Not Set/ કોરોના થકી લોકડાઉન મામલે કલોલમાં પણ કરવામાં આવી અમદાવાદવાળી

જો તંત્ર દ્વારા કડક હાથે કામ લેવામાં નહી આવે, તો દોષનો ટોપલો લોકો છેલ્લે તો તંત્ર માથે જ ઢોળવાનાં છે. પહેલા આમ કરવુ જોઇ તુ હતુ અને આ નિર્ણય મોડો કર્યો વિગેરે વિગેર. લોકોએ પોતાને તે એ બીવકુલ સમજવુ નથી કે તંત્ર દ્વારા કહેવામાં આવે છે તેટલુ આપણે જો પાલન કરીએ તો કોરોનાનો આવો કહેર […]

Gujarat
e61b336cecf54a1d12843c8a351c9b70 2 કોરોના થકી લોકડાઉન મામલે કલોલમાં પણ કરવામાં આવી અમદાવાદવાળી

જો તંત્ર દ્વારા કડક હાથે કામ લેવામાં નહી આવે, તો દોષનો ટોપલો લોકો છેલ્લે તો તંત્ર માથે જ ઢોળવાનાં છે. પહેલા આમ કરવુ જોઇ તુ હતુ અને આ નિર્ણય મોડો કર્યો વિગેરે વિગેર. લોકોએ પોતાને તે એ બીવકુલ સમજવુ નથી કે તંત્ર દ્વારા કહેવામાં આવે છે તેટલુ આપણે જો પાલન કરીએ તો કોરોનાનો આવો કહેર ગુજરાતને સહન કરવો પડ્યો ન હોત. 

માટે જ હવે તંત્ર દ્વારા પણ કડક વલણો અપવામાં આવી રહ્યા છે. જે જરુરી પણ છે અને આવો જ એક નિર્ણય કલોલ માટે તંત્ર દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. જી હા કલોલમાં પણ કોરોના થકી લાગુ કરવામાં આવેલા લોકડાઉન મામલે  અમદાવાદવાળી કરવામાં આવી હોવાનુ સામે આવી રહ્યું છે. કલોલમાં પણ આજે સાંજે 5 વાગ્યે થી આવતી 17 મેં સુધી સંપૂર્ણ લોકડાઉન લાગુ કરી દેવામાં આવ્યું છે. આ નિર્ણયનકલોલ માં વધતા જતા કેસ ને ધ્યાનમાં લઈને કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, કલોલમાં  પ્રજા દ્વારા લોકડાઉનનો સતત ભંગ થતો હોવાની ફરિયાદો ને લઈને જિલ્લા કલેકટર કુલદીપ આર્ય દ્વારા આ નિર્ણય લેવાયો છે. 

હવે કલોલમાં ફક્ત દૂધ અને મેડિકલ જેવી આવશ્યક સેવાઓ જ ચાલુ રહેશે. આજે સાંજે 5 વાગ્યા બાદ આ નિર્ણય ની અમલવારી થશે. અમલવારી પહેલા જ કલોલના લોકો સ્થિતિની ગંભીરતાને સમજ્યા હોય એવું લાગ્યું હતું. જાહેરનામું આવતા જ રોડ રસ્તા સુમ સામ બની ગયા હતા. કોરોના મામલે જાગ્યા ત્યાંથી સવાર જેવુ સમજી તમામે સરકાર દ્વારા આપવામાં આવતા સુચનોનું પાલન કરવુ જ રહ્યું તે સમજવું ખુબ જરુરી છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન