ સંદર્ભે બેઠક યોજવામાં આવી હતી. બીજીતરફ અમદાવાદના પોલીસ કમિશનર જી.એસ.મલિકે આ ગે કહ્યું હતું કે તપાસ માટે નવ ટીમ બનાવવામાં આવી છે. જે લોકો સંડોવાયેલા છે તેમની સામે કડક કાર્યવાહી થશે.

તેમણે વધુમાં કહ્યું હતું કે ગઈકાલે રાત્રે દાજે 10.30 વાગ્યે હાલમાં રમઝાન ચાલતો હોવાથી અહીંયા કેટલાક લોકો નમાઝ પઢતા હતા. દરમિયાન અહીં 20 થી 25 શખ્સો આવ્યા હતા. તે લોકો કહેતા હતા કે તમે લોકો અહીં નમાઝ કેમ પઢો ચો, તમારે અહીં નહી પરંતુ મસ્ડિદમાં જઈને નમાઝ પઢવી જોઈએ. ત્યારબાદ તેમની વચ્ચે ઝપાઝપી થઈ હતી અને મારામારી પણ કરવામાં આવી હતી. તે સિવાય રૂમમાં પણ તોડપોડ કરવામાં આવી હતી.

મલિકે વધુમાં જણાવ્યું હતું કે આ ઘટનાની અમે ગંભીરતાથી નોંધ લીધી છે, સરકારે પણ આ વાતને ગંભીરતાથી લીધી છે. આ કેસમાં પાંટ ડીસીપી અને તેમના હસ્તકની ટીમો બનાવી છે તથા ચાર ક્રાઈમ બ્રાંચની ટીમો પણ બનાવવામાં આવી છે. કુંલ નવ ટીમો આ કેસમાં તપાસ કરશે. દરમિયાન એક આરોપીની ઓળક થઈ ગઈ છે. ટૂંકસમયમાં તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવશે, આરોપીઓ વિરૂધ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.

બીજીતરફ ગુજરાત યુનિવર્સિટીમાં હોબાળા સંદર્ભે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ શાહીબાગ સર્કિટ હાઉસમાં અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. જેમાં હર્ષ સંઘવી ઉપરાંત, ડીજીપી વિકાસ સહાય, અમદાવાદનાં પોલીસ કમિશનર જી.એસ.મલિક, ક્રાઈમ બ્રાંચના જેસીપી નીરજ બડગુજર તથા સાયબર ક્રાઈમના ડીસીપી અજીત રાજીયન પણ હાજર રહ્યા હતા. વિદ્યાર્થીઓની સુરક્ષા બાબતે આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી.



whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃહવામાન વધુ એક વખત પલટાશે? બેવડી ઋતુનો સામનો કરવો પડશે…

આ પણ વાંચોઃએપ્રિલ અને મે મહિનામાં પડશે કાળઝાળ ગરમી, બેવડી ઋતુનો સામનો કરવો પડશે

આ પણ વાંચોઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત પ્રવાસે, હનુમાનના દર્શન કરી પ્રચાર શરૂ કરશે

આ પણ વાંચોઃ ભાવનગર મનપામાં મહિલા કર્મીએ ખોટું મેડિકલ સર્ટિ. રજૂ કરતા ભાંડો ફૂટ્યો